આ હોળી-ધૂળેટી પર જન્મ તારીખ અનુસાર પસંદ કરો રંગ, સૌભાગ્યમાં થશે વૃદ્ધિ.

0
869

જો મૂળાંકના આધારે રંગો પસંદ કરવામાં આવે તો થાય છે લાભ, જાણો તમારા માટે કયો રંગ રહેશે શુભ.

જ્યોતિષની જેમ અંક શાસ્ત્રનું પણ વ્યક્તિના જીવનમાં મહત્વનું સ્થાન હોય છે. અંક શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની જન્મ તારીખના આધારે તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. અંકો અને રંગોનો પણ વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ પડે છે. રંગોનો તહેવાર હોળી-ધુળેટી પણ નજીક આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રંગોની પસંદગી તેના શુભ અંકો પ્રમાણે કરવામાં આવે તો તેનાથી સૌભાગ્ય વધે છે. દરેક રંગ મૂળાંક સાથે સંકળાયેલ હોય છે. ચાલો તેના વિશે જાણીએ.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

મૂળાંક 1 : મૂળાંક 1 એ સૂર્યનો અંક છે. સૂર્યનું પહેલું કિરણ સોનેરી હોય છે. આ મૂળાંક વાળા માટે લાલ શુભ રંગ હોય છે.

મૂળાંક 2 : ચંદ્રનો અંક 2 છે. તમામ પ્રકારના જળ રંગ ચંદ્રની શુભતામાં મદદરૂપ થાય છે. ચંદ્ર-પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ દરેક સાથે સમાનતા અને મિત્રતા જાળવી રાખે છે. 2 અંક ધરાવતા લોકો માટે સફેદ રંગ શ્રેષ્ઠ છે.

મૂળાંક 3 : મૂળાંક 3 દેવગુરુ બૃહસ્પતિનો રંગ છે. ગુરુનું વર્ચસ્વ ધરાવતા લોકો માટે પીળો અને કેસરી રંગ શુભ છે. તેમજ લાલ અને ક્રીમ કલર પણ અંક 3 ને સપોર્ટ કરે છે.

મૂળાંક 4 : અંક 4 રાહુનો અંક છે. આ અંક ગ્રે કલરને સપોર્ટ કરે છે. આ સાથે જ કેતુનો રંગ મેલો, દલદલવાળો અને રાખોડી પણ અંક 4 માટે લકી માનવામાં આવે છે.

મૂળાંક 5 : અંક શાસ્ત્ર અનુસાર, મૂળાંક 5 નો સંબંધ બુધ સાથે છે. બુધનો રંગ ઘેરો લીલો હોય છે. ઘેરા લીલા રંગનો ઉપયોગ કરીને, મૂળાંક 5 ના લોકો તેમના ભાગ્યને વધુ મજબૂત બનાવી શકે છે.

મૂળાંક 6 : મૂળાંક 6 શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. ક્રીમ અને ચમકદાર રંગો શુક્રના રંગો છે. આવા લોકો માટે હર્બલ કલર પણ લકી માનવામાં આવે છે.

મૂળાંક 7 : અંક 7 નો ગ્રહ કેતુ છે. આ મૂળાંકના લોકો તર્કસંગત અને આધુનિક હોય છે. આવા લોકોએ મેટાલિક કલરનો ઉપયોગ કરવો જોઈએ.

મૂળાંક 8 : મૂળાંક 8 નો સંબંધ શનિ ગ્રહ સાથે છે. શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી ધૂળેટી પર વાદળી અથવા કાળો રંગ પસંદ કરો.

મૂળાંક 9 : મૂળાંક 9 મંગળ સાથે સંબંધિત છે. આ અંક લાલ રંગને સપોર્ટ કરે છે. લાલ રંગનો વધુને વધુ ઉપયોગ કરવાથી લોકોને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.