નવા વર્ષમાં આ 3 રાશિ વાળાને મળશે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ, ચમકી શકે છે ભાગ્ય.

0
1908

2022 માં ગુરુ લઈને આવશે આ 3 રાશિઓ માટે ખુશીના સમાચાર, જાણો કઈ છે તે નસીબદાર રાશિઓ.

જ્યોતિષ મુજબ જયારે પણ કોઈ ગ્રહ શનિ પરિવર્તન કરે છે તો તેની સીધી અસર માનવ જીવન ઉપર પડે છે. રાશિ પરિવર્તન કોઈના માટે શુભ રહે છે તો કોઈના માટે અશુભ. પણ તેનાથી જીવનમાં ફેરફાર જરૂર આવે છે.

નવા વર્ષમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. ગુરુનું આ ગોચર 13 એપ્રિલ 2022 ના રોજ થશે. બૃહસ્પતિ ગ્રહ પોતાની સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. આમ તો આ ગોચરની તમામ રાશિઓ ઉપર અસર પડશે, પણ ખાસ કરીને આ ગોચરથી 3 રાશિ વાળા ફાયદામાં રહેશે. જાણો કઈ છે તે 3 રાશિઓ.

વૃશ્ચિક રાશિ : આ રાશિ વાળા માટે ગુરુનું ગોચર શુભફળદાયક રહેશે. આર્થિક અને કારકિર્દીના ક્ષેત્રમાં સુધારો થવાની સંભાવના છે. જયારે કોઈ ગ્રહ દશમા, નવમા અને અગિયારમા ગૃહમાં ગોચર કરે છે તો તે દરમિયાન તેને ઘણા લાભ થાય છે. સાથે જ આ સમય દરમિયાન તેમને ભાગ્યનો પણ પૂરો સાથ મળે છે. વૃશ્ચિક રાશિ ગુરુ ગ્રહની મિત્ર રાશિ છે. એટલા માટે તમે આ વર્ષે એકથી વધુ સ્ત્રોતોમાંથી ધન કમાઈ શકો છો. જે લોકો લાલ રંગ સાથે સંબંધિત વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે તેમને પણ આ સમય દરમિયાન લાભ થઇ શકે છે.

ધનુ રાશિ : આ રાશિ વાળા માટે પણ ગુરુનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન તમને જોબમાં ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ભાગ્ય પણ આ સમયે તમારો સાથ આપશે. ધન સંપત્તિમાં વધારાની સંભાવના છે. જે લોકો પીળી વસ્તુનો વેપાર કરી રહ્યા છે, તેમને પણ આ સમય દરમિયાન લાભ થશે. ધનુ રાશિ બૃહસ્પતિની સ્વરાશિ છે. એટલા માટે આ રાશિ વાળા લોકોને ગુરુ ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થશે.

કુંભ રાશિ : આ રાશિ વાળા લોકોની આર્થીક સ્થિતિ સારી રહેશે. આવકમાં વધારાની પૂરી સંભાવના છે. જે લોકો શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે તેલ, લોખંડનું કામ કરી રહ્યા છે રોકાણ માટે તેમનો સમય સારો છે. તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. નવો વેપાર શરુ કરવા માટે સમય સારો છે, જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળી શકે છે. આ સમયે ભાગ્યનો પણ તમને પૂરો સાથ મળશે. સાથે જ ગુરુના રાશિ પરિવર્તનથી તમને આધ્યાત્મ તરફ વધુ રસ ઉત્પન થઇ શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.