દેશમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં સવારથી જ માતાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહે છે. લાલ ફુલ અને લાલ ચુંદળીથી માં ની પૂજા કરવામાં આવે છે. આ અવસર ઉપર ઝારખંડના છિન્નમસ્તિકા દેવી મંદિરમાં શ્રદ્ધાનું ઘોડાપૂર જોવા મળી રહે છે.
રાંચીથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલા રામગઢ જિલ્લાના રાજરપ્પાના આ મંદિરનો ઈતિહાસ છ હજાર વર્ષ જૂનો છે. અહીં માથા વિનાની માતા બિરાજમાન છે અને તે માં કામાખ્યા મંદિર પછી વિશ્વનું બીજું સૌથી મોટું શક્તિપીઠ છે. વાંચો આ મંદિરનો ચમત્કારિક ઈતિહાસ.
માથા વિનાની દેવી :
માં છિન્નમસ્તિકાનું મંદિર રાજરપ્પાની ભૈરવી-ભેડા અને દામોદર નદીના સંગમ પર આવેલું છે. જો કે આખું વર્ષ અહીં ભક્તો આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન માટે પહોંચે છે. આ મંદિરમાં માથા વગરના માતાજી બિરાજમાન છે.
ગરદનમાંથી લો-હી-નો પ્રવાહ વહે છે :
આ મંદિરમાં માતાની મૂર્તિમાં, તેમનું ક-પા-યે-લું માથું તેમના હાથમાં છે, અને તેમની ગરદનમાંથી લો-હી-નો પ્રવાહ વહે છે. જે બંને બાજુ ઉભી તેમની બંને સહાયિકાના મોઢામાં જાય છે. શિલાખંડમાં દેવીની ત્રણ આંખો છે. ગળામાં સર્પમાળા અને મુંડમાળા છે. માતાના વાળ ખુલ્લા છે અને જીભ બહાર નીકળેલી છે. માતા કામદેવ અને રતિની ઉપર ન-ગ-ન અવસ્થામાં ઊભા છે. તેમના જમણા હાથમાં ત-લ-વા-ર છે.
માથા વિનાની માતાની કથા શું છે?
માતા અહીં માથા વગર બિરાજમાન છે, તેની પાછળ એક પૌરાણિક કથા છે. જે મુજબ એક વખત માં ભવાની તેમની બે બહેનપણીઓ સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા પછી, તેમની બહેનપણીઓને ભૂખ લાગી. ભૂખ એટલી વધી ગઈ કે આ કારણે તેમનો રંગ કાળો થવા લાગ્યો. તેમણે માતાજી પાસે ખાવા માટે કંઈક માંગ્યું. પોતાની બહેનપણીઓને દુઃખી જોઈને માતાએ ત-લ-વા-ર વડે પોતાનું માથું કા-પી-ના-ખ્યું.
દંતકથા પ્રમાણે, આ પછી માતાનું ક-પા-યે-લું માથું તેના ડાબા હાથમાં પડ્યું અને તેમના શરીરમાંથી લો-હી-ની ત્રણ ધારાઓ વહેવા લાગી. માતાએ તેના માથામાંથી નીકળતા તે બે પ્રવાહોને તેના બે બહેનપણીઓ તરફ વહેવડાવ્યું. બાકીનું તેમણે પોતે પીવાનું શરૂ કર્યું. ત્યારથી તેમના આ સ્વરૂપને છિન્નમસ્તિકા નામથી પૂજવામાં આવે છે.
ઈતિહાસ છ હજાર વર્ષ જૂનો છે :
આ મંદિરનો ઈતિહાસ છ હજાર વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. મંદિરનું નિર્માણ તેની પ્રાચીનતાનો પુરાવો છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ મહાભારતના સમયમાં થયું હોવું જોઈએ. આ મંદિર સિવાય અન્ય સાત મંદિરો છે, જેમાં મહાકાળી મંદિર, સૂર્ય મંદિર, દાસ મહાવિદ્યા મંદિર, બાબાધામ મંદિર, બજરંગબલી મંદિર, શંકર મંદિર અને વિરાટ રૂપ મંદિરનો સમાવેશ થાય છે. દામોદર નદી પશ્ચિમમાંથી વહે છે અને ભૈરવી નદી દક્ષિણમાંથી વહે છે.
માતા રાત્રે મંદિરમાં વિચરણ કરે છે :
એવું માનવામાં આવે છે કે માં છિન્નમિસ્તા અહીં રાત્રે પ્રગટ થાય છે અને આસપાસ વિચરણ છે. આ જ કારણ છે કે જ્યારે રાત્રિના સમયે સંપૂર્ણ એકાંત હોય છે, ત્યારે ઘણા સાધકો તંત્ર-મંત્રની સિદ્ધિ મેળવવામાં વ્યસ્ત હોય છે. નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ આવે છે અને મંદિરના 13 હવન કુંડમાં વિશેષ અનુષ્ઠાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
પરંપરા શું છે?
અહીં મહાવિદ્યાની કતારમાં માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સ્થાન માતાનું અંતિમ વિશ્રામ સ્થાન પણ છે. અહીં માતાને બકરાની બ-લી ચડાવવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં પાથા કહે છે. આ પરંપરા અહીં સદીઓથી ચાલુ છે. અહીં ચૈત્ર નવરાત્રિની સપ્તમી તિથિની સવારે બકરાની બ-લી ચડાવવામાં આવે છે. એ પછી બકરાના ક-પા-યે-લા માથા પર કપૂર મૂકીને માતાની આરતી કરવામાં આવે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.