શિવજીના આ મંદિરની વિશેષતા જાણીને ચકિત થઈ જશો, તેને તરતું મંદિર પણ કહેવાય છે, જાણો તેનું કારણ.
શાહજહાંએ ક્યારેકને ક્યારેક એ જરૂર વિચાર્યું હશે કે પછી સપનું જોયું હશે કે તે પોતાની બેગમ મુમતાઝ માટે એક આલીશાન મહેલનું નિર્માણ કરાવવામાં આવે. કદાચ એટલા માટે જ વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું. મધ્યકાળથી લઈને આજ સુધી તાજમહેલ એક એવી ઈમારત છે જેના જેવી બીજી ઇમારત કોઈ નથી બનાવી શક્યું. આ તો એક ઉદાહરણ તમારી સામે રજુ કરવામાં આવ્યું છે. જો ભારતીય ઈતિહાસને જોવામાં આવે તો પ્રાચીનકાળથી લઈને મધ્યકાળ સુધી ભારતમાં એવી ઘણી ઈમારતો, મકાનો કે મંદિરોનું નિર્માણ થયું છે જેના જેવું બીજું આજ સુધી કોઈનાથી બની શક્યું નથી.
બસ એવી જ રીતે દક્ષીણ ભારતના તમિલનાડુમાં બૃહદેવશ્વર મંદિરનું નિર્માણ થયું હતું. પ્રાચીન સમયમાં બનેલું આ મંદિર દુનિયાના સૌથી અનોખા મંદિરોમાંથી એક છે. તે સમયના ચોલ શાશક રાજરાજ પ્રથમે વિદેશ યાત્રા પહેલા એક સપનું જોયું અને ગ્રેનાઈટમાંથી તૈયાર થયેલું દુનિયાનું પહેલું મંદિર બનાવવાનો નિર્ણય લીધો. આજે આ લેખમાં અમે તમને આ મંદિરના કેટલાક રોચક તથ્યો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમને પણ ખબર નહિ હોય.
બૃહદેવશ્વર મંદિર : તમિલનાડુના તંજૌરમાં આવેલા આ મંદિરનું નામ છે બૃહદેશ્વર મંદિર. ઘણા લોકો આ મંદિરને તંજૌરના મંદિરના નામથી પણ ઓળખે છે. આ મંદિરનું નિર્માણ રાજારાજ ચોલ પ્રથમે લગભગ 1004 થી 1009 ઈ.સ. દરમિયાન કરાવ્યું હતું. ઈતિહાસમાં કહેવાયું છે કે, રાજારાજ ચોલે શ્રીલંકાના પ્રવાસ ઉપર જતા પહેલા આ મંદિરના નિર્માણનું સપનું જોયું હતું. ત્યાર પછી રાજારાજે ગ્રેનાઈટમાંથી તૈયાર થયેલું દુનિયાનું પહેલું મંદિર બનાવવાનો નિર્ણય લીધો. પ્રાચીનકાળમાં ગ્રેનાઈટ એક પ્રકારનો કિંમતી પત્થર હતો. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
મંદિરના ઘુમ્મટને લઈને ધારણા : ગ્રેનાઈટમાંથી તૈયાર થયેલું આ અદ્દભુત મંદિર તમિલનાડુથી લઈને દક્ષીણ ભારતના સૌથી પવિત્ર અને વિશાળકાય મંદિરોમાંથી એક છે. કહેવામાં આવે છે કે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ અને ઘુમ્મટનું નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે, સૂર્ય તેની ચારે તરફ ફરી જાય છે પણ તેના ઘુમ્મટનો પડછાયો જમીન ઉપર નથી પડતો. મોટાભાગે કોઈ પણ મંદિર ઉપર તડકો પડતા જ તે મંદિરનો પડછાયો જમીન ઉપર જોવા મળે છે, પણ આ મંદિરનો નહિ. લોકોના માનવા મુજબ આ ઘુમ્મટ લગભગ 80 ટનથી વધુ પથ્થર કાપીને બનાવવામાં આવ્યું છે.
તરતું મંદિર : કદાચ આ શબ્દ સાંભળીને તમે થોડા વિચારમાં પડી જશો, પણ આ મંદિરને તરતું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે, આ મંદિરમાં રહેલા કોઈ પણ સ્તંભને પત્થરોથી ચોટાડવામાં નથી આવ્યા. માત્ર પથ્થરોને કાપીને એક બીજા સાથે ફિક્સ કરી દેવામાં આવ્યા છે. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે લગભગ 13 હજારથી પણ વધુ ગ્રેનાઈટ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે બધા પત્થરોને પઝલ્સ સીસ્ટમથી જોડવામાં આવ્યા છે. આજે પણ બધા સ્તંભ સુરક્ષિત ઉભા છે.
13 માળનું મંદિર : ભારતના કોઈ પણ રાજ્યમાં એવા ઘણા ઓછા મંદિર છે જે 13 માળના હોય, પણ બૃહદેશ્વર મંદિર એક એવું મંદિર છે જે 13 માળનું મંદિર છે. ઉંચાઈની વાત કરીએ તો તે સમયે આ મંદિર દુનિયાનું સૌથી ઊંચું મંદિર માનવામાં આવતું હતું. આ મંદિરની ઉંચાઈ લગભગ 66 મીટર છે. માન્યતા મુજબ કાવેરી નદી ઉપર આવેલું આ મંદિર લગભગ 1000 વર્ષોથી પણ વધુ સમયથી આજે પણ અડીખમ ઉભું છે.
અન્ય મહત્વની જાણકારી : દક્ષીણ ભારતમાં બૃહદેશ્વર મંદિર એક એવું મંદિર છે જે કોઈ પણ પાયા વગર ઉભું છે. 2004 માં આવેલી સુનામીમાં પણ આ મંદિર સુરક્ષિત રહ્યું. મંદિરના પત્થરો ઉપર અદ્દભુત શીલાલેખો અને સંસ્કૃત અને તમિલ ભાષામાં લખેલા શબ્દો સરળતાથી જોઈ શકાય છે. મંદિરમાં લગભગ 13 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ પણ કરાવવામાં આવ્યું છે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.