ચાલો મિત્રો જાણીએ દશમા અવતાર દશા માઁ વિશે, અને તેમની મૂર્તિની સ્થાપના સમયે થતી ભૂલ વિષે.

0
1207

મિત્રો કહેવાય છે કે માઁ જગદંબિકા ઉમા માઁ એક વાર સાંઢડી પર સવાર થયા તેવા સમયે ભગવાન ભોળાનાથ મા ઉમા ને કહે છે કે, હે દેવી આ તમારૂ કયુ રૂપ છે? થોડુ અમને પણ જણાવો. ત્યારે મા ભગવતી આદિ શકિત ઉમા કહે છે કે, હે પ્રભુ આ મારો દશમો અવતાર છે અને જગત મને કળિયુગ મા દશા માઁ તરીકે પૂજશે. હે પ્રભુ મારી પૂજા ની વિધિ પણ હું આપને કહુ છું તે સાંભળો.

દિવાસા નો દિવસ આવે અને મારા વ્રત ની શરૂઆત થાય છે. જે કોઈ સ્ત્રી પુરૂષ નદી કે તળાવ માથી માટી લાવી, મારૂ સ્મરણ કરતા કરતા મારી સાંઢડી બનાવી, વિધી વિધાન પ્રમાણે શ્રાવણ માસ ની એકમથી દશમ સુધી મારા વ્રત કરશે અને તે માટીની સાંઢડી જળમા પધરાવશે, તેના દુ:ખ દરિદ્ર હુ દુર કરીશ.

હવે વાત કરવાની છે માટીની સાંઢડી વિશે. તો શુ મિત્રો આપણે શાસ્ત્ર અનુસાર દશા માઁ ની સાંઢડી બનાવીએ છીએ? ના નથી બનવતા. અત્યારે તો આધુનિક યુગ ચાલે છે. શા માટે આપણે માટીની સાંઢડી બનાવીએ. હવે તો બજારમાં રંગબેરંગી માતાજી ની મૂર્તિ સાથે તૈયાર સાંઢડી મળે છે એટલે તૈયાર મૂર્તિ લાવીને માતાજી ની સ્થાપના તો કરી દેવી છીએ. દશ દિવસ માતાજી ના ગુણગાન ગાઈને દશમા દિવસે મૂર્તિ નદી નાળા કે તળાવમાં પધરાવી આપણે સૌ ઘરે પાછા આવી જાવી છીએ. પરંતુ ત્યારબાદ જાણ્યુ છે કે આ માતાજીની મૂર્તિ પાણીમાં ઓગળી છે કે નહી?

શુ મિત્રો ખરેખર આપણે ભુલ કરી રહ્યા હોય એવુ નથી લાગતુ? મને તો લાગે છે તમે જોશો તો ખબર પડશે બીજા દિવસે જેટલા લોકોએ માતાજી ની મૂર્તિ બજારમાં થી લાવીને દશ દિવસ પૂજા વ્રત કર્યા છે અને તળાવ કે નદી મા પધરાવીને આવ્યા છે તે મૂર્તિ ની હાલત શુ છે. જ્યાં જાવી ત્યાં કિનારે માતાજીની મૂર્તિ પડી છે વેર વિખેર હાલત મા એ જોઈને હદહ્ય દ્રવિ ઉઠે છે. આ શુ કહેવાય? આવી હાલત જે દશ દિવસ સુધી દશા માઁ ની સ્તુતિ આરતી થાળ અને સેવા પૂજા કરી મોંઘા મા મોંઘી મૂર્તિ લાવ્યા એજ મૂર્તિ ની હાલત કેટલી હદે… કહેતા પણ જીભ નથી ઉપડતી.

માટે મિત્રો શાસ્ત્ર અનુસાર માટીની સાંઢડી ઘરે જ બનાવો અને તેની સ્થાપના કરો. દશ દિવસ માઁ ની પૂજા અર્ચના કરી જળમા પધરામણી કરો. એ માટી પાણી મા ઓગળી જાશે અને આપણે પાપના ભાગીદાર નહીં બનીએ. બીજા લોકો શુ કરે છે તે ના જોશો. આપણે શુ કરવુ તે વિચારો.

માટે બની શકે તો માટી ની સાંઢડી ની સ્થાપના કરો એ વધારે યોગ્ય કહેવાય. સાચી પૂજા સાચા વ્રત તે છે જે શાસ્ત્ર અનુસાર દશા માઁ ની વાર્તા મા લખ્યું છે તે પ્રમાણે વ્રત રાખો અને દશ દિવસ દશા માઁ ના ગુણગાન ગાવો આનંદ મા રહો બસ એજ.

ભુલથી કાંઈ વધારે લખાય ગયુ હોય તો ક્ષમા કરજો અને મારી વાત યોગ્ય લાગે તો પોસ્ટ ને વધુ મા વધુ શેર કરો અને જેથી કરી સાચી માહિતી મળે.

વિક્રમ ભાઈ રાવળદેવ નળસરોવર ના જય દશા માઁ જય દશા માઁ.

– સાભાર બાપા સીતારામ રાવલ દેળ (અમર કથાઓ ગ્રુપ)