સત્ય જાણ્યા વગર લીધેલા નિર્ણય બની શકે છે તમારા માટે આજીવન પસ્તાવાનું કારણ.

0
751

ભારતીય પ્રાચીન કથા અનુસાર પહેલાના સમયમાં કોઈ નગરમાં એક રાજા હતા, તે રાજાનો એક પ્રિય સેવક હતો. તે સેવક દરેક ક્ષણે રાજાની દેખરેખમાં લાગ્યો રહેતો હતો. રાજા પણ સેવકના સુખનું ધ્યાન રાખતા હતા. એક દિવસ સેવકે રાજાને કહ્યું કે, તેને થોડા દિવસો માટે રજા જોઈએ છે, તે પોતાના માતા-પિતાને મળવા માટે ગામ જવા માંગે છે.

રાજાએ તેને ઘણું બધું ધન અને અનાજ આપ્યું અને રજા પણ આપી. સેવક ધન અને અનાજ લઈને પોતાના વૃદ્ધ માં-બાપના ઘરે પહોંચ્યો. થોડા દિવસ માતા-પિતાની સેવા કરી અને ઘરમાં જરૂરિયાતની બધી વસ્તુઓ લાવીને મૂકી દીધી અને પછી રાજાના મહેલમાં પહોંચવા માટે ઘરેથી નીકળી ગયો. રસ્તામાં તેને એક અમર ફળનું ઝાડ દેખાયું.

તે ઝાડ એક ઊંચા પર્વત પર હતું. સેવકે વિચાર્યું કે તેનું ફળ રાજાને આપી દઈશ તો રાજા હંમેશા યુવાન રહેશે જેથી પ્રજાનું હંમેશા ભલું થતું રહેશે. આવું વિચારીને તે પર્વત પર ચડ્યો અને ઘણી મુશ્કેલીથી એક ફળ તોડ્યું. પર્વત પર ચડવાને કારણે તે ઘણો થાકી ગયો હતો અને રાત પણ થઈ ગઈ હતી. સેવકે વિચાર્યું કે, રાત્રે અહીં આરામ કરી લઉં અને સવારે ઉઠીને રાજાની સેવામાં હાજર થઈ જઈશ.

જયારે રાત્રે તે સેવક સુઈ રહ્યો હતો, ત્યારે ત્યાં એક સાપ આવ્યો અને તેણે અમર ફળ પર પોતાનું ઝેર નાખ્યું અને ત્યાંથી જતો રહ્યો. સેવક ઊંઘમાં હતો એટલે તેને ખબર ન પડી કે ત્યાં કોઈ સાપ આવ્યો હતો. સવારે સેવકની ઊંઘ ઉડી તો તેણે વિચાર્યું કે હવે રાજ મહેલમાં જવું જોઈએ. તેણે તે ફળ લીધું અને મહેલમાં જઈને રાજાને આપ્યું. રાજાએ ફળ કપાવ્યું અને તેના થોડા ટુકડા એક કુતરાને ખાવા માટે આપ્યા. જેવું કુતરાએ તે ફળ ખાધું કે તેણે દુનિયા છોડી દીધી.

આ દ્રશ્ય જોઈને રાજાને ગુસ્સો આવ્યો અને તેમણે તરત પોતાની તર વાર કાઢીને સેવકનુંધ ડઅલગ કરી દીધું. બાકી રહેલા ફળના ટુકડાને રાજાએ બગીચામાં ફેંકી દીધા. થોડા સમય પછી તે ફળના બીજમાંથી ત્યાં એક ઝાડ ઉગ્યું. જયારે તે ઝાડ મોટું થયું તો તેમાં ફળ ઉગવાનું શરૂ થયું. રાજાએ બધાને કહી દીધું હતું કે, કોઈ પણ તે ઝાડના ફળ નહિ ખાય, કારણ કે ફળ ઝેરીલા છે.

એક દિવસ એક વૃદ્ધ તે ઝાડ નીચે આરામ કરી રહ્યાં હતા. તેમણે અજાણતામાં જ તે ઝાડનું એક ફળ ખાઈ લીધું. ફળ ખાધા પછી તે યુવાન થઈ ગયા. જયારે આ વાત રાજાને ખબર પડી તો તેમને પોતાની ભૂલનો અનુભવ થયો. તેમણે સંપૂર્ણ વાત જાણ્યા વગર જ એક નિર્દોષને ગંભીર સજા આપી દીધી હતી.

એટલા માટે જ્યાં સુધી આપણને સંપૂર્ણ વાત ખબર ન પડે ત્યાં સુધી કોઈને પણ દોષી નહિ માનવા જોઈએ. રાજાએ ક્રોધમાં આવીને સંપૂર્ણ વાત અને સત્ય જાણ્યા વગર નિર્દોષ સેવકને સજા આપી હતી. હવે રાજા પાસે પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. જીવનમાં જો એ જાણવું જ છે કે, શું સત્ય છે અને શું અસત્ય? તો સૌથી પહેલા તેને પારખતા શીખો ત્યાર બાદ તેના નિર્ણય સુધી પહોંચો, નહિ તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ માહિતી એસ્ટ્રો સાયન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.