મકરંદ દવેની અદ્દભુત રચના “ધુળિયો મારગ” તમારામાં નવી ઉર્જાનો સંચાર કરશે.

0
622

કોણે કહ્યું ગરીબ છીએ? કોણે કહ્યું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણાં જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ

એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલામાલ,

આજ નું ખાણું આજ આપે ને કાલ ની વાતો કાલ.

ધુળિયે મારગ કૈક મળે જો આપણા જેવો સાથ,

સુખ દુઃખ ની વારતા કેતા બાથ માં ભીડી બાથ.

ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલુ આભ

વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ.

સોના ની તો છે સાંકડી ગલી હેતુ ગણતું હેત

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધુળિયે મારગ ચાલ.

– મકરંદ દવે.

(સાભાર સતીશ પટેલ, અમર કથાઓ ગ્રુપ)