જુદા જુદા કાળના નામ તો સાંભળ્યા હશે, પણ શું તમે જાણો છો તેનો અર્થ અને કયા શુભ અને કયા અશુભ હોય છે

0
151

પ્રાતઃકાળ અને રાહુકાળ સિવાય આટલા બધા કાળ હોય છે, જાણો કયો કાળ કયા સમયે લાગુ પડે છે.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં દિવસના ઘણા વિભાગો પાડવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ સમયે અલગ-અલગ કાળ હોય છે. આમાંથી કેટલાક સારા હોય છે અને કેટલાક ખરાબ. અશુભ કાળમાં કોઈપણ શુભ કે નવું કાર્ય શરૂ કરવા કરવા જતા હોય તો તેને રોકી દેવામાં આવે છે. આવો જાણીએ આવા જ કેટલાક કાળ વિષે વિસ્તારથી.

પ્રાતઃકાળ : સૂર્યોદયની 48 મિનિટ પહેલાના સમયને પ્રાતઃકાળ કહેવામાં આવે છે.

અરુણોદયકાળ : સૂર્યોદયના 1 કલાક 12 મિનિટનો સમય અરુણોદયકાળ હોય છે.

ઉષાકાળ : સૂર્યોદયના 2 કલાક પહેલાનો સમય ઉષાકાળ કહેવાય છે.

અભિજીતકાળ : બપોરના 11:36 થી 12:24 વગ્યા સુધીનો સમય. આ બુધવારે વર્જિત હોય છે.

પ્રદોષકાળ : સૂર્યાસ્ત પછી 48 મિનિટ સુધીના સમયગાળાને પ્રદોષકાળ કહેવામાં આવે છે.

ગોધૂલિકાળ : સૂર્યાસ્તની 24 મિનિટ પહેલાં અને 24 મિનિટ પછી સુધીનો સમય.

રાહુકાળ : દરરોજ દોઢ-દોઢ કલાકનો હોય છે. રવિવારે સાંજે 4:30 થી 6 સુધી, સોમવારે સવારે 7:30 થી 9 સુધી, મંગળવારે બપોરે 3 થી 4:30 સુધી, બુધવારે બપોરે 12 થી 1:30 સુધી, ગુરુવારે બપોરે 1:30 થી 3 સુધી, શુક્રવારે સવારે 10:30 થી 12 સુધી, શનિવારે સવારે 9 થી 10:30 સુધી. રાહુ કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

ગુલિકકાળ : દરરોજ દોઢ-દોઢ કલાકનો હોય છે. રવિવારે બોપોરે 3 થી 4:30 સુધી, સોમવારે બોપોરે 1:30 થી 3 સુધી, મંગળવારે બોપોરે 12 થી 1:30 સુધી, બુધવારે સવારે 10:30 થી 12 સુધી, ગુરુવારે સવારે 9 થી 10:30 સુધી, શુક્રવારે સવારે 7:30 થી 9 સુધી, શનિવારે સવારે 6 થી 7:30 વાગ્યા સુધી. કેટલાક વિશેષ કાર્યોમાં આ સમય ત્યાજ્ય (તજવા યોગ્ય) રહે છે.

યમગંડકાળ : આ પણ દરરોજ દોઢ-દોઢ કલાક ચાલે છે. રવિવારે બપોરે 12 થી 1:30, સોમવારે સવારે 10:30 થી 12, મંગળવારે સવારે 9 થી 10:30, બુધવારે સવારે 7:30 થી 9, ગુરુવારે સવારે 6 થી 7:30, શુક્રવારે બપોરે 3 થી 4:30, શનિવારે બપોરે 1:30 થી 3 સુધી. યમગંડકાલનો પણ શુભ કાર્યોમાં ત્યાગ કરવામાં આવે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી વન ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.