“ચેત નર તુ ચેત” આ રચના કળિયુગના માનવીને કામની વાત જણાવે છે.

0
1562

પરલોકે સુખ પામવા , કરજે સારો સંકેત

હજી છે બાજી હાથમા , ચેત નર તુ ચેત

જોર કરીને જીતવુ , ખરેખરુ રણ ખેત

દુશ્મન છે તુજ દેહમા , ચેત નર તુ ચેત

ગાફેલ રહીશ ગમાર તુ , ફોગટ થઈશ ફજેત

હવે જરૂર હોશિયાર થઈ , ચેત નર તુ ચેત

આ તન ધન તે તારા નથી , નથી ત્રીયા પરણેત

અંતે સૌ અળગા થશે , ચેત નર તુ ચેત

પ્રાણ જશે જ્યાં પિંડથી , પિંડ ગણાશે પ્રેત

માટીમા માટી થશે , ચેત નર તુ ચેત

રહ્યા ન રાણા રાજીયા ,સુર નર મુનિ સમેત

તુ તો તરણા તુલ્ય છો , ચેત નર તુ ચેત

રજકણ તારા રજળશે ,જેમ રણ મા ઉડે રેત

નર તન પામીશ ક્યાં , ચેત ચેત નર ચેત

કાળા કેશ મટી ગયા , સર્વે બન્યા છે શ્વેત

જોબન જોર જતુ રહ્યુ , ચેત નર તુ ચેત

માટે મનમા સમજીને , વિચારીને કર વેત

ક્યાંથી આવ્યો ક્યાં જવુ , ચેત નર તુ ચેત

શુભ શિખામણ સમજીને , હરિ સાથે કર હેત

અંતે અવિચળ એજ છે , ચેત ચેત નર ચેત.

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)