ધાર્મિક સ્થળો પર જવાથી શું મળે છે?

0
849

ફક્ત ભગવાનના દર્શન જ નહિ પણ ધાર્મિક સ્થળો પર જવાથી થાય છે આ બધાની પ્રાપ્તિ. હિંદુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ કે પછી દુનિયાના બીજા ધર્મ. બધા ધાર્મિક સ્થળોનું મહત્વ ઘણું વધુ માનવામાં આવે છે. આપણે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર જઈએ છીએ તો આપણી અંદર એક અંતરીક શાંતિ, એક આંતરિક સુખની અનુભુતી કરે છે. આવો જાણીએ શું હોય છે તે અલગ એવો અહેસાસ અને શું હોય છે ખાસ આ ધાર્મિક સ્થળ ઉપર ગયા પછી.

શાંતિ આપે છે ધાર્મિક સ્થળ : તમે ભલે કોઈ પણ ધર્મ, જાતી કે સમુદાય સાથે જોડાયેલા હોય પરંતુ જયારે તમે કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસ ઉપર જાવ છો કે પ્રવાસ છોડો આમ પણ કોઈ મંદિર, ગુરુદ્વારા, ચર્ચ વગેરેમાં જતા રહો છો, તો એક અલગ એવું શાંત વાતાવરણનો અનુભવ થાય છે. તમારી અંદર પણ એક આત્મિક શાંતિ તમે અનુભવો છો. તમને લાગે છે કે જેમ કે તમારી તમામ ચિંતાઓ દુર થઇ રહી છે. તમને એક આત્મિક સુખનો, આનંદની અનુભૂતિ થવા લાગે છે.

મંદિરની ઘંટડી હોય કે પછી ગુરુદ્વારેમાં માથું ઢાંકીને જળથી પગ ધોઈ ગુરુદ્વારાના પ્રાંગણમાં પ્રવેશ કરવો શાંતિ આપનારો હોય છે. શું ક્યારેય તમે વિચાર્યું છે કે એવું કેમ થાય છે. શું અચાનક આપણી અંદર આપણે એ પરિવર્તન, તે શાંતિ, તે સુખ અનુભવીએ છીએ. તેનું કારણ છે ધાર્મિક સ્થળોનું વાતાવરણ અને તે વાતાવરણ માંથી મળતી સકારાત્મક ઉર્જા.

મોટાભાગે ધાર્મિક સ્થળ ખાસ કરીને હિંદુઓના ધાર્મિક સ્થળ પ્રકૃતિના ખોળામાં નિર્મિત કરવામાં આવ્યા છે, જેના કારણે કુદરતી રીતે જ તે સ્થળો ઉપર એક સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. તે સકારાત્મક ઉર્જા આપણેને પ્રભાવિત કરે છે અને આપણેને સુખની અનુભૂતિ થવા લાગે છે. ગુરુ રવીન્દ્ર નાથ ટાગોરે પણ તેના એક પુસ્તક ‘સાધના ધ રીયલાયજેશન ઓફ લાઈફ’ માં કહ્યું છે કે તે સ્થળો આત્માને સુખ પ્રદાન કરે છે, પ્રકૃતિનું એ રૂપ આપણા આત્માને પરમાત્મા સાથે મેળવવામાં સહાયક સિદ્ધ થાય છે.

કેમ મળે છે ધાર્મિક સ્થળો ઉપર સુખ?

નિર્માણ કળા – મંદિરોના નિર્માણનું કાર્ય ઘણું જ સમજી વિચારીને વસ્તુનુસાર કરવામાં આવે છે. સ્થળો પણ કુદરતી વાતાવરણ જોઇને જ પસંદ કરવામાં આવે છે. પ્રાચીન મંદિર તો એવા સ્થળો કે પર્વતો ઉપર બનાવવામાં આવે છે જ્યાંથી ચુંબકીય તરંગો મજબુત થઈને પસાર થાય છે.

મૂર્તિઓની સ્થાપના પણ એવા સ્થાન ઉપર કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય અસર વધુ હોય. તાંબાના છત્ર અને પાટ રાખવા પાછળ પણ એ કારણ હોય છે કે તાંબુ વીજળી અને ચુંબકીય તરંગોને અવશોષિત કરે છે. આ રીતે જે પણ મદિરમાં દેવી-દેવતાના દર્શન કરવા આવે છે અને તેની પરિક્રમા છે, તે પણ એ ઉર્જાને અવશોષિત કરી લે છે. જેથી તેમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.

જવાનો સમય – ધાર્મિક સ્થળો ઉપર જવાનો પણ એક ચોક્કસ સમય હોય છે. સવારે અને સાંજના સમયે જ મંદિરોમાં જવું લાભદાયક રહે છે બપોરે 12 વાગ્યાથી લઈને બપોર પછી 4 વાગ્યા સુધી મંદિરોમાં જવું પ્રતિબંધિત માનવામાં આવે છે. એટલા માટે સામાન્ય રીતે જોયું જ હશે કે સૂર્યોદય અને સુર્યાસ્તના સમયે મોટાભાગના શ્રદ્ધાળુઓની ભીડ મંદિરોમાં જોવા મળે છે.

દેવોપાસના – મંદિરો હોય કે અન્ય ધાર્મિક સ્થળ ત્યાં જઈને દેવમૂર્તિ સમક્ષ માથું આપોઆપ ઝુકી જાય છે અને શ્રદ્ધાળુ તેની પ્રાર્થના, ધ્યાન, કીર્તન-ભજન, પૂજા-આરતી દ્વારા પોતાની શ્રદ્ધાનુસાર ઉપાસના કરવા લાગે છે. પૂજા-આરતી દ્વારા દીવાની વાટ લો, સંગીત અને મંદિરના વાતાવરણની મિશ્ર અસર ભક્ત ઉપર પડે છે. ઘણા વિદ્વાન તો તેને આયનીક ક્રિયા સુધી ગણાવે છે, જેથી વ્યક્તિનું શારીરિક પરિવર્તન થઇ જાય છે અને ઘણી વખત તેને બીમારીઓ માંથી પણ મુક્તિ મળી જાય છે.

પ્રાર્થના કરવાથી પણ આપણેને શક્તિ મળે છે. મનમાં વિશ્વાસ પેદા થાય છે અને સકારાત્મક ભાવ જાગ્રત થવા લાગે છે. ભજન કીર્તન કરવું પણ પોતે એક અલગ સુખ છે. સંગીતની લહેરોમાં ભળીને ભજનોથી અંતરમન નિર્મળ અને હળવું થઇ જાય છે. ઘ્યાનમાં એકાગ્ર જ નથી કરતું પરંતુ તે આપણેને જાગૃત કરે છે, સચેત કરે છે વાસ્તવમાં ધ્યાનને વિદ્વાનોએ મોક્ષનો દ્વાર માન્યું છે, કહે છે ને.

શ્રદ્ધા વગર ભક્તિ નથી, ભક્તિ વગર જ્ઞાન કેવું

ધન વગર ધ્યાન નથી, ધ્યાન વગર ભગવાન કેવા

મંદિર અને મનની ભક્તિમાં અંતર : આમ તો મન પણ એક મંદિર જ કહેવામાં આવે છે પરંતુ મનમાં અને મંદિરમાં કરવામાં આવતી ભક્તિમાં ઘણું અંતર છે. મનના દ્વાર આપણેને ક્યાંકને ક્યાંક સીધા પરમાત્માનો એટલે કે આપણા ઇષ્ટ દેવી દેવતાનું ધ્યાન કરાવી શકે છે, મનમાંને મનમાં ઇચ્છાઓને પૂરી કરવાની પ્રાર્થના તેનાથી કરે છે. માનવામાં આવે છે કે આપણી ઇચ્છાઓ, પ્રાર્થનાઓ તરંગો બનીને પ્રભુ સુધી પહોચે છે.

જયારે કોઈ ખુલા સ્થળ ઉપર આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થના કે ઈચ્છા રૂપી એ તરંગો બ્રહ્માંડમાં ક્યાંક વેરાઈ જાય છે, જયારે મંદિર જે ઘુમ્મટ બંધ હોય છે, તેમાં કરવામાં આવેલી પ્રાર્થનાઓ, મનોકામનાઓનું એક વર્તુળ બની જાય છે કેમ કે ઘુમ્મટ સાથે ટકરાઈને તમારા સુધી પહોચે છે પછી ઘુમ્મટ સુધી જાય છે આ રીતે તે પ્રક્રિયા શરુ થાય છે અને એક મજબુત વર્તુળ બનીને અલગ અલગ સંબધિત દેવી દેવતા સુધી તમારો અવાજ પહોચી જાય છે. એટલા માટે મનથી ભક્તિ કરો પરંતુ મંદિરમાં.