“ચાલોને રમીએ હોડી હોડી” આ બાળ કવિતા તમને તમારા બાળપણનું ચોમાસુ યાદ કરાવી દેશે.

0
219

ચાલો ચાલોને રમીએ હોડી હોડી

વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર

ઝરણાં નાના જાય દોડી દોડી

બાપુનાં છાપાં, નક્કામાં થોથાં

કાપી કૂપીને કરીએ હોડી …ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી

મૂકીએ પવનમાં છોડી છોડી … ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો

પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી…ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં

સૌથી પહેલા દોસ્ત મારી હોડી…ચાલોને.

કાવ્યને સાંભળો :

– સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)