દીકરી પિતા સમક્ષ કરી રહી હતી સાસરીવાળાની ફરિયાદ, પછી માં એ આ રીતે સમજાવ્યું જિંદગીનું ગણિત.

0
1207

લઘુકથા : બંધ

– માણેકલાલ પટેલ.

રેખા એના પપ્પાને કહી રહી હતી :- “મારા સસરાનો સ્વભાવ બહુ જ ખરાબ છે. આખો દિવસ કચકચ કર્યા કરે છે. મારાં સાસુનું કંઈ ચાલતું જ નથી. સુરેશ પણ બાપડીયો છે. બાપને પૂછ્યા વિના પાણી પણ ન પીવે. અને કંજુસ તો એવા કે…………”

હસમુખભાઈ રેખાની વાતો સાંભળી માત્ર હોંકારો ધર્યા કરતા હતા.

સુરેખાબેન આવ્યાં ત્યારેય એણે એનાં સાસરીયાંની ફરિયાદો ચાલુ જ રાખી.

માં એટલે એમણે દીકરીને શાન્તન્વ આપ્યું અને એના માથે હાથ ફેરવતાં કહ્યું :- “તું ચિંતા ન કર. હું અને તારા પપ્પા કંઈક વિચારીશું.”

હસમુખભાઈએ મોંઢું બગાડીને જણાવી દીધું :- “આપણું કહ્યું માન્યા વિના જ એણે ભાગીને તો લગ્ન કર્યાં છે. અને હવે……”

“સંતાને ભૂલ કરી એટલે માં – બાપેય ભૂલ કરવાની?” સુરેખાબેન જાણે કે જિંદગીનું ગણિત ભણાવતાં હોય તેમ બોલ્યાં ત્યારે રેખાએ પરાણે રોકી રાખેલાં આંસુના બંધ ઉભરાઈ ગયા.

– માણેકલાલ પટેલ. (અમર કથાઓ ગ્રુપ)