ભારતનું રહસ્યમયી મંદિર જ્યાં ભગવાન શિવના શ્રાપે 1 કરોડ દેવી-દેવતાઓને બનાવી દીધા હતા પથ્થર.

0
718

જાણો ભારતના એક એવા મંદિર વિષે જેના રહસ્યો આજે પણ ઉકેલી શકાયા નથી.

ભારતમાં કરોડોની સંખ્યામાં મંદિર છે, પણ શું તમે કોઈ એવા મંદિર વિષે સાંભળ્યું છે જ્યાં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ છે? જો નથી સાંભળ્યું તો આવો આજે તેના વિષે જાણીએ.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ત્રિપુરાની રાજધાની અગરતલાની પાસે છે. આ મંદિરનું નામ ઉનાકોટી છે. આ મંદિરનું એક રહસ્ય આજે પણ વૈજ્ઞાનિકો ઉકેલી નથી શક્યા કે મંદિરમાં એક કરોડમાં એક મૂર્તિ ઓછી કેમ છે? મૂર્તિઓની રહસ્યમયી સંખ્યાને કારણે જ તેનું નામ ઉનાકોટી પડ્યું છે. તેનો અર્થ થાય છે એક કરોડમાં એક ઓછું.

નથી ઉકેલી શક્યા 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય : આ મંદિર ઘણું વિશેષ છે. ઉનાકોટી મંદિર અગરતલાથી લગભગ 145 કી.મી. દુર આવેલું છે. આજ સુધી આ 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓનું રહસ્ય કોઈ ઉકેલી નથી શક્યા. આજ સુધી એ પણ જાણી નથી શક્યા કે, આ મૂર્તિઓ કોણે અને કેમ બનાવી છે? તે ઉપરાંત એ પણ નથી જાણી શક્યા કે આ મૂર્તિઓ ક્યારે બનાવવામાં આવી છે.

ભોલેનાથે આપ્યો હતો શ્રાપ : આ મંદિરને લઈને લોકોના મુખેથી ઘણી પૌરાણીક કથાઓ સાંભળવા મળે છે. મંદિરમાં પથ્થરોને કાપીને મૂર્તિઓ કંડારવામાં આવી છે. પૌરાણીક કથા મુજબ, એક વખત ભગવાન શંકર સહીત એક કરોડ દેવી દેવતા એક સાથે ક્યાંક જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત થવાને કારણે જ બધા ઉનાકોટીમાં વિશ્રામ કરવા લાગ્યા.

શંકર ભગવાને તમામ દેવી દેવતાઓને એવું જણાવ્યું હતું કે, સૂર્યોદય પહેલા આ સ્થળ છોડી દેવું પડશે. પણ સૂર્યોદય વખતે માત્ર ભગવાન શિવ જ જાગી શક્યા અને બીજા બધા દેવી દેવતા સુતા રહ્યા. તે જોઈ ભગવાન શિવ ગુસ્સે થઇ ગયા અને તેમણે શ્રાપ આપીને બઘા દેવી દેવતાઓને પથ્થર બનાવી દીધા. (આ લોકવાયકા છે, તેની પુષ્ટિ થઈ નથી.)

એક રાતમાં એક કરોડ મૂર્તિ ન બનાવી શક્યા હતા શિલ્પકાર : આ મંદિરને લઈએ અન્ય એક પૌરાણીક કથા સાંભળવા મળે છે જે આ મુજબ છે. કાળુ નામનો એક શિલ્પકાર ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત જવાની ઈચ્છા ધરાવતો હતો. શિલ્પકારની જિદ્દને કારણે જ શંકર ભગવાને તેને એક રાતમાં એક કરોડ દેવી દેવતાઓની મૂર્તિ બનાવવાનું કહ્યું હતું. શિલ્પકાર એક રાતમાં મૂર્તિઓ બનાવી રહ્યો હતો પણ સવારે ગણતરીમાં એક મૂર્તિ ઓછી નીકળી. તે કારણે ભગવાન શિવ તે શિલ્પકારને તેમની સાથે ન લઇ ગયા. (આ લોકવાયકા છે, તેની પુષ્ટિ થઈ નથી.)

ચારે તરફ છે ગાઢ જંગલ : ઉનાકોટી મંદિર એક પર્વતીય વિસ્તાર ઉપર આવેલું છે. તેની ચારે તરફ ગાઢ જંગલ છે. આ દલદલ વાળો વિસ્તાર છે. આજ સુધી એ જાણી નથી શકાયું કે, જંગલની વચ્ચે લાખો મૂર્તિઓનું નિર્માણ કેવી રીતે થઇ ગયું? જો આટલી બધી મૂર્તિઓ બનાવવી હોય તો તેમાં વર્ષો લાગી જાય. તે ઉપરાંત અહિયાં આસપાસ દલદલ હોવાને કારણે કોઈ અહીં રહેતા પણ ન હતા.

મિત્રો, આજ સુધી આ મંદિરના રહસ્યો ઉકેલી શકાયા નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.