આ મંદિરમાં ભક્તો લખે છે ભગવાનને વિચિત્ર ચિઠ્ઠી, ચકિત કરનારું છે તેનું કારણ.

0
318

જાણો એક એવા મંદિર વિષે જેમાં ભક્તો વિચિત્ર ચિઠ્ઠી લખીને ભગવાનને અર્પણ કરે છે.

કર્ણાટક રાજ્યમાં એક એવું મંદિર છે, જ્યાં લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે ભગવાનને ચિઠ્ઠી લખે છે. આ પ્રાચીન મંદિર હાસન જિલ્લામાં આવેલું છે. મંદિરનું નામ હસનંબા મંદિર (Hasanamba Temple) છે. આ મંદિર પોતાના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

મંદિરમાં દર વર્ષે મેળો ભરાય છે : મંદિરમાં દર વર્ષે ‘હસનંબા મહોત્સવ’ યોજાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચે છે અને પોતાની મનોકામના પુરી કરવા માટે ભગવાનને વિચિત્ર ચિઠ્ઠી લખે છે. આ વર્ષે મંદિરના ભગવાનને લખેલા ઘણા પત્રો સોશિયલ મીડિયા પર ફેમસ થયા છે.

મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે : જણાવી દઈએ કે, આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે, તે પણ માત્ર એક અઠવાડિયા માટે. તે પછી આ મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ થઈ જાય છે. આ મંદિર દર વર્ષે દિવાળી દરમિયાન એક અઠવાડિયા સુધી ખોલવામાં આવે છે. આ વર્ષે મંદિરને 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું.

હોયસલા વંશ દરમિયાન થયું હતું આ મંદિરનું નિર્માણ : અહીંના લોકોનું માનવું છે કે, હસનંબા મંદિરનું નિર્માણ હોયસલા વંશની આસપાસ થયું હતું. જો કે, આ મંદિરના નિર્માણ અને તેના ઈતિહાસ વિશે કોઈ દસ્તાવેજ અસ્તિત્વમાં નથી. તમને જણાવી દઈએ કે હોયસલા વંશના શાસન દરમિયાન હાસન કર્ણાટકનું સૌથી મોટું શહેર હતું.

અધિષ્ઠાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે : હસનંબા મંદિરમાં અધિષ્ઠાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં આવીને ભક્તો ભગવાનને ચિઠ્ઠી લખીને પ્રાર્થના કરે છે. આવી ઘણી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર ફેમસ થઈ હતી. એક ચિઠ્ઠીમાં એક ભક્તે પોતાના માટે પરીક્ષામાં 90 ટકા માર્ક્સ માંગ્યા હતા.

પુત્ર માટે કરી હતી સુંદર પત્નીની માંગણી : ચિઠ્ઠીમાં એક ભક્તે પોતાના પુત્ર માટે સુંદર પત્નીની માંગણી કરી હતી. તેમજ એક ભક્તે ભગવાને ચિઠ્ઠી લખીને માંગણી કરી હતી કે, તેમના ઘરની નજીકનો રસ્તો રીપેર થઈ જાય. એક ભક્તે લખ્યું હતું કે, જો તેની મનોકામના પૂરી થશે તો તે 5000 રૂપિયા આપશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.