ચૈત્ર નવરાત્રિ પર કરો આ ઉપાય, મળશે માં ના આશીર્વાદ, ઘરમાં થનારા કલેશ પણ થશે દૂર.

0
874

કન્યાઓની પૂજા કરતી વખતે તેમને આ દિશામાં બેસાડો, તેનાથી ઘરમાં આવશે સકારાત્મકતા અને વધશે માન-સન્માન.

હિંદુ કેલેન્ડર અનુસાર ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ (પ્રતિપદા) તિથિએ ઉજવવામાં આવશે. આ તહેવાર દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો તહેવાર શનિવાર, 2 એપ્રિલ 2022 થી શરૂ થશે અને સોમવાર, 11 એપ્રિલ 2022 ના રોજ સમાપ્ત થશે. માં દુર્ગાને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિની દેવી માનવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે. જે ભક્ત માં દુર્ગાની સંપૂર્ણ ભક્તિથી પૂજા કરે છે તેને માતાના વિશેષ આશીર્વાદ મળે છે. ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, તો ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપન માટેના શુભ સમય અને વાસ્તુ ઉપાયો.

ચૈત્ર નવરાત્રિ 2022 શુભ મુહૂર્ત :

ચૈત્ર કળશ સ્થાપન શનિવાર, 2 એપ્રિલ 2022 ના રોજ.

ચૈત્ર નવરાત્રિ કળશ સ્થાપન મુહૂર્ત – સવારે 06:10 થી 08:29 સુધી

કળશ સ્થાપનનું અભિજિત મુહૂર્ત – 12:08 થી 12:57 મિનિટ

કળશ સ્થાપન મુહૂર્ત એકમ તિથિએ છે.

પ્રતિપદા તિથિ શરૂ થાય છે – 01 એપ્રિલ, 2022 સવારે 11:53 કલાકે

પ્રતિપદા તિથી સમાપ્ત થાય છે – 02 એપ્રિલ, 2022 સવારે 11.58 કલાકે

ચૈત્ર નવરાત્રિના વાસ્તુ ઉપાયો : જ્યોતિષી કરિશ્મા કૌશિક અનુસાર, ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક વાસ્તુ ઉપાયો કરવાથી તમને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ વાસ્તુના આ ઉપાયો વિશે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉત્તર કે પૂર્વ દિશામાં કળશ સ્થાપના કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નવરાત્રિ દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે. તમે તેને માત્ર માતાની સામે જ નહીં પરંતુ ઘરમાં ગમે ત્યાં પ્રગટાવી શકો છો. ધ્યાન રાખો કે અખંડ જ્યોતિ હંમેશા ઘરના અગ્નિ કોણની દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને શત્રુઓથી પણ મુક્તિ મળે છે. આમ કરવાથી શત્રુઓ તમારા પર હાવી નહીં થાય. તેનાથી ઘરમાં થનારા કલેશ પણ દૂર થાય છે.

નવરાત્રિ દરમિયાન લોકો ઘરમાં માતાના પદ ચિન્હ (પગના નિશાન) લગાવે છે. દિવાળી પર પણ આવું કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો તેને લગાવતી વખતે ભૂલ કરે છે અને ઘરની બહાર નીકળતા હોય એ રીતે આ પદ ચિન્હ લગાવી દે છે. આ તદ્દન ખોટું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરની અંદર આવતા હોય એ રીતે માતાના પગના નિશાન લગાવવા જોઈએ. તેનાથી તમારા ઘરમાં પૈસા આવશે.

જો તમે ઈચ્છો છો કે દરેક જગ્યાએ તમારું સન્માન થાય અને તમારું મન શાંત રહે તો નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર દિશા તરફ ૐ નું ચિન્હ બનાવવાથી તમને ઘણો ફાયદો થશે. આમ કરવાથી તમારું માન-સન્માન વધશે અને મન શાંત અને પ્રસન્ન રહેશે. તમે નવરાત્રિ પછી પણ ૐ ના ચિન્હને જાળવી શકો છો.

નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ 9 કન્યાઓની પૂજા કરવામાં આવે છે. આ નવ કન્યાઓને માં દુર્ગાના નવ સ્વરૂપો સમાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે અષ્ટમી અને નવમી તિથિ પર કન્યાઓની પૂજા કરતી વખતે તેમને દક્ષિણ દિશામાં બેસાડવી. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે અને તમારું માન-સન્માન પણ વધશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.