કઈ ભૂલો કરવા પર તમારા પર રહે છે અલક્ષ્મીની અશુભ અસર, જાણો તેનાથી બચવાના ઉપાય.
ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મી પહેલા તેમની મોટી બહેન અલક્ષ્મી નીકળ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેવી લક્ષ્મીની કોઈ મોટી બહેન પણ છે. તેમનું નામ અલક્ષ્મી છે. તેમના નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે તેમણે આસુરી શક્તિઓનું વરણ કર્યું. ત્યાર પછી સમુદ્રમાંથી નીકળેલા લક્ષ્મીને ભગવાન વિષ્ણુને પસંદ કર્યા.
દેવી લક્ષ્મી ધન ધાન્યની દેવી છે, તેમની પૂજા અર્ચના કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, તેનાથી વિપરીત દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. તેમને સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાં નથી ગણવામાં આવતા. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે એક મહર્ષિ સાથે તેમના લગ્ન થયા હતા.
લોક કથાઓ મુજબ સમુદ્ર મંથન વખતે જયારે રત્ન નીકળ્યા તો તે વખતે થોડા ઉપરત્ન વગેરે પણ નીકળ્યા. તેમાંથી એક દેવી અલક્ષ્મી હતા. અમુક માન્યતાઓ અનુસાર સમુદ્રમાંથી વારુણી એટલે કે મ-દી-રા લઈને નીકળવા વાળી સ્ત્રી અલક્ષ્મી હતા. ભગવાન વિષ્ણુની અનુમતિથી દૈત્યોને મ-દિ-રા આપી દેવામાં આવ્યું. અમુક લોક માન્યતાઓ મુજબ અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર માંથી થઇ હતી, એ કારણે તેમને લક્ષ્મીની મોટી બહેન કહેવામાં આવે છે.
માન્યતાઓ મુજબ દેવી લક્ષ્મીની જેમ જ અલક્ષ્મીનું ઉદ્દગમ પણ સમુદ્રમાંથી થયું હતું. જેથી અલક્ષ્મીને દેવી લક્ષ્મીની મોટી બહેન માનવામાં આવે છે. દેવી અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક નામના મુની સાથે થયા હતા. જયારે મુની દેવી અલક્ષ્મીને લઈને તેમના આશ્રમ ગયા તો અલક્ષ્મીએ તે આશ્રમમાં પ્રવેશ કરવાની ના કહી દીધી. જયારે મુનીએ તેનું કારણ પૂછ્યું ત્યારે દેવી અલક્ષ્મીએ તેમને જણાવ્યું કે, તે કેવા ઘરમાં નિવાસ કરે છે અને કેવા સ્થળ ઉપર તે પ્રવેશ પણ નથી કરતી? દેવી અલક્ષ્મી દ્વારા જણાવેલી વાતો ઉપરથી ધન હાનીના કારણો અને તેના બચાવ વિષે સરળતાથી જાણી શકાય છે.
દેવી અલક્ષ્મી કહે છે કે, હું ફક્ત તે જ ઘરોમાં જાઉં છું જે ગંદા હોય છે, જ્યાં લોકો હંમેશા ઝગડતા હોય છે, જ્યાં લોકો ગંદા કપડાં પહેરે છે અને જ્યાં લોકો અધર્મ કે અન્યાય કરે છે. જે ઘરોમાં હંમેશા સ્વચ્છતા રહે છે, લોકો સવારે વહેલા ઉઠે છે, દરરોજ ભગવાનની પૂજા કરે છે, સ્વચ્છ વસ્ત્રો પહેરે છે, એવી જગ્યાએ દેવી અલક્ષ્મી પ્રવેશ કરી શકતા નથી. આવા ઘરોમાં દેવી લક્ષ્મીનો અધિકાર હોય છે. એવું માનવામાં આવે છે કે દેવી અલક્ષ્મીને તીખી અને ખાટી વસ્તુઓ પસંદ છે, અને તેથી જ ઘર અને દુકાનની બહાર લીંબુ અને મરચા લટકાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, દેવી અલક્ષ્મીને આવી વસ્તુઓ પ્રિય હોવાને કારણે તે દરવાજા પર જ તે ખાઈ લે છે અને તે જગ્યામાં પ્રવેશવાને બદલે તે દરવાજામાંથી જ નીકળી જાય છે. દેવી લક્ષ્મીની પૂજા કરવા છતાં પણ જે લોકોને ધનની ખોટ થતી રહે છે, આવા લોકો પર દેવી અલક્ષ્મીનો પ્રભાવ રહે છે અને તેઓ દેવી અલક્ષ્મી દ્વારા જણાવવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખીને ધનની વધુ ખોટમાંથી મુક્તિ મેળવી શકે છે.
ગ્રંથો મુજબ ઘર દુકાનોમાં ક્યારે પણ દેવી લક્ષ્મીની એવી મૂર્તિ કે ફોટા ન રાખવા જોઇએ, જેમાં તે ઘુવડ ઉપર બેઠેલા હોય. માન્યતા છે કે આવી લક્ષ્મી ચંચળ સ્વભાવની હોય છે અને તે ક્યારે પણ એક જગ્યા ઉપર ટકતા નથી. તે ઉપરાંત દેવી લક્ષ્મીની ઉભી મૂર્તિ પણ ન રાખવી જોઈએ. ઘર દુકાનમાં લક્ષ્મીની એવી મૂર્તિ કે ફોટો રાખવો જોઈએ, જેમાં તે કમળના ફૂલ ઉપર બેસેલા હોય. લક્ષ્મીજીના આવા ફોટા ધન લાભ માટે શુભ માનવામાં આવે છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.