દરેકે જરૂર કરવી જોઈએ વ્રજ પરિક્રમા, દરેક પગલાં પર મળે છે અશ્વમેધ યજ્ઞનું ફળ.

0
988

પુરાણો અનુસાર જાણો વ્રજ પરિક્રમાનું વિશેષ મહત્વ અને તેના લાભો વિષે. ભારતમાં ઘણા એવા સ્થળો છે, જેની ઓળખ કોઈને કોઈ ભગવાનના જન્મ સ્થળ કે તેની સાથે જોડાયેલી કોઈ ઘટનાના સ્વરૂપમાં કરવામાં આવે છે. આ સ્થળો સાથે જોડાયેલા ઘણી ઘટનાઓ કથાઓ પણ આપણેને સાંભળવા મળે છે, અને સાથે જ લોકોની આસ્થા પણ તે સ્થળમાં ઘણી વધી જાય છે.

એવી જ એક જગ્યા છે વ્રજ ભૂમિ, જેને ભગવાન શ્રીકૃષ્ણ અને તેની શક્તિ રાધા રાણીની લીલા ભૂમિના રૂપમાં ઓળખાય છે. વ્રજ ભૂમિ લગભગ 84 કોસના પરિધીમાં ફેલાયેલું છે, જ્યાં રાધા-કૃષ્ણએ અનેક ચમત્કારીક લીલાઓ કરી છે. વેદ પુરાણોમાં વ્રજની 84 કોસની પરિક્રમાને ઘણું મહત્વ ગણાવ્યું છે, આવો આજે આ લેખમાં તમને વ્રજ ભૂમિ અને 84 કોસ પરિક્રમા સાથે જોડાયેલી થોડી રોચક વાતો જણાવીએ.

વર્ષ આખું ચાલે છે વ્રજ ચોર્યાસી કોસની પરિક્રમા : ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લા ઉપરાંત હરિયાણાના ફરીદાબાદ જીલ્લાના હોડલ તાલુકા અને રાજસ્થાનના ભરતપુર જીલ્લાની ડીગ તાલુકાનો સંપૂર્ણ વિસ્તાર ફળ વ્રજ 84 કોસ અંતર્ગત આવે છે. વ્રજ 84 કોસની પરિક્રમાની અંદર 1300થી વધુ ગામ, 1000 સરોવર, 48 વન, અનેક પર્વત, યમુના ઘાટ અને ઘણા બીજા મહત્વના સ્થળ છે.

આમ તો વ્રજ ચોર્યાસી કોસની પરિક્રમા વર્ષ આખું ચાલતું રહે છે, પરંતુ દિવાળીથી લઈને હોળી સુધી ઋતુની અનુકુળતાને કારણે તે વધુ પ્રમાણમાં ચાલે છે. આ પરિક્રમા વૃંદાવનમાં યમુના પૂજાથી શરુ થાય છે. વ્રજ ચોર્યાસી કોસની પરિક્રમા લગભગ 268 કી.મી. એટલે 168 માઈલની હોય છે, જે પૂરી કરવામાં લગભગ 20 થી 45 દિવસનો સમય લાગે છે. તે દરમિયાન તીર્થયાત્રી ઘણી શ્રદ્ધા સાથે ભજન ગાય છે, કીર્તન કરે અને વ્રજના મુખ્ય મંદિરો અને દર્શનીય સ્થળોના દર્શન કરતા સમગ્ર વ્રજની પરિક્રમા કરે છે.

દરેક ડગલે મળે છે અશ્વમેઘ યંગનું ફળ : પુરાણોમાં પણ વ્રજ ચોર્યાસી કોસની પરિક્રમાનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે, વ્રજ ચોર્યાસી કોસની પરિક્રમા કરવાથી એક એક ડગલે જન્મો જન્મના પાપ નષ્ટ થઇ જાય છે. તે પણ કહેવામાં આવ્યું છે, આ પરિક્રમા લાખ યોનીઓના સંકટને હરી લે છે. શાસ્ત્રો મુજબ આ પરિક્રમા કરવા વાળાને દરેક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સાથે જ વ્યક્તિને નિશ્ચિત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

યશોદા અને નંદ બાબાએ કરી હતી શરુઆત : ગર્ગ સંહિતામાં એ જણાવવામાં આવ્યું છે, કે એક વખત નંદ બાબા અને યશોદા મૈયાએ ભગવાન શ્રીકૃષ્ણ સામે ચારે ધામોની યાત્રા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું તમે આ વૃદ્ધા અવસ્થામાં ક્યાં ક્યાં જશો. હું ચારે ધામોને વ્રજમાં જ બોલાવી લઉં છું. ભગવાન શ્રીકૃષ્ણનું આટલું કહેતા જ ચારે ધામ વ્રજમાં આવીને બિરાજમાન થઇ ગયા. ત્યાર પછી યશોદા મૈયા અને નંદ બાબાએ તેની પરિક્રમા કરી. ત્યારથી વ્રજમાં ચોર્યાસી કોસની પરિક્રમાની શરુઆત માનવામાં આવે છે.

શું શું મળે છે તે દરમિયાન સુવિધાઓ? વ્રજ 84 કોસની થોડી પરિક્રમા ટેક્સ લઈને અને થોડી ટેક્સ ફ્રી કરવામાં આવે છે. એક દિવસમાં લગભગ 10-12 કી.મી. ની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમા કરવા વાળા લોકોને ખાવા પીવાની વ્યવસ્થા પરિક્રમા સાથે ચાલતા રસોડામાં રહે છે. પરિક્રમાના કુલ 25 પડાવ હોય છે.

આજકાલ સમયના અભાવ અને સુવિધાને લઈને વાહનો દ્વારા પણ વ્રજ ચોર્યાસી કોસ દર્શન યાત્રાઓ થાય છે. તીર્થયાત્રીઓને આ યાત્રાઓને લકઝરી કોચ બસો કે કારોથી એક અઠવાડિયામાં કરાવવામાં આવે છે, જેનાથી સમગ્ર વ્રજ ચોર્યાસી કોસના મુખ્ય સ્થળોના દર્શન કરાવે છે. આ યાત્રાઓ દરરોજ સવારે જે સ્થળથી શરુ થાય છે, રાત્રે ત્યાં આવીને સમાપ્ત થઈ જાય છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.