દેવગુરુ બૃહસ્પતિનો 23 માર્ચથી થઇ રહ્યો છે ઉદય, આ રાશિવાળાને કરિયર અને ધંધામાં થશે જબરજસ્ત લાભ.

0
1322

ગુરુ ગ્રહનો ઉદય થવાથી આ 6 રાશિવાળાને થશે લાભ, દાંપત્ય જીવન સારું રહેશે, પત્નીની આવકમાં વધારો થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રહોનું રાશિ પરિવર્તન કે ગોચર લોકોના જીવન પર સકારાત્મક અથવા નકારાત્મક અસર કરે છે. 23 મી માર્ચે દેવગુરુ બૃહસ્પતિનો ઉદય થવા જઈ રહ્યો છે. એટલે કે તે સૂર્યથી દૂર જવાને કારણે પોતાની પૂરી શક્તિથી પોતાની અસર દેખાડશે. વૈદિક જ્યોતિષમાં ગુરુને સૌથી શુભ અને સકારાત્મક પરિણામ આપનાર ગ્રહ માનવામાં આવે છે. ગુરુના પ્રભાવથી આવક અને ધર્મમાં વૃદ્ધિ થાય. તો આવો જાણીએ કે ગુરુના ઉદયને કારણે કઈ રાશિના લોકોને ગુરુના પ્રભાવથી મોટી સફળતા મળવાની છે.

મેષ : આ રાશિના લોકો માટે ગુરુ 9 મા અને 12 મા ઘર (ભાવ) નો સ્વામી છે. પરંતુ તે કુંભ રાશિમાં એટલે કે તમારા 11 મા ઘરમાં ઉદય પામશે. આ સ્થાનને આવકનું સ્થાન કહેવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે તમને આવક સંબંધિત સકારાત્મક પરિણામો મળશે. જો તમારી કુંડળીમાં ગુરુ સારી કે મજબૂત સ્થિતિમાં હોય અને તમને નોકરી કે ધંધામાં મોટો ફાયદો મળી શકે છે. આ સમયગાળામાં તમારી આવક કોઈને કોઈ રીતે વધશે અને આવકના નવા રસ્તા ખુલશે. જો તમે ક્યાંક રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવા જઈ રહ્યા છો, તો લાભ મેળવવા માટે આ યોગ્ય સમય છે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા અને અગિયારમા ઘરનો સ્વામી છે, અને તે તેમના દસમા ઘર એટલે કે કર્મભાવમાં ઉદય પામી રહ્યો છે. આ સ્થાન રોજગાર, સન્માન, સત્તા અને રાજ્યના સહયોગનું સ્થાન માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, આ રાશિના લોકો નોકરી કરતા હોય કે વેપારી હોય, તેઓ દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. નોકરી કરનારાઓને પ્રમોશન મળી શકે છે અથવા પગારમાં સારો વધારો થઈ શકે છે. વ્યવસાયમાં નવી તકો પણ આવશે, જેના કારણે તમારી આવક લાંબા ગાળે વધશે.

મિથુન : આ રાશિના લોકો માટે ગુરુ સાતમા અને દસમા ઘરનો સ્વામી છે અને તે તેમના નવમા ઘરમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં ઉદય થઇ રહ્યો છે. આ રાશિના લોકો માટે ગુરુ શુભ છે, કારણ કે તે બે કેન્દ્ર સ્થાનનો સ્વામી છે. આ સિવાય નવમા ઘરનો કરક ગ્રહ પણ છે. આવી સ્થિતિમાં નવમા ઘરમાં ગુરુના ઉદયને કારણે, આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે અને તે તેમને જીવનના તમામ ક્ષેત્રોમાં લાભ આપશે. નોકરી, ધંધો, લગ્નજીવન, ધાર્મિક કાર્ય જેવી તમામ બાબતોમાં તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા માટે રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે ગુરુ પાંચમા અને આઠમા ઘરનો સ્વામી છે અને તે સાતમા ઘરમાં ઉદય થશે. આ સ્થાન દાંપત્ય જીવનનું હોય છે. આવી સ્થિતિમાં તમારું દાંપત્ય જીવન સારું રહેશે અને તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. કોઈપણ કામમાં એકબીજાનો પૂરો સહયોગ રહેશે. સાતમા ઘરમાં ગુરુનો ઉદય થવો એ વાતનો પણ સંકેત છે કે, તમારી પત્નીની આવકમાં વધારો થશે. જો તમે લગ્ન માટે વધુ સારા સંબંધની શોધમાં છો, તો તમને તમારી પસંદગીનો પ્રસ્તાવ પણ મળી શકે છે.

તુલા : તુલા રાશિના લોકો માટે, ગુરુ ત્રીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે અને તે તેમના પાંચમા ઘરમાં ઉદય પામી રહ્યો છે. તમારા ત્રિકોણ ઘરમાં ઉદય થવાને કારણે આ રાશિના લોકોને તેના શુભ ફળ મળશે. પાંચમું સ્થાન બાળકો, શિક્ષણ, સર્જનાત્મકતા સાથે સંકળાયેલું છે. આવી સ્થિતિમાં શિક્ષણ, કલા અને સંગીત સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. જો તમે કોઈપણ ક્ષેત્રમાં કંઈક નવું કરવાનું વિચાર્યું છે, તો તેમાંથી તમારી આવક વધી શકે છે. ગુરુની સાતમી દૃષ્ટિ આવકના ઘર પર પણ રહેશે, તેથી અંતે તેનું પરિણામ આવકના રૂપમાં સામે આવશે.

મકર : મકર રાશિના લોકો માટે, ગુરુ ત્રીજા અને બારમા ઘરનો સ્વામી છે અને તે તેમના બીજા ઘરમાં ઉદય થશે. બીજું ઘર પૈસા અને વાણીનું ઘર કહેવાય છે. આ સમય દરમિયાન, તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. વેપારમાં કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. માર્કેટિંગ, વકીલ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.