દીકરીએ પૂછ્યું પપ્પા તમે બળેલી રોટલી કેમ ખાઈ ગયા, પછી પિતાએ જે સમજાવ્યું તે દરેકે સમજવાની જરૂર છે.

0
1242

આજના સમયમાં પતિ પત્નીના સંબંધ બસ નામના રહી ગયા છે. નાની નાની વાતો ઉપર એક બીજાની ભૂલો કાઢવા અને ઝઘડા કરવા સામાન્ય બની ગયું છે. ઘણી વખત આ ઝગડા ઘણું મોટું સ્વરૂપ પણ લઇ લે છે. તેની અસર બાળકો ઉપર પણ પડે છે.

ઘણી વખત પતિ પત્નીના નાના નાના ઝગડા મોટું સ્વરૂપ લઇ લે છે, તેમ છતાં પણ પતિ પત્ની પોતાના અહંકાર સામે કુટુંબને સામાન્ય સમજે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે સમજાવે છે કે પતિ પત્નીએ એક બીજાનું સન્માન કરવું જોઈએ.

જ્યારે પતિને મળી બળેલી રોટલીઓ :

એક ગામમાં એક ગરીબ પતિ પત્ની રહેતા હતા. તેમને એક દીકરી પણ હતી. જેમ તેમ કરીને જીવન ચાલી રહ્યું હતું. તેમની પાસે ધન તો ન હતું, પણ મનમાં શાંતિ હતી. પતિ પત્ની એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા અને તેમની દીકરીને પણ સારા સંસ્કાર અને શિખામણ આપતા હતા.

એક વખત પતિ આખો દિવસ કામ કરીને રાત્રે ઘરે આવ્યો. પત્નીએ શાક રોટલી બનાવ્યા અને પતિને ખાવા માટે આપી દીધા. તેમની દીકરીએ જોયું કે, રોટલી તો એકદમ બળેલી હતી. તે એ વિચારી રહી હતી કે બળેલી રોટલી ઉપર કોઈનું ધ્યાન ગયું કે નહિ?

તેના પિતા કાંઈ પણ બોલ્યા વગર પ્રેમથી તે રોટલીઓ ખાઈ ગયા. પત્નીને કોઈ ફરિયાદ ન કરી. જ્યારે પત્નીનું ધ્યાન બીજી રોટલીઓ ઉપર ગયું તો તેણીએ માફી માંગી. પતિએ હસતા હસતા કહ્યું કે, તું ચિંતા ન કર, મને બળેલી રોટલી પણ પસંદ છે.

જમ્યા પછી દીકરી અને પિતા ઘરની બહાર બેઠા હતા ત્યારે દીકરીએ પિતાને પૂછ્યું કે, પપ્પા તમે બળેલી રોટલી કેમ ખાઈ ગયા? શું તમને ખરેખર બળેલી રોટલીઓ પસંદ છે?

આ પ્રશ્નના જવાબમાં પિતાએ કહ્યું કે, બેટા મને બળેલી રોટલીઓ પસંદ નથી. એક બળેલી રોટલી કોઈનું કાંઈ બગાડી નથી શકતી, પણ બળેલા શબ્દ ઘણું બધું બગાડી શકે છે. એટલા માટે મેં ચુપચાપ બળેલી રોટલીઓ ખાઈ લીધી.

લાઈફ મેનેજમેન્ટ : પતિ પત્નીએ એક બીજાના કામની કદર કરવી જોઈએ. પતિ ઘરની બહાર કામ કરે છે અને પત્ની પણ દિવસ આખો ઘરમાં કામમાં લાગેલી રહે છે. પતિએ સમજવું જોઈએ કે, ઘરના કામનું પણ મહત્વ છે. જો પત્નીથી કોઈ ભૂલ થઇ પણ જાય તો ઝગડો કરવાને બદલે એવું બીજી વાર ન થાય તે અંગે વાતચીત કરવી જોઈએ.