આજે સુમન અને દિનેશને છૂટાછેડાના કાગળ મળી ગયા હતા. બંને સાથે જ કોર્ટની બહાર નીકળ્યા. બંનેના કુટુંબીજનો સાથે હતા અને તેના ચહેરા ઉપર વિજન અને શાંતિના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. ચાર વર્ષના લાંબી લડાઈ પછી આજે નિર્ણય આવી ગયો હતો.
આમ તો દસ વર્ષ થઇ ગયા હતા લગ્નના પણ સાથે છ વર્ષ જ રહી શક્યા હતા. 4 વર્ષ તો છૂટાછેડાની કાર્યવાહીમાં લાગી ગયા. સુમનના હાથમાં દહેજના સમાનનું લીસ્ટ હતું, જે હવે દિનેશના ઘરેથી લેવાનું હતું અને દિનેશના હાથમાં ઘરેણાનું લીસ્ટ હતું, જે સુમન પાસેથી લેવાના હતા. સાથે કોર્ટનો એ આદેશ પણ હતો કે દિનેશ દસ લાખ રૂપિયાની રકમ એકસાથે સુમનને ચૂકવશે.
સુમન અને દિનેશ બંને એક જ ટેમ્પોમાં બેસીને દિનેશના ઘરે પહોચ્યા. દહેજમાં આપવામાં આવેલા સમાનની ઓળખ સુમનએ કરવાની હતી. એટલા માટે ચાર વર્ષ પછી સાસરીયે જઈ રહી હતી. છેલ્લી વખત બસ ત્યાર પછી ક્યારેય ન આવવાનું હતું ત્યાં.
બધા કુટુંબીજનો પોત પોતાના ઘરે જઈ ચુક્યા હતા. બસ ત્રણ જણ વધ્યા હતા. દિનેશ, સુમન અને સુમનના માતાજી. દિનેશ ઘરમાં એકલા જ રહેતા હતા. માં-બાપ અને ભાઈ આજે પણ ગામમાં જ રહે છે.
સુમન અને દિનેશને એકમાત્ર દીકરો જે હજુ સાત વર્ષનો છે, કોર્ટના નિર્ણય મુજબ પુખ્ત થવા સુધી તે સુમન પાસે જ રહેશે. દિનેશ મહિનામાં એક વખત તેને મળી શકે છે.
ઘરમાં પ્રવેશ કરતા જ જૂની યાદો તાજી થઇ ગઈ. કેટલી મહેનતથી શણગારી હતી તેણે સુમનને. એક એક વસ્તુમાં તેનો જીવ વસેલો હતો. બસ થોડું તેની આંખોની સામે બનેલું હતું. એક એક ઈંટથી ધીમે ધીમે બનતા ચણતરને પૂરું થતું જોયું હતું તેણે. સપનાનું ઘર હતું તેનું. કેટલી મહેનતથી નવીને તેના સપનાને પુરા કર્યા હતા.
દિનેશ થાકીને સોફા ઉપર લાંબો થઇ ગયો. લઇ લે જે પણ જોઈએ હું તમે નહિ રોકું. સુમનએ હવે ધ્યાનથી દિનેશને જોયો. ચાર વર્ષમાં આટલો બદલાઈ ગયો છે. વાળમાં સફેદી દેખાવા લાગી છે. શરીર પહેલાથી અડધું રહી ગયું છે. ચાર વર્ષમાં ચહેરાની રોનક જતી રહી.
તે સ્ટોર રૂમ તરફ આગળ વધી જ્યાં તેનો દહેજનો મોટાભાગનો સમાન પડ્યો હતો. સમાન ઓલ્ડ ફેશનનો હતો એટલા માટે ભંગારની જેમ સ્ટોર રૂમમાં નાખી દેવામાં આવ્યો હતો. મળ્યું પણ કેટલું હતું તેને દહેજ. પ્રેમ લગ્ન હતા બંનેના. ઘર વાળા તો મજબુરીમાં સાથે ઉભા હતા.
પ્રેમ લગ્ન હતા ત્યારે તો નજર લાગી ગઈ કોઈની. કેમ કે પ્રેમી જોડી દરેક તૂટતી જોવા માંગતા હતા. બસ એક વખત પી ને બહેકી ગયો હતો દિનેશ. હાથ ઉપાડી લીધો હતો તેની ઉપર. બસ તે ગુસ્સામાં પિયર જતી રહી હતી.
પછી ચાલ્યું હતું લગાવવા શીખવાડવાનો સમય. ત્યાં દિનેશના ભાઈ અને ભાભી અને અહિયાં સુમનની માં. સ્થિતિ એ આવી કે કોર્ટ સુધી જઈ પહોચ્યા અને છૂટાછેડા થઇ ગયા. ન સુમન પાછી ફરી અને ન દિનેશ લેવા ગયો.
સુમનની માં બોલી ક્યાં છે તારી વસ્તુ? અહિયાં તો નથી દેખાતી. વેચી દીધી છે સુ ડા રુડીયાએ?
ચુપ રહે માં. સુમનને ન જાણે કેમ દિનેશને તેના મોઢા ઉપર ડા રુડીયો કહેવું સારું ન લાગ્યું.
પછી સ્ટોર રૂમમાં પડેલી વસ્તુને એક એક કરી લીસ્ટમાં મેળવવવામાં આવી. બીજા રૂમ માંથી પણ લીસ્ટની બધી વસ્તુ ઉપાડી લેવામાં આવી.
સુમનએ માત્ર પોતાની વસ્તુ લીધી દિનેશની વસ્તુને સ્પર્શ પણ ન કર્યો. પછી સુમનએ દિનેશને ઘરેણાથી ભરેલી બેગ પકડાવી દીધી. નવીને બેગ પાછી સુમનને આપી દીધી. રાખી લે મારે ન જોઈએ, કામ આવશે તારે મુશ્કેલીમાં. ઘરેણાની કિંમત 15 લાખથી ઓછી ન હતી.
કેમ, કોર્ટમાં તો તારો વકીલ કેટલી વખત ઘરેણા ઘરેણાની બુમો પાડી રહ્યો હતો. કોર્ટની વાત કોર્ટમાં પૂરી થઇ ગઈ, સુમન. ત્યાં તો મને પણ દુનિયાનો સૌથી ખરાબ જાનવર અને ડા રુડીયો સાબિત કરી દેવામાં આવ્યો છે.
સાંભળીને સુમનની માંએ નાકના ભ્રમર ચડાવ્યા. ન જોઈએ. તે દસ લાખ પણ ન જોઈએ.
કેમ? કહીને દિનેશ સોફા ઉપરથી ઉભો થઇ ગયો.
બસ એમ જ સુમનએ મોઢું ફેરવી લીધું. આટલું મોટું જીવન પડ્યું છે કેવી રીતે કપાશે? લઇ જાવ, કામ આવશે. એટલું કહીને નવીને પણ મોઢું ફેરવી લીધું અને બીજા રૂમમાં જતો રહ્યો. કદાચ આંખોમાં ભરાઈ આવી હશે, જે છુપાવવું પણ જરૂરી હતું.
સુમનની માતાજી ગાડી વાળાને ફોન કરવામાં વ્યસ્ત હતી. સુમનને તક મળી ગઈ. તે દિનેશની પાછળ તે રૂમમાં જતી રહી. તે ત્યાં રડી રહ્યો હતો. વિચિત્ર એવું મોઢું બનાવીને. જેમ કે અંદરના દબાણને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. સુમનએ તેને ક્યારેય રડતા ન જોયો હતો. આજે પહેલી વખત જોયું ન જાણે કેમ મનને થોડી શાંતિ મળી. પણ વધારે ભાવુક ન થઇ.
કડક અંદાઝમાં બોલી આટલી ચિંતા હતી, તો કેમ છુટાછેડા આપ્યા?
મેં નહિ છૂટાછેડા તે આપ્યા.
શરુઆત તો તે પણ કરી. માફી માગી શકતા ન હતા?
તક ક્યારે આપી તારા ઘર વાળાએ. જયારે પણ ફોન કર્યો કાપી નાખ્યો.
ઘરે પણ આવી શકતો હતો? હિંમત ન હતી?
સુમનની માં આવી ગઈ. તે તેના હાથ પકડીને બહાર લઇ ગઈ. હવે કેમ મોઢે લાગી રહી છે તેના? હવે તો સંબધ પણ પૂરો થઇ ગયો. માં-દીકરી બહાર ઓસરીમાં સોફા ઉપર બેસીને ગાડીની રાહ જોવા લાગ્યા.
સુમનની અંદર પણ કાંઈક તૂટી રહ્યું હતું. દિલ બેસતું જતું હતું. તે મૌન થતી જતી હતી. જે સોફા ઉપર બેઠી હતી તેને ધ્યાનથી જોવા લાગી. કેવી રીતે બચત કરી તેણે અને નવીને તે સોફો ખરીદ્યો હતો. આખા શહેરમાં ફરી ત્યારે તે પસંદ આવ્યો હતો.
પછી તેની નજર સામે તુલસીના સુકા છોડ ઉપર ગઈ. કેટલી મહેનતથી જાળવણી કરતી હતી. તેની સાથે તુલસી પણ ઘર છોડી ગઈ.
ગભરાટ વધ્યો તો તે ફરીથી ઉઠીને અંદર જતી રહી. માં એ પાછળથી બોલાવી પણ તેણે ધ્યાન બહાર કરી દીધી. દિનેશ બેડ ઉપર ઉંધા મોએ પડ્યો હતો. એક વખત તો તેને દયા આવી તેની ઉપર. પણ તે જાણતી હતી કે હવે તો બધું ખલાસ થઇ ગયું છે એટલા માટે ભાવુક નથી થવાનું.
તેને સરરાટ નજરથી રૂમને જોયો. અસ્ત થઇ ગયો છે આખો રૂમ. ક્યાંક ક્યાંક તો કરોળિયાના ઝાળા ટીંગાઈ રહ્યા છે. કેટલી નફરત નથી તેને કરોળિયાના ઝાળાથી? પછી તેની નજર ચારે તરફ લાગેલા એ ફોટા ઉપર ગઈ, જેમાં તે દિનેશને લપેટાઈને હસી રહી હતી. કેટલા સોનેરી દિવસો હતા તે.
એટલામાં માં ફરી આવી ગઈ. હાથ પકડીને ફરીથી બહાર લઇ ગઈ. બહાર ગાડી આવી ગઈ હતી. વસ્તુ ગાડીમાં મુકવામાં આવી રહી હતી. સુમન સુન થઈને બેઠી હતી. દિનેશ ગાડીનો અવાજ સાંભળીને બહાર આવી ગયો.
અચાનક દિનેશ કાન પકડીને ગોઠણીએ થઇ ગયો.
કહ્યું – ન જઈશ, માફ કરી દે.
કદાચ તે એ શબ્દ હતા, જેને સાંભળવા માટે ચાર વર્ષથી તડપતી રહી હતી. ધીરજની બધી મર્યાદાઓ એક સાથે તૂટી ગઈ. સુમનએ કોર્ટના નિર્ણયનો કાગળ કાઢ્યો અને ફાડી નાખ્યો. અને માં કંઈક કહે તે પહેલા જ લપેટાઈ ગઈ દિનેશને. સાથે બંને રડતા રડતા જઈ રહ્યા હતા.
દુર ઉભેલી સુમનની માં સમજી ગઈ કે કોર્ટનો આદેશ દિલની સામે કાગળથી વધુ કાંઈ જ નથી.
જો તેમને પહેલા મળવા દીધા હોત, તો બધું ક્યારનું સારું થઈ ગયું હોત.
જો માફી માગવાથી જ સંબંધ તૂટતા બચી જાય, તો માફી માગી લેવી જોઈએ.