પૂજા ઘરમાંથી અચાનક વહુના રડવાનો અવાજ આવ્યો, પછી જે થયું તે જાણીને તમારી આંખો ભીની થઈ જશે.

0
1576

અમૂલ્ય ભેટ :

લગ્ન પછી દીકરી પહેલી વાર પિયરમાં આવી તો દીકરીનું સ્વાગત એક અઠવાડિયા સુધી ચાલ્યું. દીકરીને જે ગમતું હતું તે આખા અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યું. જ્યારે દીકરી સાસરે જવા લાગી ત્યારે પિતાએ તેને અગરબત્તીનું પેકેટ ભેટમાં આપ્યું.

તેની માં એ કહ્યું કે, દીકરી પિયરથી સાસરે જઈ રહી હોય ત્યારે તેને અગરબત્તી જેવી વસ્તુ કોણ આપે છે. પછી પિતાએ ફટાફટ ખિસ્સામાં હાથ નાખ્યો અને ખિસ્સામાં જેટલા રૂપિયા હતા તે બધા દીકરીને આપી દીધા.

દીકરી સાસરે પહોંચી તો તેની સાસુએ તેને પૂછ્યું કે, દીકરીને વિદાયમાં માતા-પિતાએ શું આપ્યું?

જ્યારે તેમણે અગરબત્તી જોઈ તો તેમણે વહુને કહ્યું કે, આવતીકાલે પૂજામાં આ અગરબત્તીઓ વાપરજે.

સવારે જ્યારે વહુ પૂજા કરવા બેઠી ત્યારે તેણે અગરબત્તીનું પેકેટ ખોલ્યું જેમાંથી એક ચિઠ્ઠી નીકળી. તેમાં લખ્યું હતું…

“દીકરી! આ અગરબત્તી પોતે સળગે છે પણ આખા ઘરને સુગંધથી ભરી દે છે. એટલું જ નહીં, તે પોતાની સુગંધથી આસપાસના વાતાવરણને પણ જીવંત બનાવી દે છે…..!!

એવું બની શકે કે ક્યારેક તું તારા પતિથી રિસાઈ જાય કે ક્યારેક સાસુ-સસરા કે દિયર-નણંદથી નારાજ થઈ જાય, અથવા ક્યારેક તારે કોઈની વાત સાંભળવી પડે અથવા તો ક્યારેક પાડોશીઓ સાથે મનદુઃખ થાય, એવા સમયે તું મારી આ ભેટ યાદ કરજે. આ અગરબત્તીની જેમ પોતે સળગીને આખા ઘરને પ્રફુલ્લિત રાખજે. તું બધું સહન કરીને તારા વ્યવહાર અને કાર્યોથી તારા સાસરિયાંને સુગંધિત કરશે.

ચિઠ્ઠી વાંચીને તે રડવા લાગી. તેનો અવાજ સાંભળી તેની સાસુ દોડીને ત્યાં આવી. તેનો પતિ અને સસરા પણ પૂજા ઘરમાં આવ્યા જ્યાં તે રડી રહી હતી.

“શું થયું? કેમ રડે છે?” – સસરાએ પૂછ્યું.

સાસુએ આજબાજુ જોયું તો તેમને વહુના પિતાએ સુંદર અક્ષરોમાં લખેલી ચિઠ્ઠી દેખાઈ. તે વાંચ્યા પછી તે વહુને ભેટી પડી અને સસરાના હાથમાં તે ચિઠ્ઠી મૂકી. તેમણે ચશ્મા પહેર્યા ન હોવાથી તેમણે ચિઠ્ઠી પોતાના પુત્રને આપી અને તેને વાંચવા કહ્યું. તેમાં લખેલી વાત સમજતાની સાથે જ આખું ઘર સ્તબ્ધ થઈ ગયું.

સાસુએ કહ્યું, “અરે! આ ચિઠ્ઠી ફ્રેમ કરાવવી પડશે. મારી વહુને તેના પિયરમાંથી મળેલી આ સૌથી અમુલ્ય ભેટ છે. આ પૂજા ઘરમાં રહેવી જોઈએ.”

“આ છે સંસ્કાર……”