ગઢપુરમાં આવેલો દાદા ખાચરનો દરબાર, જ્યાં અનેક ભજન-કીર્તનો તથા ધર્મ શાસ્ત્રોની રચના થઇ છે.

0
641

ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરની પાછડ દાદા ખાચરનો દરબાર આવેલો છે. સ્વામિનારાયણ ભગવાન પોતાનું ધર માની દાદા ખાચરના દરબારમાં રહ્યા હતા, સ્વામિનારાયણ ભગવાન ઓગણ ત્રીસ વર્ષ સુધી દાદા ખાચરના દરબારમાં રહ્યા હતા, આ દાદાના દરબારમાં શ્રીજી મહારાજે અનેક લીલાઓ કરી છે, અનેક સમૈયા – ઉત્સવ કરેલા છે.

આ દાદાના દરબારમાં ધર્મના અનેક પ્રશ્ન ઉત્તર થયેલા છે, પાનસો પાનસો પરમ હંસ દાદાના દરબારમાં અનેક વાર બિરાજમાન થયેલ છે. સ્વામિનારાયણ ભગવાનની યાદ કરાવતું જો કોઈ શ્રેષ્ટ સ્થાન હોય તો તે છે દાદાનો દરબાર. આ દાદાનો દરબાર ૨૦૦ વર્ષ પહેલા ભગવાન હતા તે સમયે જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં છે, તેમાં કોઈ ફાર ફરક કરવામાં આવ્યો નથી. ભગવાન હતા તે સમયની ઓરીજનલ સ્થિતિમાં આજે દાદાના દરબારના ગઢપુરમાં દર્શન થાય છે.

શ્રીજી મહારાજ પ્રથમ વાર જ ગઢપુરમાં પધાર્યા, બે ત્રણ દિવસ રોકાઈ શ્રીજી મહારાજે વિદાય માગી હવે અમે જઈએ. પણ એભલ ખાચરને ભગવાન પ્રત્યે ખુબ હેત ઉભરાયું હતું. ત્યારે એભલ ખાચરે ચોખ્ખી મનાઈ કરી દીધી, હું તમને અહિયાં મારા ધરે થી દુર નહિ જવા દવ, હું તમને મારા ધરે જ રાખીશ, તમારે અહિયાથી અમને મેલી જવું હોય તો અમારી ચિ તાઓમાં આ ગ લગાવીને જાવ, એવી એભલ ખાચરની વિનંતી ભરી વાત સાંભળી શ્રીજી મહારાજ જે અનંત બ્રમાંડનો ધણી તે જે કોઈ જગ્યાએ રોકાતા ના હતા, જે વર્ણીવેશે હતા તે સમયે બીજી રાત એક જાડ નીચે ફરી રોકાતા ના હતા, તે પૂર્ણ પુરુષોત્તમ એક ભક્તનો ભાવ જોઈ ગઢપુરમાં એભલ ખાચરના દરબારમાં રોકાઈ ગયા છે.

એભલ ખાચરની પ્રીત જોય શ્રીજી મહારાજ તેના વશ થયા, તે સમયે એભલ ખાચરના પુત્ર દાદા ખાચરની ઉમર નાની હતી. આ દાદાના દરબારની ધરતી ખુબ પાવનકારી છે, તેના જેટલા ગુણ ગાન ગાવી તેટલા ઓછા પડે, ધન્ય છે એભલ ખાચરનો પરિવાર, ધન્ય છે એભલ ખાચરને, ધન્ય છે તે ધરતીને, જ્યાં એભલ ખાચરના ધરે જયા, લલીતા, પંચાલી જેવી જગદંબા સમાન ત્રણ દીકરીઓ પ્રગટી. દાદા ખાચર જેવું એક રત્ન પ્રગટ્યું, તે ધરતી ગુણકારી છે. મોક્ષભાગી જીવાત્માએ જીવનમાં દાદા ખાચરના દરબારના દર્શન એક વાર અવશ્ય કરવા જોઈએ. તે પવિત્ર ધરતીને વારમ વાર દંડવટ વંદન કરવા જોઈએ.

દાદાના દરબારમાં મધ્ય ભાગમાં શોભતું લીબ તરુનું વૃક્ષ છે. એક વિઠ્ઠલાનંદ નામના સાધુએ ભવિષ્ય વાણી ઉચ્છારી હતી, આ લીબ તરુનો છોડ કોઈ મુમુક્ષ આત્મા છે, એક દિવસ આ લીબ તરુના વૃક્ષ નીચે પૂર્ણ પુરષોત્તમ ભગવાન બીરાજમાન થશે. આ લીબડાનો રોપ દરબારના મધ્યમાં એભલ ખાચરે રોપ્યો હતો. વિઠ્ઠલાનંદની વાણી એક દિવસ પ્રભુ પધારતા સત્ય થઇ.

આ દાદાના દરબારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભજન-કીર્તનો તથા ધર્મ શાસ્ત્રોની રચના થઇ છે. દાદાના દરબારમાં અનેક ભક્તોની પરીક્ષાઓ થઇ છે. દાદાના દરબારમાં શ્રીજી મહારાજે અનેક પરસાઓ બતાવ્યા છે, અનેક લીલાઓ કરી છે. દાદા ખાચરના દરબારમાં અનેક વાર કથાઓ થઇ છે. ભગવાન હતા તે સમયમાં હતો એની એજ સ્થિતિમાં આજે દાદાનો દરબાર જોવા મળે છે, તેમાં કોઈ ફાર ફરક કરવામાં આવ્યો નથી, જે પુણ્ય શાળી આત્મા હોય તેને દાદા ખાચરના દરબારના દર્શન નો લહાવો મળે છે…

– પ્રજાપતિ તુષાર “ઝાકળ” vick (અમર કથાઓ ગ્રુપ)