દક્ષ પ્રજાપતિએ બધાની સામે કર્યું શિવજીનું અપમાન, નંદીશ્વરને આવ્યો ગુસ્સો પછી જે થયું તે સમજવા જેવું છે   

0
129

પ્રજાપતિ દક્ષ અને શિવ સાથે જોડાયેલી એક ઘટના છે. દક્ષ દેવતાઓના મહાન નેતા હતા. બધા તેમને માન આપતા હતા. એક દિવસ એક યજ્ઞમાં મોટા – મોટા ઋષિમુનિઓ અને દેવતાઓએ હાજરી આપી.

યજ્ઞ સભામાં બધા બેઠા હતા. તે સમયે દક્ષ પ્રજાપતિ યજ્ઞ સભામાં પ્રવેશ્યા. તેમનું વ્યક્તિત્વ પ્રતિષ્ઠિત હતું. દક્ષના સન્માનમાં બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઇ ગયા. પોતાનું માન-સન્માન જોઈને દક્ષનો અહંકાર જાગી ગયો.

દક્ષે સભામાં એ ના જોયું કે તેમના સન્માનમાં કોણ કોણ ઉભું થયું છે, તેમણે જોયું કે કોણ ઉભું નથી થયું. તે સમયે શિવજી આંખો બંધ કરીને બેઠા હતા અને ધ્યાન કરી રહ્યા હતા.

શિવને બેઠેલા જોઈને દક્ષે વિચાર્યું કે, તે મારા જમાઈ છે, મારા પુત્રની જેમ છે, તે મારા માનમાં ઊભા નથી થયા. બ્રહ્માજીના કહેવાથી મેં મારી પુત્રીના લગ્ન આ વ્યક્તિ સાથે કરાવ્યા, જેનું સ્વરૂપ ખરાબ છે. આટલું વિચાર્યા પછી દક્ષે ગુસ્સામાં શિવજીને ખરું ખોટું કહેવાનું શરુ કર્યું.

દક્ષની વાત સાંભળીને પણ શિવજી ચૂપ બેઠા હતા, પરંતુ શિવનું અપમાન થતું જોઈને નંદીશ્વરે દક્ષને શ્રાપ આપ્યો. નંદીશ્વરને ક્રોધિત જોઈને ભૃગુ ઋષિએ નંદીને શ્રાપ આપ્યો. આ પછી આખી યજ્ઞ સભામાં બધાએ એકબીજાને શ્રાપ આપ્યો. શુભ કાર્યક્રમ સંપૂર્ણપણે બગડી ગયો. એ પછી શિવજી પોતાના ગણો સાથે ત્યાંથી ચાલ્યા ગયા.

પાઠ : ઘમંડ કોઈપણ સારા કામને બગાડે છે. શિવે પોતાના ક્રોધને કાબૂમાં રાખ્યો હતો, પરંતુ દક્ષે પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખ્યો. પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માનને કારણે મોટા ભાગના લોકો અહંકારી બની જાય છે. અહંકારીને શબ્દોનું ધ્યાન હોતું નથી. અને ખોટી વાણીને કારણે બધા કામ અને સંબંધો બગડી જાય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.