ચૈત્ર નવરાત્રી પર બની રહ્યા છે ગ્રહોના ખાસ સંયોગ, જાણો કઈ રાશિવાળાને થશે લાભ અને કોને નુકશાન

0
1217

એક જ રાશિમાં આ ગ્રહો ભેગા થવાથી ચૈત્ર નવરાત્રી દરમિયાન અમુક રાશિના લોકોને થશે લાભ, જાણો તમારી રાશિની સ્થિતિ.

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના નવ દિવસોમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો વિશેષ સંયોગ ઘણી રાશિઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જાણો નવરાત્રિ દરમિયાન ક્યા ગ્રહોનો સંયોગથી કઈ રાશિ સાથે જોડાયેલા લોકોએ સાવચેત રહેવું.

ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસની રહેશે? હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની હશે. હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર નવરાત્રી 2022 માં કોઈપણ તારીખનો ક્ષય કે વૃદ્ધિ થતી નથી. એટલે કે કોઈ એક તિથિ બે દિવસ આવે કે પછી કોઈ એક દિવસે બે તિથિઓ ભેગી આવે એવી સ્થિતિ નથી. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 3 એપ્રિલથી શરૂ થઇ રહી છે જે 10 એપ્રિલ સુધી રહેશે.

ચૈત્ર નવરાત્રિમાં ગ્રહોની સ્થિતિ : હિંદુ કેલેન્ડરના નિષ્ણાતોનું કહેવું છે કે, ચૈત્ર નવરાત્રી દરમિયાન શનિ અને મંગળ મકર રાશિમાં ગોચર કરશે. શનિ અને મંગળ બંને શત્રુ ગ્રહો છે, તેથી આ સંયોજન જીવનમાં ખૂબ નકારાત્મક અસર લાવી શકે છે. કર્ક, કન્યા અને ધનુ રાશિના લોકોએ શનિ અને મંગળ એક સાથે રહે તે સમય દરમિયાન સાવચેતી રાખવાની જરૂર છે. જ્યારે મેષ, મકર અને કુંભ સહિત અન્ય રાશિઓને તેનાથી શુભ પરિણામ મળશે. હિંમત અને શક્તિ વધશે.

દેવગુરુ બૃહસ્પતિ આ સમય દરમિયાન કુંભ રાશિમાં શુક્ર સાથે રહેશે. આ સિવાય મીનમાં સૂર્ય, મેષમાં ચંદ્ર બુધ સાથે, રાહુ વૃષભમાં, કેતુ વૃશ્ચિકમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિ પણ ફાયદાકારક રહેશે.

ચૈત્ર નવરાત્રીમાં દેવીના આ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જાણો નવરાત્રિના નવ દિવસે માતા રાણીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ?

પહેલો દિવસ – શૈલપુત્રી

બીજો દિવસ – બ્રહ્મચારિણી

ત્રીજો દિવસ – ચંદ્રઘંટા

ચોથો દિવસ – કુષ્માંડા

પંચમો દિવસ – સ્કંદ માતા

છઠ્ઠો દિવસ – કાત્યાયની

સાતમો દિવસ – કાલરાત્રી

આઠમો દિવસ – મહાગૌરી

નવમો દિવસ – સિદ્ધિદાત્રી

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.