શું રાત્રે નખ કાપવાથી ગરીબી આવે છે, જાણો તેની પાછળના વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો.

0
215

ઘરના વડીલો શા માટે રાત્રે નખ કાપવાની ના પાડે છે, સમજો તેની પાછળ છુપાયેલો મર્મ.

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાત્રે નખ ન કાપવા જોઈએ. રાત્રે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. આવી માન્યતા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો જવાબદાર છે.

હિંદુ ધર્મ, વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. સાથે જ કેટલાક કામો ચોક્કસ સમયે ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન ન કરવાથી અશુભ પરિણામ મળે છે. આવું જ એક કામ છે રાત્રે નખ કાપવાનું. ઘણીવાર ઘરના વડીલો, મહિલાઓ રાત્રે નખ કાપવાની ના પાડી દે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી ગરીબી આવે છે.

રાત્રે નખ ન કાપવા પાછળનું વૈજ્ઞાનિક કારણ :

રાત્રે નખ કાપવા પાછળનું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે પહેલાના સમયમાં જ્યારે વીજળી ન હતી ત્યારે રાત્રે નખ કાપવાની મનાઈ હતી. જેથી અંધારાના કારણે નખ કાપતી વખતે કોઈ ઈજા ન થાય.

શું માં લક્ષ્મી નારાજ થાય છે?

બીજી તરફ ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રાત્રે નખ કાપવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે, તેની જમા મૂડી ખતમ થઈ જાય છે, તેના પર દેવાનો બોજ વધે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે તેની પાછળનું કારણ એ છે કે દેવી લક્ષ્મીનું આગમન સાંજના સમયે થાય છે, તેથી સફાઈ સંબંધિત તમામ કામ તે પહેલા જ કરી લેવા જોઈએ. પછી વાત ઘરની બહારની સ્વચ્છતાની હોય કે વ્યક્તિગત સ્વચ્છતાની. આથી સાંજ પહેલા નખ અને વાળ કાપવા જેવા કામ કરી લેવા જોઈએ.

આ કામ સાંજે કરો :

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પહેલા ઘરની સફાઈ કરવી જોઈએ. દરરોજ સાંજે પૂજા કરવી જોઈએ. મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. દેવ-દેવતાઓની આરતી કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.