દાદા ને આંગણ આંબલો, આંબલો ગોળ ગંભીર,
એક રે પાન અમે ચૂંટિયું, દાદા નવ દેશો તમે ગાળ,
અમે તે લીલુડાં વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો….
દાદા ને વ્હાલા એના દીકરા,
દીકરી દીધી રે પરદેશ,
મૈયરના ખોળા બેનીએ વિસારી દીધાં,
સાસરની વાટ્યું વ્હાલી કીધી જો…
– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)