રંગ-રૂપ વધારે મહત્વના કે ગુણ? રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને આચાર્ય ચાણક્યના પ્રસંગ પરથી જાણો જવાબ.

0
283

આચાર્ય ચાણક્ય અને રાજા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંબંધિત એક કિસ્સો છે. એક દિવસ આચાર્ય ચાણક્ય રાજા ચંદ્રગુપ્ત અને રાણી સાથે વાત કરી રહ્યા હતા. આ વાતચીતમાં રાજા ચંદ્રગુપ્તે આચાર્ય ચાણક્યને કહ્યું કે તમારો રંગ કાળો છે, તમે દૂરથી જ કદરૂપા જ દેખાવ છો. તમે ગુણવાન તો છો જ અને જો તમે સુંદર પણ હોત તો ઘણું સારું થાત.

રાણીને રાજાની આ વાત ગમી નહિ. આથી રાણીએ કહ્યું કે સુંદરતા કરતાં ગુણો વધુ મહત્વના હોય છે.

પછી રાજા ચંદ્રગુપ્તે કહ્યું કે – ઠીક છે, તમે એક ઉદાહરણ આપીને આ વાત સાબિત કરો.

તે સમયે રાજાએ આચાર્ય ચાણક્ય પાસે પીવા માટે પાણી માંગ્યું. ત્યારે આચાર્ય ચાણક્ય બે ગ્લાસ લઈને આવ્યા. આચાર્ય ચાણક્યએ કહ્યું કે આ બે ગ્લાસમાંથી પહેલા ગ્લાસમાં સોનાના સુંદર વાસણમાં રહેલું પાણી છે. અને બીજા ગ્લાસમાં કાળી માટીના વાસણમાં રહેલું પાણી છે. હવે મને કહો કે તમને કયા વાસણમાં રહેલું પાણી વધુ ગમ્યું?

રાજાએ તરત જ કહ્યું કે માટીના વાસણનું રહેલા પાણીનો સ્વાદ વધુ સારો છે.

પછી આચાર્ય ચાણક્યએ કહ્યું કે મહારાજનું રૂપ-રંગ, સુંદરતા સોનાના ઘડા સમાન છે અને ગુણો માટીના ઘડા સમાન છે. ગુણોથી સંતોષ મળે છે અને સોનાના ઘડા જેવી સુંદરતા ગુણો સામે તુચ્છ બની જાય છે.

જીવન વ્યવસ્થાપન : આ કથામાં ચાણક્યએ ગુણોનું મહત્વ સમજાવ્યું છે. ચાણક્યએ સંદેશ આપ્યો છે કે આપણે ક્યારેય કોઈના દેખાવની મજાક ન ઉડાવી જોઈએ. કોઈની સુંદરતા જોઈને તે વ્યક્તિથી વધારે પ્રભાવિત ન થવું જોઈએ. ગુણોને મહત્વ આપો, સુંદરતાને નહીં.