જય શ્રી કૃષ્ણ
ચાતુર્માસનો હમણાં જ પ્રારંભ થયો છે તેને અનુલક્ષીને ભાગવતમાં એક કથા છે, નારદજીની એક કથા છે નારદજી પોતાના પૂર્વજન્મમાં ચાતુર્માસના સમયે કેટલાક મહાત્માઓ, સાધુ-સંતોની સેવા કરે છે…. તેનું ફળ જે મળે છે તેની કથા.
નારદજી વ્યાસજી ને કહે છે હે વ્યાસ અત્યારે હું ત્રણે લોકમાં બેરોકટોક વિચરણ કરું છું દેવતાઓ, દાનવો અને મનુષ્ય વડે પૂજાઉં છું તેનું એક જ કારણ પૂર્વજન્મમાં મેં કરેલી સાધુ સંતોની સેવા છે….
નારદજી કહે છે વ્યાસ પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો મારી માતા વિદ્વાન બ્રાહ્મણને ત્યાં દાસી હતી શુદ્ર જાતિમાં મારો જન્મ હતો…..
બ્રાહ્મણ વેદજ્ઞ, વિદ્વાન અને ભગવાનનો પરમ ભક્ત હતો અવારનવાર આ બ્રાહ્મણને ત્યાં ઘણા બધા સાધુ, સંતો, મહાત્માઓ મળવા માટે આવતા અને પરિણામે મને અને મારી માતાને તેમની સેવાનો લાભ મળતો….
એકવાર ચાતુર્માસના સમયે કેટલાક સાધુ મહાત્માઓ ચાતુર્માસ કરવા માટે આ બ્રાહ્મણને ત્યાં રોકાયા મને અને મારી માતાને આ સાધુ મહાત્માઓની સેવા મળવા લાગી….
હું આ મહાત્માઓને પૂજા માટે બગીચામાંથી ફૂલ તોડી લાવી આપતો, યજ્ઞ માટે સમીધો લાવી આપતો, સ્નાનાં કર્યા પછી મહાત્માઓના કપડાં ધોઈ આપતો…
નારદજી કહે છે હું પાંચ વર્ષનો હતો છતાં પણ હું જિતેન્દ્રિય હતો , રમત ગમતમાં મારી રૂચિ નહોતી
અહીંયા આપણને એમ થાય કે પાંચ વર્ષના બાળકને રમત-ગમતમાં રુચિ કેમ ન હોય? કારણ નારદજી પૂર્વજન્મમાં ગાંધર્વ હતા અને શ્રાપના કારણે તેમનું શુદ્ર જાતિમાં જન્મ થયો પરંતુ પૂર્વજન્મના સંસ્કાર ને કારણે તેમનું મન સેવામાં લાગ્યુ…
વિજ્ઞાન પણ એમ કહે છે તમારું DNA એમ જણાવે છે કે તમારા પૂર્વજ જે કોઈ શોખ ધરાવતા હોય અથવા તેમનો જે કોઈપણ ગુણ અથવા દુર્ગુણો હોય તેની તરફ તમારૂં મન વધારે ખેંચાય છે….
એક વિદ્વાન પાસે મેં એવું સાંભળેલું કે તમારું મન ડા રુતરફ ખેંચાયું તો સમજી લેજો કે તમારા પૂર્વજે પણ કદી તેને સ્પર્શ કર્યો હશે અથવા તેમની તે તરફ ગતી હશે…..
જો તમે ભક્તિ તરફ ખેંચાણ હોય તો પણ તમારા કોઈ પૂર્વજ ના પૂર્વ સંસ્કાર માં ભજન રહેલું છે….
નારદજી જણાવે છે મારા પૂર્વજન્મના સંસ્કાર ને કારણે મને રમતગમતમાં રૂચિ નહોતી અને સેવામાં મારુ મન લાગ્યું. મારી આવી શીલતા જોઈ મહાત્માઓએ મારા પર અનુગ્રહ કર્યો એક દિવસ એક મહાત્માએ પોતાનો વધેલો ભોજનનો પ્રસાદ ગ્રહણ કરવા માટે આપ્યો અને મહાત્માના વધેલા ભોજન નો પ્રસાદ ગ્રહણ કરતાં તો મારા પાપોનો નાશ થયો મારું મન શુદ્ધ થયું.
પછી તો મને ભગવાનની કથામાં રસ લાગવા લાગ્યો ભગવાનની ભક્તિ મારી વધવા લાગી ભગવાન તમારી નિષ્ઠા અને ભગવાન નામનો જાપ અનાયાસે વધવા લાગ્યો…
ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યો મહાત્માઓ જવાની તૈયારી કરવા લાગ્યા. મેં મહાત્માઓના પગ પકડયા મેં કીધું બાપજી મને સાથે લઈ ચાલો. મારુ મન સંસારમાં લાગતું નથી. મારે પણ તમારી સાથે આવું છે. ભલે હું પાંચ વર્ષનો છું પરંતુ તમારા માટે સમિધો લાવી આપીશ ફૂલો લાવી આપીશ અને રાત્રિના સમયે તમારા જેવા સાધુ-સંતોના પગ દબાવી આપીશ મને સાથે લઈ ચાલો…
મહાત્માઓ બોલ્યા બેટા તો હજી નાનો છે તું તારી માતાનો એકનો એક દીકરો છે તારું કર્તવ્ય છે તારી માતાનું ધ્યાન રાખવું, સેવા કરવી, તારી માનો તુ જ એક જ આધાર છે. અને બેટા ભાવ કરતાં કર્તવ્યનું સ્થાન ઉંચું છે અને તારું કર્તવ્ય છે તારી માતાની સેવા કરવી….
તારી માતાના ગયા પછી તારે જો અમારી સાથે આવવું હોય તો પછી આવી શકે છે. પરંતુ અત્યારે તું તારી માતા ની પાસે જ રહે. બેટા અમે સાધુ-સંતો તને આશીર્વાદ આપીએ છીએ એ તારું મન સદા ભગવાન રહેશે, અમે તને એક મંત્ર આપીએ છીએ આ મંત્રનો તારે નિરંતર જાપ કરવો, તારા હૃદયમાં સદા ભક્તિ રહેશે અમારા તને આશીર્વાદ છે આવું કહી મંત્ર આપીએ મહાત્માઓ ચાલી નીકળ્યા.
હું મારી માતા નો એકલો આધાર હતો અને મારી માતા મૂઢ હતી(મૂઢનો અર્થ માતા ને ભક્તિ નીકઈ સમજણ હતી નહીં તેવો થાય છે) તેનું આ સંસારમાં મારા સિવાય કોઈ હતું નહિ, તે મને પરણાવવામાં માગતી…
એકવાર રાત્રિના સમયે મારી માતા ગૌશાળામાં ગાયને દોહવા માટે જતા મારી માતા નો પગ સપૅ ઉપર પડતાં સર્પના દંશથી મારી માતાએ દુનિયા માંથી વિદાય લીધી. માતાના ગયા પછી ન મને શોક થયો કે ન હર્ષ થયો. હરિ ઇચ્છા બળવાન.
મારી માતાના ગયા પછી તેમની અંતિમ ક્રિયા કરી હું ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા… સંતોના આપેલા તે મંત્રનો જાપ કરવા લાગ્યો….
ચાલતા ચાલતા હું એક ગાઢ વનમાં પ્રવેશ્યો વનની અંદર મોટા મોટા વૃક્ષો, મોટી મોટી લતાઓ અને જંગલી પશુઓ હતા, વનમાં એક નદી આવી નદીમાં જળપાન કરી નદીના કિનારે પીપળાનું વૃક્ષ તે વૃક્ષ નીચે પદ્માસન કરી સાધુ સંતો અને મહાત્માઓ કીધેલા ભગવાનના સ્વરૂપનું આંખ બંધ કરી ધ્યાન કરવા લાગ્યો.
ભગવાનને જોવાની મારામાં અત્યંત ઉત્કંઠાના પરિણામે મારા હૃદયમાં ભગવાન શ્રી હરિએ ચતુર્ભુજ રૂપ એ મને દર્શન આપ્યા. મારો રોમ રોમ પૂલકીત થવા લાગ્યો મારા આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. વ્યાસ ભગવાનનું દર્શન વાણીનો વિષય નથી એવી તો મને અનુભૂતિ થઈ..
ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા ખોવાઈ ગયો. સમય જતા ભગવાન મારા હૃદયમાંથી અંતર્ધ્યાન થયા મેં આંખ ખોલી ફરિવાર પદ્માસન કરી. ભગવાનના સ્વરૂપનું હદય માં ધ્યાન કરવા લાગ્યો છતાં ભગવાનના દર્શન થયા નહિ. પછી હુ ગાઢ જંગલમાં રડવા લાગ્યો મને રડતો જોઈ કરુણા સાગર ભગવાન આકાશવાણી દ્વારા બોલ્યા” બાળક તને મેં મારું એકવાર દર્શન કરાવ્યું છે યોગી ને પણ મારું દર્શન દુર્લભ છે. તને હવે આ જન્મમાં આ શરીરમાં મારુ દર્શન થશે નહીં.
તારી મારામાં અનંત નિષ્ઠા રહે માટે મેં તને દર્શન કરાવ્યૂ છે હવે તારુ શરીર છૂટે અને જ્યારે તું બીજો જન્મ લઇશ ત્યારે તને મારું દર્શન થશે અને કલ્પના અંત પછી પણ મારી ભક્તિ ના કારણે તને તારો પૂર્વજન્મ યાદ રહેશે…..
એમ કહી આકાશવાણી બંધ થઈ પછી મે બધા જ પ્રકારની શરમ મૂકી ભજન કરવા લાગ્યો ખૂબ જ ભજન કર્યું અને સમય જતાં મારો કાળ આવી ચડ્યો મારું શરીર છૂટી ગયું.
કલ્પ અંત ના સમયે બ્રહ્માજીએ શયન કર્યું બ્રહ્માજીના પાછા પૈસતા શ્વાસ દ્વારા આખો સંસાર બ્રહ્માજી માં વિલીન થયો અને બ્રહ્માજીની એક રાત્રીના શયન પછી તેમના શ્વાસમાંથી નારદ રૂપે પ્રગટ થયો.
બ્રહ્માજી ના માનસ પુત્ર રૂપે મારો જન્મ થયો અને ભગવાન ના ભજન થી ભગવાન નારાયણે મારા પર પ્રસન્ન થઈ હરિદત્ત નામની સાત સૂરોની વીણા આપી વીણા દ્વારા જ્યારે ભગવાનનું નામ લઉં છું ત્યારે ભગવાન શ્રી હરિ અનાયાસે મારા હૃદયમાં આવી પ્રગટ થઈ જાય વ્યાસ અત્યારે હું નારદજી રૂપે પૂજાવ છું તે મેં પૂર્વજન્મમાં ચાતુર્માસમાં કરેલી સાધુ સંતોની સેવા છે એમ કહી નારદજી નારાયણ નારાયણ કરતા ચાલી નીકળ્યા…
અસ્તુ જય શ્રી કૃષ્ણ.
– સાભાર અનીશ જાની (અમર કથાઓ ગ્રુપ)