જાણો ચૌસઠ યોગિની મંદિર સાથે જોડાયેલી કેટલીક એવી રોચક વાતો જેનાથી મોટાભાગના લોકો છે અજાણ.

0
480

ચૌસઠ યોગિની મંદિર, મુરૈના મધ્ય પ્રદેશ.

ચૌસઠ યોગિની મંદીર, તેને એકાત્તર્સો મહાદેવ મંદીર પણ કહેવાય છે. તે 11 મી સદીમાં બનેલું હિંદુ મંદિર છે, જે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલુ છે. આ મંદીર વૃતાકાર દિવાલનું બનેલું છે, જેમાં 64 કક્ષ છે અને મધ્યભાગમાં એક મંડપ આવેલો છે જેમાં ભગવાન શિવ વિરાજમાન છે. આ મદિંરનું નિર્માણ પણ અન્ય યોગિની મંદિરોની જેમ વૃતાકાર કરાયું છે. આ મંદિર પણ ભારતમાં હાલ બચેલા કેટલાક માત્ર યોગિની મંદિરોમાંનું એક છે.

શિખર ચોટી પર ચૌસઠ યોગિની મંદિર : ચૌસઠ યોગિની મંદિર મુરૈના જિલ્લાના મિતૌલી ગામમાં આવેલું છે. વિક્રમ સંવત 1383 નું વર્ષ દર્શાવતા એક દ્વારા જાણાય છે કે, આ મંદિર કચ્છપઘટ રાજા દેવપાલ દ્વારા બનવડાવાયું હતું. એવું કહેવાય છે કે આ મંદિરનો ઉપયોગ જ્યોતિષવિદ્યા અને ગણિતનું શિક્ષણ આપવા માટે થતો હતો.

ભારતિય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ મંદિરને પ્રાચીન ઐતિહાસીક સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યુ છે. એવું માનવામાં આવે છે કે ભારતના સંસદ ભવનનું નિર્માણ પણ આ શૈલીમાં જ કરાયુ છે.

આ મંદિરમાં વિધાર્થીઓને જયોતિષ, ગણિત અને સોલાર ગણતરી શિખવવામાં આવતી હતી. રાજવંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલા આ મંદિરને ૧૦૧ થાંભલાઓ અને ૬૪ ઓરડાઓ છે. આ દરેક ઓરડામાં એક એક શિવલિંગ છે. મંદિરના મુખ્ય પરિસરમાં પણ એક મોટું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દરેક ઓરડામાં શિવલિંગની સાથે દેવી યોગિનીદેવી મૂર્તિ પણ રાખવામાં આવતી હતી પરંતુ તે હવે દિલ્હીના એક મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે.

ચોસઠ યોગિનીની મૂર્તિઓના આધારે જ આ મંદિરનું નામ પડયું હોવું જોઇએ. સદીઓ જુનું આ મંદિર તાંત્રિકોને ખૂબજ આકર્ષે છે. કથા વર્ણનોના આધારે આ મંદિરના પ્રાચિન ઇતિહાસ પર દ્વષ્ટીપાત કરીએ તો ચોસઠ યોગિની મંદિરને પહેલા તાંત્રિક વિશ્વ વિધાલય પણ ગણવામાં આવતું હતું. આ મંદિર તાંત્રિકોમાં પ્રિય હોવાથી કર્મકાંડ માટે અડધી રાત્રે આવવાનું પસંદ કરે છે.

સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ”. (અમર કથાઓ ગ્રુપ)