‘ચતુર ખેડૂત’ બકરી, ઘાસ અને સિંહને સુરક્ષિત ખેડૂતે નાનકડી નાવડીમાં કેવી રીતે કરી નદી પાર.

0
1207

બાળપણમાં કે હમણાં પણ તમે એક ઉખાણો જરૂર સાંભળ્યો હશે કે એક ખેડૂત હોય છે અને તેની પાસે એક બકરી, ઘાસનું પોટલું અને સિંહ હોય છે. ખેડૂતને નદી પાર કરવી હોય પરંતુ તેની પાસે એવી નાવડી હોય છે કે તે પોતાની સાથે કોઈપણ એક જ વસ્તુ લઇ જઈ શકે છે.

જો ઘાસને લઇ જાય તો સિંહ બકરીને ખાઈ જાય અને સિંહ ને લઇ જાય, તો બકરી ઘાસને ખાઈ જાય અને જો બકરીને લઇ જાય અને નદી પાર કર્યા પછી ઘાસ કે સિંહ જ બાકી હોય અને બંને માંથી કોઈને પણ પાર કરે તો ત્રીજી વખત કોઈ વસ્તુ લેવા જાય તો ખેડૂતને એક વસ્તુ તો ગુમાવવી જ પડશે કારણ કે ઘાસ લઇ જાય તો સિંહને લેવા જશે, તો બકરી ઘાસ ખાઈ જાય અને સિંહને પાર કરાવશે, તો ઘાસ લેવા ખેડૂત જશે તો સિંહ બકરીને ખાઈ જશે. શું તમારી પાસે આનો જવાબ છે?

જો તમે આ ઉખાણાનો જવાબ જાણતા હોય કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમે હજુ પણ વિચારી રહ્યા છો, તો આ સ્ટોરી પરથી તમને જરૂર તમારો જવાબ મળી જશે.

એક વખત એક ખેડૂત એક બકરી, ઘાસનું પોટલું અને એક સિંહને નદી પાર કરાવવાની હતી. તેણે નાવડીથી નદી પાર કરવાની હતી પણ તેની પાસે નાનકડી નાવડી હતી. જેના કારણે તે પોતાની સાથે કોઈ પણ એક વસ્તુને લઈ જઈ શકે છે. સિંહ ને પાર કરાવે તો બીજી બાજુ બકરી ઘાસ ખાઈ જશે અને ઘાસને લઇ જશે તો સિંહ બકરીને ખાઈ જશે.

ખેડૂતે પહેલા વિચાર્યું અને સૌથી પહેલા બકરીને નદી પાર કરાવી દીધી અને પછી સિંહ અને ઘાસ માંથી પહેલા સિંહને લઇ ગયો અને નદી પાર કર્યા પછી તેને બકરીને ફરીથી નાવડીમાં બેસાડી દીધી. નદી પાર કર્યા પછી બકરીને ઉતારી ઘાસનું પોટલું લઇ લીધું અને નદી પાર કરીને સિંહ પાસે ઘાસ મૂકીને ફરીથી બકરીને લેવા ગયો અને આવી રીતે ખેડૂતે એક પણ વસ્તુ ગુમાવ્યા વિના નદી પાર કરી લીધી.

બોધ : જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી છે પણ શાંત મન અને મહેનતથી તમે તેનું નિવારણ જરૂર લાવી શકો છો.