સાસરીમાં પહેલા જ દિવસે વહુ બોલી – હું થાકી ગઈ છું, પછી તેના પતિએ જે કર્યું તે દરેકે જાણવું જોઈએ.

0
4116

નીલિમાનો તેની સાસરીમાં પહેલો દિવસ હતો. આખો દિવસ વિવિધ રીતિ રિવાજો અનુસરવામાં પસાર થઈ ગયો હતો.

સવારે સ્નાન કર્યા બાદ તૈયાર થઈને તે, તેના પતિ રાજેશ અને તેના સાસુ સસરા બધા દેવી-દેવતાના દર્શન કરવા ગયા હતા. પછી નજીકના સંબંધીઓના ઘરે ગયા. ત્યાંથી પરત આવ્યા બાદ તે સાસુ સાથે રસોડાના કામમાં લાગી ગઈ.

બપોરનું ભોજન કર્યા પછી પોતાનો થોડો સામાન ગોઠવ્યો અને સાંજની તૈયારીઓ શરૂ થઈ. સાંજે સંબંધીઓ અને મહોલ્લાની મહિલાઓ સંગીત માટે આવવાની હતી. તે બધા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા લાગી. બધા બેસી શકે તે માટે સામાન આઘોપાછો કરી, સફાઈ કરી પાથરણા પાથર્યા.

આ બધું કરવામાં સાંજ પડી ગઈ અને બધા મહેમાનો આવવા લાગ્યા. નીલિમાએ સૌનું સ્વાગત કર્યું. તે ધ્યાન રાખતી હતી કે બધાને ચા-નાસ્તો મળે. જો કોઈને કોઈ વસ્તુની જરૂર હોય, તો તે પોતે જ જઈને લઈ આવતી હતી.

સંગીતમાં તેણીએ પોતાના મધુર અવાજથી સૌના દિલ જીતી લીધા. બધા કહી રહ્યા હતા કે વહુ એક્સપર્ટ છે. પછી વાતો કર્યા પછી બધા મહેમાનોએ વિદાય લીધી.

બધાના ગયા પછી સાસુ વહુ ઘર વ્યવસ્થિ કરવા અને સફાઈમાં લાગી ગયા. પછી નીલિમા રસોડામાં ગઈ અને જમવાનું બનાવવા લાગી. જ્યારે પરિવારના સભ્યો જમવા માટે બેઠા હતા ત્યારે નીલિમા થોડી ઉદાસ દેખાતી હતી. જ્યારે તેની સાસુએ પૂછ્યું તો તેણીએ કહ્યું કે – હું થોડી થાકી ગઈ છું.

થોડીવાર પછી તે બધા કામ પતાવીને પોતાના રૂમમાં ગઈ. તેણીએ જોયું કે રાજેશ પોતાનું લેપટોપ લઈને તેમાં કંઈક કરી રહ્યો હતો. તે કંઈ બોલ્યા વગર પલંગ પર બેસી ગઈ.

પછી રાજેશે લેપટોપ તેની સામે મૂક્યું. સ્ક્રીન પર પોતાના માતા-પિતાનો ફોટો જોઈને નીલિમા રડી પડી. તેણીએ રાજેશ સામે જોયું. રાજેશે તેના ખભા પર હાથ મૂકીને તેમની સાથે ફોન પર વાત કરવાનો ઈશારો કર્યો.

રાજેશ ઉભો થઈને બાલ્કનીમાં ગયો. થોડી વાર પછી નીલિમા આવી ને તેને ભેટી પડી.

તે બોલી – “આભાર… પણ તમને કેવી રીતે ખબર પડી કે હું મારા મમ્મી-પપ્પાને યાદ કરી રહી છું?”

રાજેશે કહ્યું, “જો તને જોઈને હું એ ન સમજી શકું કે તને શેની જરૂર છે, તો હું પતિ શું કામનો?”

નીલિમા હસી પડી અને બંને જણા વાતો કરવા લાગ્યા.