શાહબુદ્દીન રાઠોડે અમેરીકામાં પોતાના પ્રોગ્રામમાં કરેલું ગામડાનું વર્ણન જાણવા જેવું છે.

0
847

સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ના મહાન કલાકાર શાહબુદ્દીન રાઠોડ એક વખત અમેરીકા મા પોતાના પ્રોગ્રામ મા ગામડા નુ વર્ણન કરતા હતા કે, ગામડામાં સવાર નો સમય થાય ત્યારે ઘરે ઘરે છાછ ફેરાતી હોય. ઘમરવલોણૂ ગાજતું હોય અને બેનો ગીતો બોલતી હોય,

ઘમર ઘમર મારૂ વલોણું ગાજે

શ્યામ આવી ને મારી મટુકી ફોડે.

ઘંટી એ બેનો દણ્ણુ દળતા દળતા પ્રભાતીયા બોલતી હોય,

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ગાય ચરાવવા કોણ જશે

ત્રણસો મળી ગોવાળિયા એમાં વડો ગોવાળિયો કોણ થાછે.

ગોવાળીયા ગાયો ભેંસો ચરાવવા જતા હોય મીઠા પાવાના સુર રેલાતા હોય,

જોડીયા પાવા વાગે રે જુવાન તારા જોડીયા પાવા વાગે

પાવા વાગે ને મારી કાળજાં ની કોર ભાંગે. જુવાન તારા..

ખેડુતો બળદને ગાડે જોડી ને ખેતર તરફ જતા હોય બળદો ને ગળે બાધેલ ઘુઘરા બોલતા હોય,

ગાડા દોડે ઘુઘરા બોલે વાયરા ભેગા વાતાતા રે વાવા વંટોળિયા.

ખેતરમાં સાતી હાંકતા હાંકતા દુહા બોલતા હોય,

ટોડે મોર ટહુકીયો ને વાદળ ચમકી વીજ

મારા રૂદાને રાણો સાભરીયો આવી આષાઢી બીજ.

બપોર નો સમય થાય ત્યારે ભતવારી ભાત લઈ ને આવે ભતવારી પણ માથે ભાત લઈ ને ગીતો થી આખી સીમ ગજવતી હોય. આષાઢી રૂતુ ધરતી માતા જાણે લીલી ઓઢણી ઓઢી ને મલકાતી હોય. ખેતર ખેતરે થી બધા ખેડૂતો સાતી છોડી ને એક વાડીયે ભેગા થાય અને હારે બેસી ને બપોરા કરે બાજરા નો રોટલો રીંગણા નો ઓરો જાડી છાછ લીલા મરચા ની ચટણી દહીં અને માખણ બે બે રોટલા ખાઇ જાય અને ઉપરથી બે બે ભાણા છાછ ના પી જાય.

આટલું કાઠીયાવાડી ગામડા નુ વર્ણન કર્યું ત્યાં તો ઓડીયંસ મા બેઠેલા રડવા લાગ્યા. શાહબુદ્દીન ભાઈ એ એક ભાઈ ને પુછ્યુ કે, આ બધા રડે છે કેમ? તો એક ભાઇ એ જવાબ આપ્યો કે, ગામડાના લોકો આટલા બધા સુખી છે અમારૂ જીવન તો યંત્રવંત છે ખરેખર અમેય ગામડે હોત તો કેટલા સુખી હોત.

– દેવશી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ)