દેહ રૂપી વૃક્ષની પ્રાચીન જુના પુસ્તકમાંથી મળેલી આ માહિતી છે ઘણી કામની, વાંચવાનું ચૂકશો નહિ.

0
581

દેહ રૂપ વૃક્ષ :

૧) આ વૃક્ષનો આધાર એક માયા છે.

૨) તેના બે ફળ છે સુખ અને દુઃખ.

૩) તેની ત્રણ જડ છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.

૪) એના ચાર રસ છે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ.

૫) તેના પાંચ અંકુર છે જેનાથી જ્ઞાન થાય છે આંખ, નાક, કાન, રસના અને ત્વચા.

૬) તેના છ સ્વભાવ છે કામ, ક્રોધ, મોહ, લોભ, ક્ષુધા અને પીપાસા.

૭) તેની સાત પ્રકારની છાલ છે. વસા, મેદ, માંસ, અસ્થિ, મજ્જા, રેત અને ચામડી.

૮) તેની આંઠ શાખાઓ છે પૃથ્વી, જલ, વાયુ, આકાશ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર.

૯) તેમાં નવ છિદ્રો છે. બે નેત્ર, બે કાન, બે નાક, મુખ, ઉપસ્થ અને ગુ-દા.

૧૦) તેના દશ પાના છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુમર્મ, કૃકલ, દેવદત્ત અને ધનજય.

તેમાં બે પક્ષી રહે છે.

જીવ અને ઈશ્વર

આ દેહ રૂપ વૃક્ષ છે.

(પ્રાચીન જુના પુસ્તકમાંથી ટાઈપ કરેલ છે જેનું મુખપૃષ્ઠ નથી.)

– રમેશ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)