રાજા દશરથ અને કૈકેયીના પ્રસંગ દ્વારા સમજો કેવા ઘરમાં સુખ-શાંતિ નથી હોતી.

0
690

રામાયણમાં રાજા દશરથને ત્રણ રાણીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. દશરથે નક્કી કર્યું હતું કે, રામને અયોધ્યાના રાજા બનાવવાના છે અને તે પહેલા રામના રાજ્ય તિલક વિશેની માહિતી કૈકેયીને આપવા માંગતા હતા. કૈકેયી રામને ખૂબ પ્રેમ કરતી હતી અને તેમણે દશરથને રામને રાજા બનાવવા માટે ઘણી વાર કહ્યું હતું.

દશરથ કૈકેયીના મહેલમાં પહોંચવાના હતા, તે પહેલા દાસી મંથરાએ કૈકેયીને એવી રીતે ખોટી વાતો સમજાવી કે રામને સૌથી વધુ પ્રેમ કરનાર કૈકેયી રામની વિરોધી બની ગઈ. કૈકેયીએ રામને વનવાસમાં મોકલવાની અને પોતાના પુત્ર ભરતને રાજા બનાવવાની તૈયારી કરી હતી.

અહીં દાસી મંથરા એક એવી પ્રવૃત્તિ છે, જે ઘરના લોકોમાં ઝઘડાનું કારણ બને છે. મંથરા જેવી વૃત્તિ જે વ્યક્તિની અંદર આવી જાય છે, તે પોતાના ઘરમાં પણ એવું જ કરે છે.

જ્યારે દશરથ કૈકેયીની સામે પહોંચ્યા ત્યારે કૈકેયી ગુસ્સામાં હતી. મંથરાએ કૈકેયીના મનમાં લોભનું બીજ વાવી દીધું હતું. કૈકેયીને ગુસ્સામાં જોઈને દશરથ પોતાની રાણીની પ્રશંસા કરવા લાગ્યા.

દશરથ શ્રૃંગાર રસથી ભરેલા શબ્દો બોલી રહ્યા હતા. તેમની ઉંમર એવી હતી નહિ કે તે પત્ની સાથે આ રીતે વાત કરે. તેમના ઘરે બીજા જ દિવસે રામનું રાજ તિલક થવાનું હતું. જ્યારે ઘરમાં શુભ કાર્ય થવાનું હોય ત્યારે આપણું આચરણ સંયમિત રાખવું જોઈએ અને વાણી મર્યાદિત હોવી જોઈએ.

રાણી કૈકેયી પર દશરથની પ્રશંસાની કોઈ અસર ન થઈ. કૈકેયી જીદ પર અડગ રહી અને રાજાને પોતાની વાતમાં મનાવી લીધા. આ કારણે અયોધ્યામાં રામ રાજ્ય ચૌદ વર્ષ સુધી પાછું ચાલ્યું ગયું. પરિવારનો પ્રેમ એટલો પાછળ પડી ગયો. બધું જ ના વિચાર્યું હોય એવું થઇ ગયું.

બોધ : આ વાર્તા આપણને એક સંદેશ આપી રહી છે કે જો પતિ-પત્ની વચ્ચે વા સના, ક્રોધ અને લોભ આવી જાય તો પરિવારની સુખ-શાંતિનો અંત આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.