સ્થળ :- શ્રી સાવગીરી માહારાજની જીવંત સમાધિ, ગામ :- દેદીયાસણ, તા-જી :- મહેસાણા.
ઇતિહાસ :- દેડીયાસણ ગામની ઉત્તર દિશાએ આ મંદિર આવેલ છે . જેમાં સાવગીરી માહરાજે જીવંત સમાધિ લીધેલી છે.
આ તીર્થધામના સાનિધ્યમાં પ્રાચીન કાળથી દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. જેમાં શ્રી સાવગીરી માહરાજના માતા પિતા પૂજા અર્ચના કરતા હતા સાથે સાથે સાવગીરી માહારાજ પણ તેમના માતા પિતાને હાથો હાથ કામ કરાવતા.
લોક વાઈકા પ્રમાણે નાણપણથી જ ભક્તિ વૈરાગ્યના રંગમાં રંગાઈને સાવગીરી માહારાજે આજુબાજુના ગામમાં ભજન કીર્તન કરતા કરતા અનેક પર્ચા પૂર્યા હતા…
શિવભક્તિથી મહાદેવની સાક્ષાત કૃપાથી યુવાન વયે સાવગીરી માહારાજે જીવંત સમાધિ લેવાનો મક્કમ નિર્ધાર કર્યો .
મહાવદ અગિયારના રોજ આ સન્યાસીઓની ચરણ ભૂમિમાં સાવગીરી માહારાજે જીવંત સમાધિ ધારણ કરેલ . તેમની સમાધિના અડોઅડ તેમના માતૃ શ્રી ગંગાબાની સમાધિ આવેલ છે . પ.પૂ. સાવગીરી માહારાજે તેમના જીવનમાં તેમના માતા પિતાને જ ગુરુ માનેલા
પ.પૂ. સાવગીરી માહારાજે સમાધિ લેતા પહેલા કહેલું કે, મારી દેરી ઉગમણી દિશાએ નમી જશે કારણ તેમને જણાવેલ કે, કોઈપણ ગુરુ કરતા શિષ્યનું સ્થાન ઊંચું ના હોય એટલે મારી દેરી ઉગમણી દિશાએ નમી જશે એ પરચો આજે પણ આપણે જોઈ શકીએ છેયે . લગભગ આજરોજ સુધી ત્રણ થી ચાર વાર આ દેરીનો જીણોદ્વાર કરાવાયો છે પણ સાવગીરી માહારાજની દેરી ઉગમણી બાજુ નમી જાય છે.
જ્યારે સાવગીરી માહારાજે સમાધિ લીધા પછી ગામના ગોવાળોએ સાકરની પ્રસાદી વહેંચી હતી અને તે પ્રસાદી વેંચતા વેંચતા અખંડ રહેલી .
પ.પૂ.સાવગીરી માહારાજના સદેહ જીવન કાળમા અને આજ પણ વર્તમાન સમય મા પણ મોક્ષપદ નિરાકાર સ્વરૂપમાં અનેક પરચા આપેલા છે તથા સમગ્ર દેદીયાસણ ગામે સાવગિરી બાપુને “ગુરુ” માનેલા છે.
દર ગુરુવારે તથા પૂનમમા અહીંયા દર્શન કરવા હરિ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે .
અષાઢ સુદ પૂનમ ધામધૂમથી ઉજવાય છે
અહેવાલ :- મૌલિક દરજી, પાટણ…