દક્ષ પ્રજાપતિએ ત્રણ હજાર વર્ષ સુધી કર્યું તપ ત્યારે સતી તેમના ઘરે અવતર્યા, વાંચો કથા.

0
1102

દક્ષે કરેલ દેવીની આરાધના :

બ્રહ્માજી બોલ્યા : હે નારદ! દક્ષે મારા આદેશાનુસાર ત્રણ હજાર વર્ષ સુધી તપ કર્યું, ત્યારે જગદંબાએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ભગવતી શિવ દક્ષના મનોરથોને પહેલાથી જ જાણતા હતા. તેમણે દક્ષને વરદાન મંગાવાનું કહ્યું તો દક્ષે કહ્યું : “પૂર્ણવતાર ભગવાને રૂદ્રનો અવતાર લીધો છે. તમારો હમણાં સુધી અવતાર થયો નથી ત્યારે કહો શિવજીની પત્ની કોણ બનશે? તમે એમને મોહિત કરીને તેમની પત્ની બનો.”

ત્યારે જગદંબાએ દક્ષને વરદાન આપ્યું : “હું તમારી પત્નીના ગર્ભથી તમારા ત્યાં પુત્રી રૂપમાં ઉત્પન્ન થઈશ અને કઠિન તપ દ્વારા શિવની પત્ની બનીશ.” આવું કહી ભગવતી અંતર્ધાન થઈ ગયાં અને દક્ષ ખૂબ પ્રસન્ન થયા.

બ્રહ્મા બોલ્યા : ત્યારે દક્ષે ઘણી બધી માનસી સૃષ્ટિ કરી, પરંતુ તેનો વિકાસ ન થયો અને મને પૂછ્યું તો મેં તેમને ઉપાય બતાવ્યો. ત્યારે દક્ષે પંચજનના અંગથી ઉત્પન્ન કન્યા વિરણીને પોતાની પત્ની બનાવી અને તેમણે મૈ-થુ-ન-ધ-ર્મ સ્વીકાર કર્યો. વિરણીથી હર્ષસ્વ નામવાળા દસ હજાર પુત્ર ઉત્પન્ન કર્યા. એમણે એમને સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે કહ્યું : પરંતુ તેઓ તારા (નારદના) ઉપદેશથી પ્રવૃતિ છોડીને નિવૃત્તિના ઉપાસક બની ગયા.

પછી દક્ષના પંચજન્યાથી સબલાશ્વ નામના હજારો પુત્ર ઉત્પન્ન થયા, તે પણ તપમાં લીન થઈ ગયા. તેનાથી દક્ષને ખૂબ જ દુઃખ થયું અને તને શાપ આપ્યો કે ‘તું પૃથ્વી પર સ્થિર નહિ રહી શકે.’ હે મુનિ! તમે સાધુસ્વભાવથી એ શાપનો સ્વીકાર કરી લીધો.

બ્રહ્માજી બોલ્યા : તે પછી દક્ષે પોતાની પત્નીના ગર્ભથી સાઠ કન્યાઓને ઉત્પન્ન કરી અને ફરી સ્વસ્થ ચિત્ત થઈ તેમનો વિવાહ કર્યો. એમાંથી દસ ધર્મને, તેર કશ્યપને, બે-બે ભૂતાંગિરસ અને કૃશાશ્વને, બાકી ગરુડને આપી દીધી. તેમનાં સંતાનોથી ત્રણે લોક ભરાઈ ગયા.

દક્ષે પાછી દેવીની આરાધના કરી, ત્યારે તે બાળકનું રૂપ ધારણ કરી માતાની પાસે જઈને બેઠી અને રુદન કરવા લાગી, તો તેમનું રુદન સાંભળીને અનેક સ્ત્રીઓ અને દાસીઓ ત્યાં આવી ગઈ. બધા નગરવાસી જય જયકાર કરવા લાગ્યા તથા સંસ્કાર આદિ કર્યા. દક્ષે તેમનું નામ ‘ઉમા’ રાખ્યું. વિરણીની માતાએ એને સ્ત-ન-પા-ન કરાવ્યું. આ રીતે ખૂબ લાડકોડથી તે દક્ષકન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી.