જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.
અંક રાશિફળ – જન્મ અંક 01 :
તમને ઘરે આરામ કરવાનો મોકો મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ રહેશે, પરંતુ પ્રેમ જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. પ્રેમ સંબંધમાં મન ચંચળ રહેશે, તેથી સબંધો કાળજીપૂર્વક બનાવો.
લકી નંબર – 15
લકી કલર – સફેદ
અંક રાશિફળ – જન્મ અંક 02 :
તમારા વ્યક્તિત્વમાં અદભૂત આકર્ષણ જોવા મળશે. યુવાનો માટે આજનો દિવસ શાનદાર રહેવાનો છે. અનેક કાર્યક્રમો કરવામાં આવશે. નવા અને જૂના મિત્રો સાથે આજે ખૂબ જ મજા આવશે. આજે તમારે તમારા લવ પાર્ટનર પર વિશ્વાસ કરવાની જરૂર છે. કોઈપણ પ્રકારની ગેરસમજ થવા દો નહીં.
લકી નંબર – 35
લકી કલર – ઘેરો લાલ
અંક રાશિફળ – જન્મ અંક 03 :
સમય તમારી કસોટી કરી શકે છે, તેના માટે તૈયાર રહો. બિનજરૂરી જોડાણો ન કરો. તેમજ ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. ઉચ્ચ શિક્ષણ માટે અનુકૂળ સમય ટૂંક સમયમાં આવી રહ્યો છે. આજે તમને વેપારમાં લાભ થશે.
લકી નંબર – 31
લકી કલર – જાંબલી
અંક રાશિફળ – જન્મ અંક 04 :
લવ લાઈફમાં ત્રીજા વ્યક્તિના આગમનથી સંબંધોમાં તિરાડ આવી શકે છે. બુદ્ધિમત્તાની મદદથી આજે તમે ઓફિસમાં બોસનું મન જીતી લેશો. ગર્લફ્રેન્ડ સાથે આજનો સમય સારો પસાર થશે. પૈસાની લેવડ-દેવડ માટે આજનો દિવસ યોગ્ય છે. વધુ પડતા આત્મવિશ્વાસના કારણે તમે પરેશાન થઈ શકો છો.
લકી નંબર – 26
લકી કલર – લેમન
અંક રાશિફળ – જન્મ અંક 05 :
તમને મિશ્ર પરિણામો મળશે. કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આજે કોઈ નવું કામ શરૂ ન કરો કારણ કે આજે તમે તણાવમાં રહેશો. તમારા રહેઠાણ કે નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે તમારે પરિવાર તરફ પણ ધ્યાન આપવું જોઈએ. ગેસ કે ત્વચાની સમસ્યા થઈ શકે છે.
લકી નંબર – 15
લકી કલર – નારંગી
અંક રાશિફળ – જન્મ અંક 06 :
યાત્રા સારા પરિણામ આપશે. પ્રમોશન મળી શકે છે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે. આજે શોપિંગ કરવાનું મન થશે, પરંતુ ખર્ચ પર ધ્યાન રાખવું જરૂરી છે.
લકી નંબર – 17
લકી કલર – પીળો
અંક રાશિફળ – જન્મ અંક 07 :
ખુશ રહેવાની તકો મળશે. લવ પાર્ટનર તમારા મનને સમજશે. દામ્પત્ય જીવનમાં પણ શાંતિ રહેશે. ધ્યાન રાખો કે આવી વાત ન બોલો, જેનાથી તમારા જીવનસાથી અથવા પ્રિયજનને દુઃખ થાય.
લકી નંબર – 10
લકી કલર – ગુલાબી
અંક રાશિફળ – જન્મ અંક 08 :
પરિવારમાં કોઈ પ્રકારની પરેશાની થઈ શકે છે. ઉત્તેજિત થશો નહીં. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે, તેથી શાંતિથી કામ કરો. મિત્રો સાથે સારો સમય પસાર થશે. આજે કેટલીક ઘટનાઓ અચાનક બની શકે છે.
લકી નંબર – 6
લકી કલર – લાલ
અંક રાશિફળ – જન્મ અંક 09 :
કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. નવા સંબંધો બની શકે છે. લગ્નના યોગ દેખાય રહ્યા છે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધ બનશે. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે આ યોગ્ય સમય છે.
લકી નંબર – 1
લકી કલર – વાદળી
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.