અહીં ચારણની સાતે સાત સતીની ખાંભીઓ આવેલી છે, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ.

0
888

લીમડીના પ્રવેશદ્વારના નાકાથી લઇ જુનાગઢના ઝાંપા સુધી એકેય એવું ગામ નહીં હોય કે જ્યાં પાળીયા ન હોય. કોઈ ધીંગાણા ના તો કોઇ ત્રાગાના તો કોઇ વારના તો કોઇ ગૌચરના આવા જુદા જુદા બનાવના પાળીયા ખોડવામા આવે છે. એમાં સીતેર પંચોતેર ટકા પાળીયા વણઉકેલ્યા છે. જેનો ઇતિહાસ કે કોઈ વાતની કોઈને કાઇ ખબર નથી હોતી બીજું એ વાતનુ દુ:ખ છે, આજની હાલની પેઢીને પાળીયા શુ કહેવાય એ ચોખવટ પુર્વક કહેવું પડે હશે જવા દો મુળ વાત પર આવીએ.

હવે આ જે પાળીયા રહ્યા જે તમને દેખાય છે તે પાળીયા સાયલા તાલુકાના થોરયાળી ગામના ઉગમણા પાદર ઊભેલા છે જેમા સતીની ખાંભીઓ છે જેમા અર્ધી ખંડિત થયેલ હાલતમાં પડી છે. આ ગામમાં એ આ સતીમાની કહેવત એવી રીતે બોલાય છે કે, સાતસતી હનુમાન જતી અને બુટ સતી. ત્યા આ સાત સતીની ખાંભી ઓ છે ને બાજુમાં હનુમાનજી ત્યાંજ બાજુમાં બુટ સતી એવી લોકવાણી બોલાય છે. આથી વધારે કોઈ કંઈ જાણતું નથી.

આમતો ચારણ ત્રાગાળુ કોમ કહેવાય કારણ ચારણોએ ત્રાગા કર્યાં ના ઘણાં દાખલા નહીં પણ પાળીયા મોજુદ છે. એમ આ ખાંભીઓ ચારણની છે સાતે સાત સતીના ખાંભી હાલ મોજુદ છે. એક શુરવીર ચારણ જે આ સાતેય બહેન નો ભાઈ છે તે થોડે દુર તેની ખાંભી છે. મે ઘણી પુછપરછ કરી તો એવું જાણવા મળ્યું કે ચારણ માલઢોર લઇ અહીથી નિકળ્યા હતા. રોકણ દરમ્યાન કોઇ ઘટના બની હોય એવી કાઈ વાત જાણવાં મળતી નથી. એવુ પણ કહે છે કે ચારણો ઘણીવાર ખાંભી એ આવે છે પણ ક્યાંના આવે છે એ ખબર નથી કઇ શાખાને છે કંઈજ જાણ નથી.

મારો કહેવાનો અર્થ એ છે કે, અત્યારે હાલ ચારણ ગઢવી ની બોલબાલા છે, તો ખાંભીઓ તરફ જો કોઈ ધ્યાન આપે તો આ ખાંભીઓ પાછળ પડેલો અણબોટીયો ઇતિહાસ જાણવાં મળે છે. મેંહકતી માટીનાં માનવીના જીવનનાં ઇતિહાસ ની મહેંક ફેલાશે જેની હોય તેની કોઈ પણ શાખાનાં ચારણ હોય ગર્વ તો સમસ્ત ચારણ કોમજ લે છે.

ખરેખર મિત્રો ખાંભીઓ જુઓ તો ખુબજ દયનીય હાલતમાં છે ચારણ લોકો ત્યાં આવે છે, પણ ક્યારે આવે છે એ નક્કી નથીં આવતાં હશે. તો એ જાણતાં હશે કા નહી જાણતા હોય. કારણ ગામનાં લોકો ને કાઇ ખબર નથી મે લગભગ ઘણાં માણસો ને પુછ્યું પણ ના કોઈ જવાબ નહી. મિત્રો આવી ખાંભીઓ ઘણી જગ્યાએ હશે એમા કોઈ ના નથી પણ આ ખાંભી ઓ પાછળ નો ઇતિહાસ ખુબજ જાણવાં જેવો હશે.

કારણ વગર ખાંભીઓ ખોડાઇ નહીં કાઈ

ચારણ તણી ઊભી સતીઓ સાથે તેનો ભાઈ

– વિરમદેવસિહ પઢેરીયા.

– સાભાર રામ કાઠી દરબાર (અમર કથાઓ ગ્રુપ)