એક ગુજલીશ લઘુકથા.
હેરી એન્ડ લક્કી :
– જયંતીલાલ ચૌહાણ.
આમ તો ઓરીજીનલ નામ હરિ અને લખી હતું. બટ, નાના વિલેજમાં સગાઈમાં પ્રોબ્લેમ થતો હતો. એટલે હરિના ડેડીએ ફાર્મ સેલ કરી નાખ્યા. અને હરિ માટે શોપ પરચેજ કરી સીટીમાં સેટ થયા. પછી તો સડનલી મેરેજ થઈ ગયા એગ્રી.માં ડીપ્લોમાવાળી લખી સાથે. આ કોર્સ એણે પોતાના ફાધરના ફાર્મ પર કરેલો હતો. એ વીડ નિંદવામાં એક્સપર્ટ હતી.
પછી નેઈમ ચેન્જ કરી નાખ્યા. હેરી અને લક્કી રાખ્યા.
મુન્નાનું ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં એડમીશન લીધું. પ્રિન્સીપાલે એડવાઈઝ આપી..
“યુ નો.. તમે હોમમાં ઈંગ્લીશ એટમોસ્ફીયર મેઈનટેન કરજો. તો સ્ટુડન્ટને ઈંગ્લીશ સ્ટડી પર ગ્રીપ બેસ્ટ રીતે આવે.”
શાકની લારીએ પણ લક્કી ઈંગ્લીશ જ સ્પીક કરે.
“હાફ કેજી બ્રીંજલ.. વન કેજી પોટેટો.. થોડીક ગ્રીન કોથમીર.. એન્ડ કરીપત્તા.. ને જીંજરની કટકી.. એમનમ..”
વન ડે… હેરી બપોરે જમવા આવ્યો. લક્કી અને મુન્નો રોતા હતા.
“વોટ હેપન.. જલ્દી સ્પીક..”
“મુન્નાને રેડ ડોગી.. બાઈટ કરી ગઈ.. હું ડેઈલી રોટલી ઈટ કરવા આપું છું.. તોય બાઈટ કર્યું.”
“રેડ ડોગી આમ તો બેડ નથી.. બટ.. મુન્નાએ એની બીહાઈન્ડમાં સ્ટ્રો કરી હશે..”
“ના.. સ્ટ્રો નહોતી.. સ્ટીક હતી..”
“તું પ્રેજન્ટ હતી.. તો મુન્નાને સ્ટોપ ના કર્યો..?”
“ના.. મુન્નો તો ચાઈલ્ડ કહેવાય.. એ આ એઈજમાં સ્લાઈટ મીસચીફ તો કરે જ ને.. પણ ડોગી તો ઓલ્ડ છે.. એણે તો મેટર અન્ડરસ્ટેન્ડ કરવી જોઈએ ને?”
– જયંતીલાલ ચૌહાણ ૨૧ -૧૦ -૨૧ (અમર કથાઓ)