શિવજીને પ્રિય આ વૃક્ષ ચંદ્ર દોષ, દુષ્ટ શક્તિઓ વગેરેને રાખે છે તમારાથી દુર, જાણો તેનાથી થતા લાભ.

0
150

ઘરેલું ક્લેશ અને નાણાકીય તંગીમાંથી મુક્તિ જોઈએ છે, તો આ પવિત્ર છોડ કરશે તમારી મદદ.

જો તમે સખત મહેનત કરવા છતાં પણ આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકતા નથી, તો આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીએ છીએ, જેનું વાવેતર કરવાથી તમારી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.

જો તમે નાણાકીય સમસ્યાઓથી ચિંતિત છો. મહેનત કરવા છતાં પણ જો તમારી આવક વધતી નથી તો ચિંતા કરશો નહીં. બીલીપત્રના ઉપાય કરીને તમે તમારું જીવન ઉજ્જવળ બનાવી શકો છો. ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બીલીપત્રનો છોડ લગાવવામાં આવે છે, ત્યાં ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ વરસે છે. આવો જાણીએ ઘરે બીલીપત્રનો છોડ લગાવવાના કેટલાક ફાયદા છે.

દુષ્ટ શક્તિઓ રહે છે દૂર :

ઘરમાં બીલીપત્રનું ઝાડ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘરમાં ખરાબ શક્તિઓ ક્યારેય પ્રવેશી શકતી નથી. તેની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધવા લાગે છે. આ વૃક્ષને વાવવા પર ભગવાન શિવ સ્વયં ગણના રૂપમાં પરિવારની રક્ષા માટે ત્યાં હાજર રહે છે, જેના કારણે તે પરિવારમાં હંમેશા આત્મીયતાની ભાવના બનેલી રહે છે.

ચહેરા રહે છે ચમક :

એવું માનવામાં આવે છે કે બીલીપત્રના ઝાડના થડમાં મહેશ્વર, ફૂલોમાં ગૌરી, મૂળમાં ગિરિજા માતા, ફળોમાં કાત્યાયની દેવી અને ડાળીઓમાં માતા દક્ષિણીનો વાસ હોય છે. જે ઘરની નજીક આ વૃક્ષ વાવવામાં આવે છે, તે પરિવારના લોકોના ચહેરા પર હંમેશા ચમક રહે છે.

ચંદ્ર દોષ થાય છે દૂર :

જો કોઈ વ્યક્તિ ચંદ્ર દોષથી પીડિત હોય તો તેણે ઘરની અંદર કે બહાર બીલીપત્રનું ઝાડ લગાવવું જોઈએ. એવું કહેવાય છે કે આ વૃક્ષને લગાવવાથી ચંદ્રનો દોષ દૂર થઈ જાય છે. તેની સાથે વ્યક્તિને અન્ય પ્રકારના દોષોથી કાયમ માટે મુક્તિ મળે છે.

આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે :

જો સખત મહેનત કરવા છતાં ગરીબી તમારું ઘર છોડવાનું નામ નથી લઈ રહી તો બીલીપત્રનો ઉપાય તમારું જીવન બદલી શકે છે. આ માટે તમારે કબાટ અથવા તિજોરીમાં બીલીપત્રના પત્તા રાખી દો. તેની સાથે ઘરની નજીક ઉત્તર-દક્ષિણ દિશામાં બીલીપત્રનો છોડ લગાવો. આ ઉપાય તમારી સમસ્યા દૂર કરશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.