માર્ચ 2022 માં જન્મ લેનારા બાળકો હશે ડબલ લકી, મળશે મોટી સફળતા, જાણો કારણ.

0
665

આ ગ્રહોની શુભ અસરને કારણે માર્ચ મહિનામાં જન્મ લેનારા બાળકો રહેશે ભાગ્યશાળી, મળશે શ્રેષ્ઠ પરિણામ.

અંક જ્યોતિષની જીવનમાં ઊંડી અસર પડે છે. જન્મ અંક અને ભાગ્ય અંકનો શુભ સંયોગ સિદ્ધિઓમાં વધારો કરે છે. જીવનના લગભગ તમામ મોટા ઉતાર-ચઢાવને અંકોના આધારે સમજી શકાય છે. અંક શાસ્ત્ર અનુસાર માર્ચ 2022 નો આ મહિનો પણ ઘણો ખાસ છે.

માર્ચ 2022 ની કોઈપણ તારીખે જન્મ લેનારા બાળક પર બે ગણો ભાગ્યશાળી પ્રભાવ રહેવાનો છે. આ મહિને દરેક વ્યક્તિના મૂળાંક અને ભાગ્ય અંક સમાન રહેવાના છે. ઉદાહરણ તરીકે, 1 માર્ચ 2022 ના રોજ જન્મેલા બાળકનો મૂળાંક નંબર 1 હોય છે. તેમજ તમામ અંકોને ઉમેરીને બનતો ભાગ્ય અંક પણ 1 જ છે.

એજ રીતે 2 માર્ચ 2022 ના રોજ જન્મેલા બાળકોનો મૂળાંક 2 અને ભાગ્યંક 2 રહેશે. આ અદ્ભુત સંયોગના કારણે માર્ચમાં જન્મેલા બાળકો ડબલ લકી રહેવાના છે.

સમાન જન્મ અંક અને ભાગ્ય અંકના કારણે વ્યક્તિના જીવનમાં આ અંકનું વિશેષ મહત્વ રહે છે. તે તકોનો વધુ સારી રીતે લાભ લેવામાં સક્ષમ હોય છે. વ્યક્તિત્વ પર સંખ્યાઓની સ્પષ્ટ અસર પડે છે. તેનાથી તેમને લક્ષ્ય નક્કી કરવામાં સહજતા રહે છે.

મૂળાંક અને ભાગ્ય અંક સમાન રહેવાનો આ સંયોગ માર્ચ 2022 માં દરરોજ બની રહ્યો છે. કારણ, માર્ચના 3 અંક અને વર્ષ 2022 ના 6 અંકનો સરવાળો 9 થાય છે. 9 માં કોઈપણ અંક ઉમેરીને એક અંક લાવવા પર ફરીથી તે જ અંક આવે છે.

અંક 3 ગુરૂનો અંક હોવાને કારણે અને 2022 માં 2 અંક ત્રણ વખત આવવાના કારણે આ મહિનામાં જન્મેલા વ્યક્તિ પર ગુરુ અને ચંદ્રની શુભ અસર પણ જોવા મળશે. અંકમાં ગુરુ-ચંદ્રનો આ ગજકેસરી યોગ પણ વ્યક્તિને જીવનભર શ્રેષ્ઠ પરિણામ આપશે. આ રીતે માર્ચ મહિનો ડબલ લકી મહિનો કહી શકાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.