“ચાલને સીધા ગોવર્ધન જઈએ” – વાંચો રસપ્રદ ગુજરાતી કવિતા.

0
535

પાણે પાણે રખડવું શા માટે રાણા,

ચાલને સીધા ગોવર્ધન જઈએ.

છોડી દે મને જો ભાર લાગે તો,

પર્વત છે એનો ને એજ ઉપાડશે.

જીતની મને ખબર નથી,

તે હારશે જુ ગારમાં એ વાત નક્કી છે,

શીશ લેવા આવે મારુ તે પહેલા,

ચાલને નાગણ જમના છોડી દઈએ.

માખણ દહીં દૂધને મિસરી તો,

મળી જશે ફીઝમાં તારા,

મજા છે મટકી ફોડવામાં રાજા,

ચાલને ગોપાળ એ વ્રજમાં જઈએ.

નમીને તું ઉભો છે પણ તું તો ભગત છે,

આતો રાજાનો કુંવર છે હાથમાં ચક્ર લેશે,

ચાલને મસ્તક ધરવા ચેદીના શિશુપાળને કહીએ.

ઠેકાણા ક્યાં છે આ ભરવાડના,

કામળી ક્યાં પડી છે ક્યાં ઢેબરાં,

ચાલ ગીત લખવા એનું આપડા નરસિંહ ને કહીએ.

દ્વારકા છોડીને ક્યાં એ આવવાનો છે અહીં,

ચાલને આપડે મળવા એને ગોકુલ જઈએ.

આમતો ખુશ છે ધરા આખી ને ગગનમાં શોર છે,

ચાલને ટહુકો કરવાનો મોરને મોકો દઈએ.

સતાનું અભિમાન છે તને વળી આ યૌવન,

દ્રૌપદી કોઈ એકલી નથી હોતી દુર્યોધન,

છે હજુ એનો એજ કનેયો નાથ મારો,

ચિરપુરવાનું શા માટે બીજાને કહીએ.

– અતુલ રાવ