ઘરની આ દિશામાંથી કાળી કીડીઓનું આવવું માનવામાં આવે છે શુભ, થાય છે જબરજસ્ત ધનલાભ.

0
134

કાળી કીડીઓનું ઘરમાં આગમન આપે છે આ શુભ સંકેત, જાણો તે કઈ દિશામાંથી આવે તો થાય છે લાભ.

તમે ઘણીવાર ઘરમાં કીડીઓ જોતા હશો. કેટલાક લોકો કીડીનું દેખાવું શુભ નથી માનતા. જો કે ઘરમાં કાળી કીડીઓનું આવવું શુભ માનવામાં આવે છે. એ પણ જો કોઈ ચોક્કસ દિશામાંથી આવે ત્યારે.

લોકોના ઘરમાં નાની, મોટી, કાળી અને લાલ કીડીઓ વારંવાર જોવા મળે છે. કેટલાક લોકો તેને ધ્યાન બહાર કરી દે છે, તો કેટલાક લોકો તે જગ્યાની સાફ સફાઈ કરવા લાગે છે. જો કે, જો ઘરમાં કાળી કીડીઓ કોઈ ખાસ દિશામાંથી આવતી હોય તો તે શુભ માનવામાં આવે છે. તેમનું આગમન ઘરમાં સારા સમાચાર લઈને આવે છે. એવામાં જરૂરી એ છે કે કીડીઓના આ સંકેત સમજવામાં આવે. આજે આપણે કીડીઓ સાથે જોડાયેલા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવીશું.

શુભ સમાચાર :

જો ઘરમાં પૂર્વ દિશામાંથી કાળી કીડીઓ આવતી જોવા મળે, તો સમજી લેવું કે કોઈ સારા સમાચાર મળવાના છે. બીજી બાજુ, જો કાળી કીડીઓ પશ્ચિમ બાજુથી ઘરમાં પ્રવેશ કરે છે, તો તેનો અર્થ મુસાફરી સાથે જોડાયેલો હોય છે. આનો અર્થ એ છે કે તમે ઝડપી જ ક્યાંક મુસાફરી કરી શકો છો.

ધન લાભ :

જો ઉત્તર દિશામાંથી કાળી કીડીઓ ઘરમાં પ્રવેશતી જોવા મળે તો સમજી લેવું કે ધનલાભ થવાનો છે અને આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. બીજી તરફ દક્ષિણ દિશામાંથી કાળી કીડીઓનું આગમન શુભ સંકેતો આપે છે.

આર્થિક સ્થિતિ :

ઘરમાં જ્યાં સોનું રાખવામાં આવ્યું છે ત્યાં જો કાળી કીડીઓ જોવા મળે તો તેનો અર્થ છે કે તમને જલ્દી નવા ઘરેણાં મળી શકે છે. બીજી તરફ, ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓનું બહાર નીકળવું એ આર્થિક સ્થિતિના મજબૂત થવાનો સંકેત આપે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.