મિત્રો મારો બાઇક પ્રવાસ નો લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચાર નો છે ને ધાર્મિક મંદિર સ્થળો ની માહિતી જનતા ને પહોંચાડવા નો છે. કોઈ ભૂલ હોય તો માફ કરશો. મારા દરેક પ્રવાસ મા મારી ધર્મ પત્નિ સુખ દુઃખ મા સાથે જ હોય છે
જય માતાજી મિત્રો મારોબાઈક પ્રવાસ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ થી 125 કિલોમીટરના અંતરે આવેલા શામળાજી અને ત્યાંથી 25 કિલોમીટરના અંતરે અરવલ્લી જિલ્લામાં આવેલ મોડાસા શહેર ની બાજુમાં બાજકોટ ગામનો. આ ગામ ની ડુંગરાળ ધરતી માથે ચેતન સમાધિ લીધી એવા આગમવાણીના પ્રખ્યાત સંતશ્રી દેવાયત પંડિત ની વાત છે.
જય સંતશ્રી દેવાયત પંડિત દાદા
ભારતના નકશામાં ગુજરાત એમાંય સૌરાષ્ટ્ર એટલે સંતોની જન્મ ભૂમિ. સંતોને સૌરાષ્ટ્રમાં જન્મ લેવાનું મન થાય એવી ભૂમિ. ભગવાન શ્રીકૃષ્ણ ને રાજકરવાનું મન થયું એવી ભૂમિ. સૌરાષ્ટ્ર આ ભૂમિ માં ઘણા નામી અનામી સંતો થયા. એમના એક આગમવાણી ના પ્રખ્યાત સંત એટલે દેવાયત પંડિત.
દેવાયત પંડિત નો જન્મ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં વંથલીગામમાં બ્રાહ્મણ જ્ઞાતિ થયો. દેવાયત પંડિતના માતાપિતા ધર્મ પ્રયાણ સાધુસંતોની સેવા કરવી હોમહવન ભક્તિ સત્સંગ ભજન કરવા ગોરમહારાજ ગોરપદુ કરતા. દેવાયત પંડિતમાં નાનપણ થીજ સંસ્કાર ઉતરેલા તેપણ સાધુસંતો ની સેવાચાકરી કરે, ભગવાન શિવનીઆરાધના કરે. નાની ઉંમરમાં દેવાયત પંડિત ના માતાપિતા શિવના ધામમાં ચાલ્યા ગયા. દેવાયત પંડિત દરરોજ ગાયો ચરાવવા જતા. ગાયોમાંથી એકગાય દરરોજ દૂધ ઓછું આપે દેવાયત પંડિત ને એમ થયું કે ગાયને કોઈ દોહી લીયે છે.
એકદિવસ તે ગાયનું ધ્યાન રાખે છે. ને તે ગાયની પાછળ જાય છે. તો ગાય એક જગ્યા પર જઈને ઉભી છે ને તેમના આચાડમાંથી દૂધની ધારા આપ મેળે જમીનમાં જાય છે. આ જોઈને દેવાયત પંડિત ગામ લોકોને બોલાવીને ત્યાં જમીનમાં ખોદે છે. ત્યાંથી ભગવાન શંકરની શિવલીગ નિકળે છે. ત્યાં શિવલીગની સ્થાપના કરી મંદિર બનાવે છે. એ મંદિરના આજ પણ વંથલી મા આપ દર્શન કરી શકો છો. મોજુદ છે.
દેવાયત પંડિત શિવની આરાધના કરે છે. સાધુસંતોની સેવા કરે છે. એક દિવસ તરણેતર ના મેળામાં જાય છે. ત્યાં ઘણા સાધુસંતો ને મળે છે. એમના મનની વાત સાધુને કહે છે. પણ તેમને કોઈ સાધુ સંતો પાસેથી મનનું સમાધાન થતું નથીને તેમનું સંસારમાં પણ મન લાગતું નથી.
તરણેતરના મેળામાંથી સીધા જૂનાગઢ ના ડુંગર ઉપર સાધુસંતોની સેવા કરવા લાગ્યા. તેમાં એક સાધુ શોભાજી મહાત્મા પાસે દેવાયત ના મનનું સમાધાન થાય છે. અને મહાત્મા શોભાજી દેવાયત પંડિત ને કંઠી બાંધે છે. શિષ્ય બનાવે છે. ગુરુમંત્ર આપે છે. દેવાયત પંડિત ને કહે છે, દેવાયત, ભક્તી સાધુ થઈને નહીં પણ સંસારમાં રહીને કરો. તમારી ઉપર ભોલેનાથ ને મા સરસ્વતી ની કૃપા પ્રાપ્ત થશે. સૂરજ ચન્દ્ર રહેશે. ત્યાં સુધી તમારી નામના રહેશે.
શોભાજી ગુરુજી ની આજ્ઞા માથે ચડાવી ને દેવાયતપંડીત સૌરાષ્ટ્રમાં પંચાળની ધરતી મા આશ્રમ બનાવી સાધુસંતોની ગરીબ દુખિયાની સેવા કરે છે. અને દેવળદે સાથે લગ્નકરી ને ભજન સત્સંગ ભક્તિ કરે છે. દેવાયત પંડિતની ભક્તિ ના પ્રતાપે ભગવાન શિવે દર્શન આપ્યા. શિવ અને મા સરસ્વતીની કૃપા થઈ ને દેવાયત પંડિત થયું ને થાવાનું તે બધું જાણવા મળતું ને દેવળદે પણ ઇન્દ્રનલોક થી અવતરેલા હતા. તે પણ શક્તિ ને ભક્તિ થી ભરપૂર હતા.
દેવાયત પંડિત તે ભજન રચના કરતા અને હવે કલિયુગ શુ થશે. તેમને ભજન ની રચના કરતા તે આગમનીવાણી કહેતા. દેવાયત પંડિતને અભિમાન આવ્યું ને તેમની ઘરની નાર એવા દેવલદે પર શંકા કરી અને દેવલદે આશ્રમછોડી ને ચાલ્યા જાય છે. ને એકદિવસ દેવાયત પંડિત ને પોતાની ભૂલ સમજાઈ ને દેવળદે ને ગોતવા જાઈ છે. પણ તેમના અભિમાન તો હજુ હતું તે દેવલદે ને ગોતતા ગોતતા જૂનાગઢ ની બાજુમાં આવેલ ગામ મજેવડી જાય છે. ત્યાં લુહારજ્ઞાતિ ના સંત શ્રીદેવતણખી બાપા ને તેમની નાની એવી દીકરી લિરલબાઈ ભગવાનની ભક્તિ કરતા હતા.
દેવાયત પંડિત મજેવડી ગામ જતા હતા. ત્યાં ગામની બારેઢાળ ચડતા ગાડાનો લોખંડ નો ધરો તૂટી જાય છે. સાતમનો દિવસ ગામમાં કોઈ પણ લુહાર અગ્નિપેટાવે નહિ. દેવાયત પંડિત લુહારજ્ઞાતિ ના સંતને ત્યાં જાય છે. કહે છે કે હું દેવાયત પંડિત મારા ગાડાનો ધરો તૂટી ગયો તમે સાંધી આપો. પણ દેવતણખીભગત કહે આજે સાતમ છે. ભઠ્ઠી મા અગ્નિ પ્રગટાવાય નહિ અમે સાતમ પાળી છે. પણ દેવાયત પંડિત કહે હું દેવાયત પંડિત મને ના પાડો ત્યારે દેવતણખી ભગત કહે, તમે અહીં રોકાઈ જાવ સાંજે ભજન સતસંગ કરશુ સવારે જાજો. તમે જે દેવલદે ને ગોતવા નિકળા છો તે તમને અહીજ મળી જાશે.
દેવાય તપંડિત માનતા નથી અને દેવતણખી ભગત ની દીકરી કહે, બાપુ દેવાયત પંડિત ને કામ કરી આપીએ. અને પછી દિવા ઉપર લોખંડ નો ધારો તપાવવા મુકે છે ને ધારો લાલચોળ થઈ જાય ત્યારે દેવતણખી ભગત કહે કે દેવાયત પંડિત કરો હવે ઘણનો ધા. ઘણ મારે ત્યાં એરણ પાતાળમા ઉતરી જાય છે. ભગતની દીકરી લિરલબાઈ કહે બાપુ ધારો મારા પગની ઘૂંટી ઉપર રાખો દેવાયત પંડિત કહે હવે મારો ઘણ ને. ધરો સંધાઈ જાય ને દેવાયત પંડિત નું અભિમાન ઉતરી જાય છે.
સમય જતાં દેવળદે ઈન્દ્રલોક જાય ને દેવાયત પંડિત ના ગુરુના આદેશ ભગવાનની આજ્ઞાથી કું વારી જમીન મા સમાધિ લેવાનું નક્કી કરી ને કું વારી જમીન ગુજરાત માં અરવલ્લી જિલ્લામાં મોડાસા ની બાજુમાં બાજકોટ ગામ મા જીવતા સમાધિ લીધી ને સ્વર્ગમાં જાય છે.
તો મિત્રો આ જગ્યા મા દર્શન જરૂર કરવા જાજો ત્યાં.
જય પંડિત દેવાયત સતી દેવલદે
લેખક – ભરત શીંગડીયા
“જય માતાજી”
(પ્રજાપતિ) 1/12/2020 (અમર કથાઓ ગ્રુપ)