મહુવાની પાસે ખોબા જેવડું ‘દાતરડી’ ગામ આવેલુ છે. તે ગામ મુળ દેતા ભીલે સન્ ૧૫૦૦ ની આસપાસ વસાવ્યું હતુ. પહેલા દેતપુર કહેતા પછી ક્રમશ: દાતરડી થયુ. એ સમયે ભીલ અને કોળી જ્ઞાતિનો વસવાટ હતો. પછી ભાવનગરના વજેસંગ મહારાજે આ ગામડાનો કબજો કરતા ત્યાં આહિર, શેત્રુંજી કાંઠાના પટેલ, પાલીતાણાના કુંભાર અને વસવાયા એ દાતરડીમા વસવાટ કર્યો.
જોગીદાસ ખુમાણ પોતાને થયેલા અન્યાય માટે ભાવનગર રાજની સામે બહારવટે ચડેલ એક ખુંખાર બહારવટિયો હતો. ભાવનગર હદના એક પછી એક ગામ ભાંગીને હાહાકાર મચાવ્યો. છેલ્લે આંબરડી, કાળાસર, પીપરડીને ભાંગ્યા છતા જોગીદાસની નિંદરૂ હરામ થઇ છે. એક દાતરડી ભંગાતુ નથી.
દાતરડી આયરોનુ ગામ છે અને મુરલીધર મહારાજના રખોપા છે. ગામમા ઘણા દેવસ્થાન છે અને ગામલોકોને તેમાં અપાર શ્રદ્ધા છે. આવા જ દેવ સ્થાનમા કાળા લાખણોત્રાને ભારે શ્રદ્ધા હતી. યુવાનીના ઉંબરે ઉભેલા આયરની છાતી ફાટફાટ થતી હતી. પાંચ હાથ પુરો, વિશાળ ભુજાઓ, ભરાવદાર મુખ, વિંછીના આંકડા જેવી મુછો, મજબુત દેહ, ભારે રૂઆબ, આવો યુવાન હાલ્યો જાય તો પણ ભારે રૂડો લાગે !
દેવલબાઇ કાળાની માં હતા. જ્યારે કાળો આઠ વર્ષનો હતો ત્યારે તેના બાપનુ ગામતરું થયેલુ અને દેવલબાઇ વિધવા થયેલા. તેથી તેમણે કાળા વસ્ત્રો દેહ પર ધારણ કરેલા. દેવલબાઇ સાક્ષાત જોગમાયાનો અવતાર સમા. કોઇ જગદંબા જેવુ અનેરુ રૂપ હતુ. ઉજળીયાત અંગ પર શ્યામ કપડા ભારે શોભતા. આઇનું આખુ ગામ આદર કરતુ અને સહુ પડ્યો બોલ જીલતા. ગજબની હિંમત હતી.
જ્યારે દાતરડી માથે સંકટ આવે ત્યારે પોતે આગેવાની લેતા અને ઓઢણાનો છેડો વાળીને ઠેક મારીને ઘોડે ચડી જતા. હાથમા તર વાર, બ રછી લઇને દુશ્મનો સામે ધબડાટી બોલાવતા ત્યારે સાક્ષાત જોગમાયા જ જોઇ લ્યો. આવા સ્ત્રીના કોઠે ગર્ભ ધારણ કરીને કાળા લાખણોત્રાનો જન્મ થયો હતો. આવી આહિરાણીના પેટે સાવજ જેવા સંતોનો પાકે છે. એ દેવલબાઇના દુધની તાકાત હતી. આઇ જેટલા શુરવીર હતા, એટલા જ રખાવટવળા હતા. ઉદાર મનના સ્ત્રી હતા. એટલે જ ગામ લોકો તેમની સલાહ માનતા અને પુછીને કામ કરતા.
જોગીદાસ ખુમાણ જ્યારે દાતરડી ભાંગવા આવે છે ત્યારે ગામને પાદર બુંગિયો ઢોલ વાગતા દેવલબાઇની આગેવાનીમા દાતરડીના આયરો તૈયાર થયા. પાળની સામે આયરોની આગેવાની સંભાળતા મેલડી જેવુ રૂપ ધારણ કરીને તુટી પડે છે અને પાળને વેરણ-છેરણ કરી નાખે છે. આમ જોગીદાર ખુમાણને દાતરડી ભાંગવાના અભરખા જ બાકી રહેતા.
જોતજોતામા દેવલબાઇનો દિકરો કાળો હવે જુવાન થયો હતો. કાળાની રગેરગમાં ડોશીએ શૌર્યતા અને શુરાતનના સંસ્કારોનુ સિંચન કર્યુ હતું. દાતરડીના આયરોમા વધુ એક મરદનો ઉમેરો થયો. ધિંગાણામા કાળો લાખણોત્રો ચોર, લુંટારાઓના પાળ પર ત્રાટકે અને દુશ્મનોની માથે પક્ષીના ટોળાની માથે બાઝ ત્રાટકે એમ ઉતરતો. દુશ્મનનુ માથુ કાપી તેની માતા દેવલબાઇના હાથમા મુકે અને આહિરાણી તે માથુ બજરંગબલીના થાનક પર ચડાવતી જાય. આમ જોગીદાસનુ પાળ ઘણી વાર ગામ ભાંગવામા નિષ્ફળ રહેતા તે પરત ફરી જતો.
પાંચ-પાંચ વખત જોગીદાસ ખુમાણે ગામ ભાંગવા ધોસ બોલાવી છતાં તેમાં તેને નિષ્ફળતા મળતા હારીને ભાગી છુટે છે. પણ દાતરડી ભાંગવાની મનમાં ટેક લિધી છે. જોગીદાસ જેવો બહારવટિયો લિધી વાત મુકતો નથી. જેમ જેમ પરાસ્ત મળી છે તેમ તેમ જોગીદાસના મનમા દાતરડી ભાંગવાનો મનસુબો દ્રઢ બનતો જાય છે.
છઠ્ઠી વખત જોગીદાસ ખુમાણનુ પાળ દાતરડી પર ત્રાટકે છે. દાતરડીના આયરો અને જોગીદાસ ખુમાણના પાળ વચ્ચે જંગ થાય છે જેમા કાળો દુશ્મનોની માથે કાળ બનીને ત્રાટકે છે. ધિંગાણામા જોગીદાસ ખુમાણનો ભાણેજ કામ આવી જાય છે અને કાળો તેનુમા થુકાપી હનુમાનજીને ચડાવે છે. પાળના માણસો ઘવાય છે અને હારીને પરત ફરવા સિવાય કશો વિકલ્પ રહેતો નથી.
જોગીદાસ હવે દાતરડી ભાંગવા અને ભાણેજનીમો તનુ વેર વાળવા અધિરો થઇ રહ્યો હતો. સાતમી વખત જોગીદાસ જ્યારે દાતરડી પરહુ મલો કરે છે ત્યારે કાળો ભાણવડ ગામતરે ગયેલો હતો. મારતે ઘોડે કાઠીઓનુ પાળ ચડી આવે છે. સિમાડે માધો કુંભાર મળ્યો. રોંઢાનુ ટાણુ છે.
‘જા અને તારા કાળા આયર ને કે તૈયાર રહે !’
“હુ જ કાળો છુ”, કુંભાર બોલ્યો. મને બિજે ક્યાંય શોધવાની ક્યા જરૂર છે ?
એમ કહી માધા કુંભારે હાથમા ફેરકણુ લિધુ અને સામે ઉભેલા અસવારો પર વાર કરે એ પહેલા તો જોગીદાસ ખુમાણની તર વારનો જનોઇવધ ઝાટકો લાગતા ધ ડ ના બે કટકા થઇ ગયા.
‘લ્યો તય કાળામા એટલુ જ પાણી હતુ.’ પાળમાથી કોઇ બોલ્યુ.
‘આ તો કોઇ ઔર હતુ, હજુ કાળાનો ભેટો બાકી છે’. જોગીદાસ કાળાને બરોબર પરખતો હતો.
ગામને ઝાંપે બુંગીયો ઢોલ પીટાણો. ગામના આહિરો દેવલબાઇના ઘરે એકઠા થયા. બધાએ સાથે અક્કેક હથિ આર લિધુ.
‘દેવલબાઇ, કાળાભાઇને કહો તૈયાર થાય. કાઠીઓ આવે છે.’
‘કાળો તો ગામ ગ્યો છે.’
‘ત્યારે?’
‘કાળો નથી તો શુ? ગામમાં બીજા આયરો હજુ જીવે છે.’ એક વુદ્ધ બોલ્યો.
‘આપડા જુવાનડાઓ બહારવટિયાઓને ભરી પીવે એમ છે. જોગીદાસ ખુમાણને પણ ખબર પડે ને કે આયરોના ગામ ભાંગવા કંઇ ખાવાના ખેલ નથી.’
‘ના ભાઇ, આપ સહુ ને બજરંગબલીની આણ છે. કોઇએ બહાર નિકળવાનુ નથી.’ દેવલબાઇએ કિધુ.
‘ત્યારે બહારવટિયા ગામને ધમરોળી નાખે એની રાહ જોશુ?’ એક આયર જુવાન ઉભો થઇને બોલ્યો.
સહુ અસમંજસમા હતા ત્યાં તો કાળો ગામતરેથી પરત ફર્યો. મહુવાના માર્ગેથી કાઠીઓનુ પાળ આગળ વધી રહ્યુ હતું. કાળાની આગેવાનીમાં જુવાનડાઓ તૈયાર થયા. ગામને પાદર દાતરડીના આયરો અને જોગીદાસનુ પાળ સામસામે આવી ગયા અને ભયંકર ધિંગાણુ શરૂ થયુ. મરદ કાળો લડતા લડતા પાળની વચ્ચે ઘુસી ગયો અને પોતાના પહાડ જેવા ખડતલ શરીરની બન્ને દુધમલ ભુજાઓમા થામેલી શમશેરોથી હાહાકર મચાવી દયે છે.
ધિંગાણા મા કૈક બહારવટિયા અને આયરો ખપતા જાય છે. જોગીદાસ ખુમાણની દોરવણી મુજબ પાળ મહુવાના માર્ગે આગળ વધ્યુ. લ ડતા લ ડતા કાળો પોતાના સાથી ભાઇયોથી આગળ નિકળી ગયો તેનુ તેને ભાન ન રહ્યુ. ગામમા દેવસ્થાનની જે આડ છે તે અજાણતાં કાળો ઓળંગી ગયો. પાળ કાળાને દોઢેક ખેતરવાર બહાર લઇ ગયુ અને જોગીદાસના એક ઇશારે બધાએ કાળાને ચોતરફ ઘેરી લિધો.
કાળો એકલો પાળ સામે લ ડતા લ ડતા હવે થાક્યો હતો. તર વારની પ કડ ઢીલી પડી હતી. આંખ સામે અંધારુ છવાઇ રહ્યું. ત્યાં તો છન્ન્ન્ન્ન કરતો જોગીદાસનો ભા લો કાળા લાખણોત્રાને વાગતા ઘોડા પરથી જમીનદોસ્ત થયો. સુરજદેવ અસ્ત થતાંની સાથે જ જોગીદાસે કાળાનુમા થુઉતારી લિધુ !
દેવલબાઇના ઘરે કોઇએ સમાચાર દિધા કે કાળો ધિંગાણામા ખપી ગયો છે. જોગીદાસને તેને લઇને ગામ તરફ આવતા જોયો છે. ડોશીની આંખમાથી દળદળ આંસુ સરી પડ્યા. એવામા જોગીદાસ ખુમાણ અને તેનુ પાળ કાળાના ઘરે આવી ચડ્યું અને ડેલી ખખડાવી. દેવલબાઇ ભારે કઠણ હૈયાની સ્ત્રી હતી. આસું લુછી નાખ્યા અને ડેલી ખોલીને આવકારો દિધો !
‘સ્મરણ છે આઇ, તે’દિ મારા ભાણેજનુમા થુઆ હનુમાનજીને ચડાવ્યું હતુ.’
‘હા, સ્મરણ છે ભાઇ.
પણ, આવો ને ભાઇ બેસો.’ દેવલબાઇએ રૂડો આવકારો દિધો.
આવકારના શબ્દ સાંભળતા જ જોગીદાસ ઝબુકી ઉઠ્યો. પણ ભાણેજના વેરની આગ હજુ તેના દિલમાં સળગતી હતી. કાળાની ઘોડી પરથી તેનુ ધડ નીચે પડ્યુ અને તેને ઓસરીના કોરે ઉગમણે મોઢે સુવડાવી દેવલબાઇએ માથે સફેદ પછેડી ઓડાઢી કાળાના ઓવારણા લિધા.
‘ભલે, આવ્યો મારો લાલ, ભલે આવ્યો મારો અરજણ બાપ, તે તો આપડી એકોતેર પેઢી ઉજળી કરી.’
‘આવા મરદની કાણ્ય નો મંડાય વહુ, ઇ તો સદાય જિવંત છે. મારો લાલ કંધોતર તો ગામના રક્ષણ માટેમ ર્યોનથી પણ અમર થઇ ગયો છે. તેના પર રોણો શાનો !’ દેવલબાઇએ વહુને કિધુ.
ઇ જ ટાણે વહુ દેવલબાઇની સામે ઉભી રહી ગઇ.
‘હા માં, જેમ તમે કહો એમ આયર તો સ્વર્ગાપુરી સિધાવ્યા !’
સામે ઉભેલા બહારવટિયા એકીટશે આ બધુ જોઇ રહ્યા હતા.
‘ત્યારે લ્યો આઇ, તમારા દિકરાનુશી શ! ચડાવો હનુમાનજીને ’ જોગીદાસે કિધુ.
‘હા, ભાઇ આ શીશ તો હનુમાનજીને જ ચડે ! કારણ મારો કાળો હનુમાનજીનો ઉપાસક હતો. નિકર એના નિવૈધ અધુરા રહેત ને !’
ત્યાં તો જોગીદાસ ખુમાણ જેવો ખું ખાર બહારવટિયો પણ પળવાર માટે ઢીલો પડી ગયો.
‘વાહ, જનેતા તારા પેટમા આવા જ સંતાન પાકે.’
એમ કહી જોગીદાસે દેવલબાઇની રજા લિધી.
‘ના બાપ, તમે આયરના આંગણે પધાર્યા છો. તમે આ મોકે અમારા મહેમાન છો. તમને જમાડ્યા વિના કેમ જવા દેવાય. લ્યો કસુંબા પાણી કરાવુ.’
‘અરે, આઇ તમારા દિકરાનુમા થુકાપી લાવ્યો છુ. અમારાથી કેમ જમાય?’
જોગીદાસ ગળગળો થઇ બોલ્યો.
‘ના, બાપ અમારે આયરને તો મહેમાન ભગવાન સમાં ! મારા આંગણેથી એમનેમ જાવ તો અમને ઓછપ લાગે બાપ.’ દેવલબાઇનો અવાજ ત્રુટતો હતો પણ કઢણ હૈયાની ડોશી આંસુ અંદર જ પી જતી હતી.
‘ઘોડા પરથી ઉતરો અને વાળુ કરીને જજો ભાઇ’.
દેવલબાઇની હિંમત અને જુસ્સો જોઇને જોગીદાસ એકદમ અચંબિત થઇ ગયો.
ઘોડા પરથે હેઠે ઉતરીને જોગીદાસ દેવલબાઇના પગમાં પડી ગયો.
‘આઇ તમે જીત્યાં, ધન્ય છે તમારી મેમાનગતિને ! પણ, જ્યારથી મારા ભાણેજનુમો તથયુ છે ને ત્યારથી મે દાતરડીનુ પાણી હરામ કર્યુ છે.’
‘તો મારે તમારુ નીમ ન તોડાવાય. આપ સુખરૂપે સિધાવો.’
દેવલબાઇના આ શબ્દો સાંભળી જોગીદાસ ખુમાણ અને તેનુ પાળ પરત ફર્યું.
લેખક – નટુદાન બારોટ
જય મુરલીધર
(આહીર પ્રવીણ સોનારાએ અમર કથાઓ ગ્રુપમાં મુકેલી પોસ્ટ.)