આ 5 રાશિઓ માટે ડિસેમ્બર મહિનો રહેવાનો છે ઘણો ખાસ, 4 ગ્રહોના રાશિ પરિવર્તનથી સુખદ પરિણામો મળશે.

0
688

ડિસેમ્બરમાં આ 4 મોટા ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, શુક્ર બદલશે પોતાની ચાલ, આ રાશિઓને થશે લાભ જ લાભ.

વર્ષ 2021 જલ્દી જ પૂરું થવાનું છે. નવેમ્બરના થોડો દિવસો જ બાકી છે, ત્યારબાદ ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ નવા વર્ષ 2022 ના આગમન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષનો છેલ્લો મહિનો લોકોના જીવનમાં ઉથલપાથલ લાવશે, કારણ કે આ મહિનામાં 4 મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ પરિવર્તનને પાંચ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે, જેમાં મેષ, મિથુન, સિંહ, ધનુ અને કુંભ રાશિના લોકો માટે લાભના સંકેતો છે.

આ ગ્રહો રાશિ બદલી રહ્યા છે : ડિસેમ્બર મહિનામાં સૌ પ્રથમ મંગળ 5 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. તેના 3 દિવસ પછી એટલે કે 8 ડિસેમ્બરે શુક્ર પોતાની ચાલ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 10 મી ડિસેમ્બરે બુધ ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે. એ પછી 16 ડિસેમ્બરે સૂર્ય પણ ધનુરાશિમાં પહોંચશે, જે બુધ સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે. તેમજ 19 ડિસેમ્બરે શુક્ર મકર રાશિમાં વક્રી થઈ જશે, એટલે કે તે પોતાની વાંકી ચાલ ચાલવાનું શરૂ કરશે. બુધ પણ 29 મી ડિસેમ્બરે ધનુ રાશિ છોડીને મકર રાશિમાં ગોચર કરશે અને પછી 30 મી ડિસેમ્બરે શુક્ર ધનુ રાશિમાં પાછો ફરશે.

આ પાંચ રાશિઓને થશે લાભ : તમામ 12 રાશિના લોકો ગ્રહોના પરિવર્તન અને શુક્રની ઉંધી ચાલથી પ્રભાવિત થશે, પરંતુ પાંચ રાશિના લોકો મેષ, મિથુન, સિંહ, ધનુ અને કુંભ રાશિના લોકોને ગ્રહોની આ ચાલથી સકારાત્મક પરિણામ મળશે.

મેષ : ડિસેમ્બર મહિનો મેષ રાશિ માટે શુભ રહેશે. આ રાશિના લોકોના લાભ ગૃહમાં ગુરુ વિરાજમાન છે, તેથી કારકિર્દી અને વ્યવસાયમાં સુખદ પરિણામો મળશે. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જૂના વિવાદોનો ઉકેલ આવશે.

મિથુન : આધ્યાત્મિક પ્રવૃત્તિઓને વેગ મળશે, યાત્રાઓના યોગ બની રહ્યા છે. તમને ભાગ્યનો સાથ પણ મળશે, જેના કારણે તમારા અંગત જીવન અને કાર્યસ્થળમાં સંજોગો તમારા પક્ષમાં થવા લાગશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે.

સિંહ : તમને વેપારમાં લાભ મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે વિવાદ થયો છે તો તેમાં સુધારો થઈ શકે છે. સામાજિક સ્તરે પણ માન-સન્માન મળી શકે છે.

ધનુ : આ મહિને કામમાં વ્યસ્તતા રહેશે, પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યનું શુભ ફળ મળશે. પારિવારિક જીવનમાં પણ તમને સુખદ પરિણામો મળશે. આ મહિને ધનલાભના સંકેત પણ છે.

કુંભ : સખત મહેનત અનુસાર તમને સારા પરિણામ મળશે. જો તમે ક્યાંક પૈસા રોક્યા હોય તો તેમાંથી નફો મળવાની પૂરી સંભાવના છે. નજીકના સંબંધી તરફથી પણ નાણાંકીય લાભ મળવાની સંભાવના છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.