ધુળેટીના દિવસે સફેદ રંગના કપડા પહેરવા પાછળનું કારણ શું છે, સફેદ કપડા પહેરવાથી કયા શુભફળ મળે છે જાણો

0
265

શું તમે પણ રંગબેરંગી કપડાં પહેરીને રમો છો ધુળેટી, તો જાણો શા માટે આ દિવસે સફેદ કપડાં પહેરવા.

ધાર્મિક દૃષ્ટિકોણથી હોળી-ધુળેટીના તહેવારનું ઘણું મહત્વ છે. રંગોનો આ તહેવાર ઉત્સાહ અને પ્રેમથી ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે.

ફાગણ મહિનો શરૂ થતાં જ લોકો હોળી-ધુળેટીના તહેવારની તૈયારીઓ શરૂ કરી દે છે. હોળી-ધુળેટીનો તહેવાર 17 અને 18 માર્ચે છે. હોલિકા દહનનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ધુળેટી તેના બીજા દિવસે એટલે કે ચૈત્ર મહિનાની એકમ (પ્રતિપદા) તિથિના દિવસે રમવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 17 મી માર્ચ 2022 ના રોજ ઉજવવામાં આવશે અને ધુળેટીનો તહેવાર 18 મી માર્ચ 2022 ના રોજ ઉજવવામાં આવશે. ધુળેટીને આનંદ અને ઉત્સાહનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો રંગો લગાવીને એકબીજાને ગળે લગાવે છે.

તમે ધુળેટી પર લોકોને સફેદ વસ્ત્રો પહેરેલા જોયા હશે. પણ શું તમે જાણો છો ધુળેટી પર લોકો સફેદ વસ્ત્રો કેમ પહેરે છે? આવો જ્યોતિષાચાર્ય ડૉ. શ્રીપતિ ત્રિપાઠી પાસેથી જાણીએ કે આવું શા માટે કરવામાં આવે છે? અને ધુળેટીના દિવસે રંગબેરંગી કપડાં કેમ ન પહેરવા જોઈએ?

ધુળેટીના દિવસે સફેદ વસ્ત્રો કેમ પહેરવામાં આવે છે?

ધુળેટીના દિવસે સફેદ વસ્ત્રો પહેરવાથી જીવન પર સકારાત્મક અસર પડે છે.

સફેદ રંગ ભાઈચારો, શાંતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ દિવસે સફેદ વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે સફેદ રંગ પહેરવાથી મન શાંત થાય છે, જે લોકોને વાત પર ગુસ્સો આવે છે તેઓએ આ દિવસે ખાસ કરીને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

હોળીના દિવસે પણ જો સફેદ રંગના વસ્ત્રો પહેરીને હોલિકા દહન કરવામાં આવે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સમાજમાં તમારા સ્વભાવને પસંદ કરવામાં આવી શકે છે.

ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે સફેદ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, સાથે જ સફેદ વસ્ત્રો પહેરવાથી બગડેલા કામ પણ બને છે.

સફેદ રંગના કપડાં પહેરવાથી સૂર્યની ગરમીથી રાહત મળે છે. હોળી-ધુળેટીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે હવામાનમાં ગરમી વધવા લાગે છે. આવી સ્થિતિમાં સફેદ રંગ તમને ઠંડક આપે છે.

હોલિકા દહનના શુભ મુહૂર્ત :

હોલિકા દહન ગુરુવાર, 17 માર્ચ, 2022 ના રોજ કરવામાં આવશે.

હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 09 વાગીને 6 મિનિટથી 10 વાગીને 16 મિનિટ સુધી રહેશે.

પૂર્ણિમા તિથિ પ્રારંભ – 17 માર્ચ બપોરે 1 વાગીને 29 મિનિટ પર

પૂર્ણિમા તિથિ સમાપ્ત – 18 માર્ચ બપોરે 12 વાગીને 47 મિનિટ પર

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.