શિવજીના આ મંત્રોનો મહાશિવરાત્રી પર કરો જાપ, ગ્રહદોષ અને દુર્ભાગ્ય દૂર થશે અને સુખ, ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.
મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રીનો મહાપર્વ ઉજવવામાં આવે છે. માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. મહાશિવરાત્રિ પર મહાદેવની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો આ તહેવાર 18 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે.
ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિ પર મહાદેવની પૂજા-અર્ચના અને મંત્રોના જાપ કરવાથી ગ્રહદોષ અને દુર્ભાગ્ય દૂર થાય છે અને સુખ, ધન અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના આ શુભ અવસર પર જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે શિવજીને પ્રસન્ન કરવા માટે તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. ચાલો જાણીએ ભગવાન શિવના કયા મંત્રનો જાપ કરવાથી તમને મનવાંછિત વરદાન મળશે.
ૐ ઉર્ધ્વ ભૂ ફટ । ૐ નમઃ શિવાય । ૐ હ્રીં હ્રૌં નમઃ શિવાય ।
ૐ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહ્યં મેધા પ્રયચ્છ સ્વાહા ।
ॐ ઈં ક્ષં મં ઔં અં । ૐ પ્રૌં હ્રીં ઠઃ ।
ૐ નમો નીલકંઠાય । ૐ પાર્વતીપતયે નમઃ । ૐ પશુપતયે નમઃ ।
મહાશિવરાત્રીના દિવસે રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરતા 11 વાર માળા ફેરવવી જોઈએ. તેનાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.
ૐ અઘોરાય નમઃ
ૐ શર્વાય નમઃ
ૐ વિરૂપાક્ષાય નમઃ
ૐ વિશ્વરૂપિણે નમઃ
ૐ ત્ર્યમ્બકાય નમઃ
ૐ કપર્દિને નમઃ
ૐ ભૈરવાય નમઃ
ૐ શુલપાણયે નમઃ
ૐ ઈશાનાય નમઃ
ૐ મહેશ્વરાય નમઃ
આ મંત્રમાં ભગવાનના 10 નામ છે, જેનો જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રી અથવા દર સોમવારે તેનો જાપ કરી શકાય છે.
ૐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ।
આ રુદ્ર ગાયત્રી મંત્ર કહેવાય છે. મહાશિવરાત્રી પર આનો જાપ કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે.
નાગેન્દ્રહરાય ત્રિલોચનાય
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય ।
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મૈ નકારાય નમઃ શિવાય ।।
મહાશિવરાત્રિ પર શિવ પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે અને કામમાં ફોકસ વધે છે. આ મંત્ર તમને પરેશાનીઓમાંથી પણ મુક્ત કરે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.