શુક્રવારે આ માળાના જાપ કરવાથી થશે ચમત્કાર, માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને બનશો ધનવાન.
આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, તેથી તેઓ માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કોઈને કોઈ રસ્તો શોધતા રહે છે. માં લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવું કહેવાય છે કે, આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.
પરંતુ દરેક દેવી-દેવતાઓની પૂજા કરવાની રીત અલગ અલગ હોય છે. તેમાં કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે. સાથે જ મંત્રનો જાપ કરતી વખતે યોગ્ય માળા હોવી પણ એટલી જ જરૂરી છે.
તો ચાલો જાણીએ દેવી લક્ષ્મી માટે કઈ માળાનો ઉપયોગ કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો.
સ્ફટિક માળા સાથે લક્ષ્મી મંત્રનો જાપ કરો : એવું માનવામાં આવે છે કે જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો, તો શુક્રની શક્તિ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જ્યોતિષીઓ કહે છે કે, દેવી લક્ષ્મીના મંત્રોનો સ્ફટિકની માળાથી જાપ કરવો જોઈએ.
સ્ફટિક એક રંગહીન, પારદર્શક પથ્થર છે. તે શુદ્ધ સ્ફટિક અથવા સફેદ સ્ફટિક તરીકે ઓળખાય છે. કાચ જેવા સ્ફટિકો બરફવાળા પર્વતો પર બરફની નીચેના ટુકડાઓના રૂપમાં મળે છે. તમને જણાવી દઈએ કે સ્ફટિકની માળાથી માં દુર્ગા અને માં સરસ્વતીના મંત્રોનો પણ જાપ કરી શકાય છે.
આ છે જાપ કરવાની આ સાચી રીત : જણાવી દઈએ કે, મંત્ર જાપનો પૂરો લાભ ત્યારે જ મળે છે, જ્યારે મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે. મંત્રનો જાપ કરતી વખતે શુદ્ધ ઉનના આસનને જમીન પર પાથરીને પદ્માસન અથવા સુખાસનમાં બેસો.
ધ્યાન રાખો કે માળાનો ઉપયોગ કરતા પહેલા તેને શુદ્ધ પાણીથી ધોઈ લો અને કપાળમાં તિલક આવશ્ય કરવું.
માળાને જમણા હાથમાં લઈને પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસો. એ પછી મધ્ય આંગળી પર માળા રાખો અને અંગૂઠાથી એક એક મણકો ફેરવતી વખતે જાપ કરો.
મંત્રનો જાપ કરતી વખતે ધ્યાન રાખો કે મણકાને નખનો સ્પર્શ ન થવો જોઈએ.
આ સિવાય માળા હંમેશા ના તો નાભિની નીચે રાખો કે ના તો નાકની ઉપર રાખો. માળાને છાતીથી લગભગ 4 આંગળ દૂર રાખો અને જાપ કરો.
જો તમે માળાનો જાપ ઘણી વખત કરતા હોવ, તો એક માળા પૂરી કર્યા પછી માળા ઉપરનું ફુમતું જેને મેર કહેવાય તેને ક્રોસ કરવું નહિ, તેને પલટાવીને આગળ માળા ફેરવવાનું શરૂ કરો.
એટલું જ નહીં, કેટલી માળા કરવાના છે એ સંખ્યા અગાઉથી નક્કી કરી લેવી જોઈએ. તેમજ જાપ ચોક્કસ સંકલ્પ સાથે કરો. તો જ જાપનું ફળ મળે છે.
આ મંત્રોનો જાપ કરો :
ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમ:
ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત્
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતા નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.