આ જગ્યા પર આવેલી છે દેવીની સાડે તીન શક્તિપીઠ માંની એક શક્તિપીઠ, જાણો તેની અજાણી વાતો.

0
384

સાડે તીન ૩ ૧/૨ શક્તિપીઠ :

યાદવોએ વસાવેલું કોલ્હાપુર મોગલોએ ઈ.સ ૧૬૭૫ માં જીતી લીધું હતું. પરંતુ ત્યારબાદ છત્રપતિ શિવાજીએ તેને ફરીથી જીતી લીધું. ત્યારબાદ શિવાજી મહારાજના પુત્ર રાજારામે પન્હાળાથી ખસેડીને કોલ્હાપુરને ૧૭૦૮ માં રાજધાની બનાવી. એકાવન પીઠમાનું એક કોલ્હાપુર છે.

આધ્યાત્મિક રીતે એવું માનવામાં આવે છે કે, કોલ્હાપુર ભગવાન વિષ્ણુનું પોતાનું નિવાસ સ્થાન છે. તેને દિક્ષણનું કાશી કહેવાય છે. કોલાસુર નામના રાક્ષસ પરથી તેનું નામ કોલ્હાપુર પડ્યું છે. જેનો વ ધદેવી મહાલક્ષ્મીએ કર્યો હતો. કોલ્હાપુર સહ્યાદ્રિ પર્વતમાળાની પાસે વસેલું છે. તેનો શ્રેય છત્રપતિ તારાબાઇને જાય છે.

તારાબાઇ પછી કોલ્હાપુરની દેખરેખ અને સત્તા પતિ સાહુ મહારાજના હાથમાં આવી. અહીં બીન શાકાહરી વાનગી તામ્ડા રસા તથા કોલ્હાપુરી મિસલ અને અખ્ખી મસૂર ખાસ લિજ્જતદાર શાકાહરી પકવાનોમાં ગણાય છે.

પંચગંગાને કિનારે મહાલક્ષ્મી મંદિર જે ચાલુક્ય રાજા કરણદેવે ૬૩૪ માં બંધાવ્યું હતું. મંદિરના છતની દીવાલ પર આઠ દિગપાલ ભગવાન વિષ્ણુ સાથે ખુબ જ સુંદર કારીગરી કરીને દર્શાવ્યા છે. મંદિર કાળાં આરસમાંથી બનાવેલ છે. દર શુક્રવારે દેવીને મંદિરની ફરતે ફેરવવામાં આવે છે.

કોલ્હાપુરમાં કુસ્તીબાજોના અખાડા પણ જોવા મળશે. સવારથી સાંજ સુધી આ અખાડાઓમાં કુસ્તીનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રીનું આ હોમટાઉન છે. ભાગ્યશ્રી પટવર્ધન રાજકુટુંબની દીકરી છે. દર વર્ષે દશેરા અને અન્ય ઉત્સવ નિમિતે પટવર્ધન રાજપરિવાર શહેરની મુલાકાતે નીકળે છે.

આઝાદી પૂર્વે વર્ષ ૧૯૪૫ માં ખોદકામ સમયે કોટીતીર્થના અવશેષ મળી આવ્યા હતા. તે અવશેષ મ્યુઝીયમમાં જોવા મળે છે. અહી પંચગંગા ઘાટ સ્થિત શિવાજી અને શમ્ભાજીની સમાધિ આવેલ છે. પંચગંગા ઘાટમાં સ્નાન કરીને યાત્રિકો આશીર્વાદ મેળવે છે.

આપણે ચાર ધામ અને પંચ કેદારની યાત્રા ના મહત્વથી વાકેફ છીએ પણ મહારાષ્ટ્ર મા આથીય વિશેષ મહત્વ સાડે તીન દેવીની યાત્રાનુ છે. દેવીની સાડા ત્રણ શક્તિ પીઠોમાંથી એક ગણાતા કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરનો વૈભવ આશ્ચર્યજનક છે. અન્ય બીજી ત્રણ શક્તિ પીઠ તુલજાપુરનુ ૯૦૦ ભવાની, નાસીક પાસે સપ્તશૃગી અને મહુર પર્વત પરનું રેણુકા દેવીનું મંદિર. પણ આ તો ચાર થયાં તો અડધી શક્તિ પીઠ કઇ? જે અંગે કોઇ તર્કબદ્ધ ખુલાસો મળેલ નહીં પણ અહીં સ્થાનિક લોકો રેણુકા મંદિર ને અર્ધ શક્તિ પીઠ ગણે છે.

૯૦૦ વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોએ માતાજીને ચરણે ધરેલી ભેટ સોગાદોની ગણતરી મુજબ. આ મંદિરની સંપત્તિમાં સોનાના દાગીના સૌથી વધારે છે. શ્રદ્ધાળુઓ માતાજીને, દાગીના, હાર, વસ્ત્રો, રોકડ વગેરે અર્પણ કરે છે. એ સંપત્તિની ગણતરીનો નિર્ણય તાજેતરમાં લેવાયો. આ ભેટ સોગાદો ચઢાવામાં આ ૯૦૦ વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં સુવર્ણ આભૂષણો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વર્ષમાં સૂર્ય પોતે બેવાર લક્ષ્મીચરણ પૂજા પોતાના કિરણોથી કરે છે. એ પણ એક અલૌકિક બાબત ગણી શકાય.

– જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)